• Gujarati News
  • National
  • Former CM Said There Is No Single Chief Minister In Maharashtra, Every Minister Is Considering Himself CM

ઉદ્ધવ અંગે ફડણવીસે ટિપ્પણી કરી:ભૂતપુર્વ CMએ કહ્યું- મહારાષ્ટ્રમાં કોઈ એક મુખ્યમંત્રી નથી, દરેક મંત્રી પોતાને CM માની રહ્યા છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફડણવીસે આ વાત મુંબઈમાં યોજાઈ રહેલી પ્રદેશ ભાજપ કાર્યકારિણીની બેઠકમાં કહી - Divya Bhaskar
ફડણવીસે આ વાત મુંબઈમાં યોજાઈ રહેલી પ્રદેશ ભાજપ કાર્યકારિણીની બેઠકમાં કહી
  • મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર હતી ત્યારે સમૃદ્ધિ, મેટ્રો, દેવામુક્તિ, ખેડૂતોને મદદ, ડિજીટલ ઈન્ડિયા, ઔદ્યોગિકરણ જેવા મુદ્દા અંગે ચર્ચા થતી

મહારાષ્ટ્રના ભૂતપુર્વ CM દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું કે અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં થયેલા તોફાનો સાધારણ ઘટના નથી. તે દેશમાં અરાજકતા ફેલાવવા માટે કરવામાં આવેલો પ્રયોગ છે. કેન્દ્ર સરકાર સામે લઘુમતીઓનું ધ્રુવીકરણ કરવા ઘડાયેલું સુઆયોજીત ષડયંત્ર છે.

ફડણવીસે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને થઈ રહેલા અન્યાય સામે 26 ઓક્ટોબરના રોજ ત્રિપુરામાં એક રેલી નિકળી હતી. આ ઝૂલુસ અને રેલીમાં કોઈ જ હિંસા થઈ ન હતી, પણ 28 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરમાર્ગે દોરતી પોસ્ટ વાયરલ કરી લઘુમતી સમાજને ભડકાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં થયેલા તોફાનો માટે ક્યાંથી ફંન્ડિંગ થયું છે તે અંગે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ જાણકારી છે. આ જ કારણ છે કે નવાબ મલિક વિપક્ષ પર આરોપ લગાવી કવર ફાયરિંગ કરીર હ્યા છે.

રાજ્યમાં એવા મુખ્યમંત્રી, જેમને લોકો CM માનતા નથી
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્ર દેશનું સૌથી પ્રગતિશીલ, સમૃદ્ધ અને સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું રાજ્ય છે. આજે મહારાષ્ટ્રમાં સરકાર ક્યાં છે તે પૂછવાની નોબત આવી ગઈ છે. અહીં સરકારનું અસ્થિત્વ જ દેખાતું નથી. એક મુખ્યમંત્રી છે, પરંતુ તેમને કોઈ મુખ્યમંત્રી માનવા તૈયાર નથી. અહીં દરેક મંત્રી પોતાને મુખ્યમંત્રી માની રહ્યા છે.

રાજ્યમાં વિશ્વસની કટોકટી
ફડણવીસે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં અમે એવા સમયમાં કાર્યકારિણીની બેઠક કરી રહ્યા છીએ કે જ્યારે રાજ્યમાં વિશ્વાસની કટોકટી સર્જાઈ છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે સમૃદ્ધિ મહામાર્ગ, મેટ્રો, દેવામુક્તિ, ખેડૂતોને મદદ, ડિજીટલ ઈન્ડિયા, ઔદ્યોગિકરણ જેવા મુદ્દા અંગે ચર્ચા થતી હતી. આજે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારના કાર્યકાળમાં ચર્ચા થઈ રહી છે, તો ગાંજા અથવા હર્બલ તંબાકુ, CBD સ્મોક, વસૂલી, બળાત્કાર, કોમી તોફાનો, ખંડણી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.

દરેક વિભાગમાં સચિન વઝે, બસ લાંચ આપો રાજ કરો
ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના ઈતિહાસની આ સૌથી ભ્રષ્ટ સરકાર છે. અહીં દરેક વિભાગમાં એક સચિન વઝે છે. મહારાષ્ટ્રમાં કાયદાનું રાજ નથી, પણ કંઈક (લાંચ) આપો અને રાજ કરોનું શાસન છે. તેમણે આવક વિભાગના દરોડા અને તેમના નિવેદનના આધારે કહ્યું કે મહારાષ્ટ્રમાં 500-1000 કરોડ રૂપિયાની વસૂલાત અલગ-અલગ વિભાગોમાં ચાલી રહી છે.

ભૂતપુર્વ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર પર ખેડૂતોના મુદ્દાને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવી ઠાકરે સરકારને નિર્લજ્જ સરકાર ગણાવી. તેમણે ઠાકરે સરકારનો વિરોધ કરવા અપીલ કરી.

સંજય રાઉત અંગે ટિપ્પણી કરી
ફડણવીસે શિવસેના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત અંગે પણ કહ્યું કે શું હતા અને શું બની ગયા? મરાઠી કહેવતનો ઉપયોગ કરતા કહ્યું કે અમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. કારણ કે અમારી પાસે ન તો ઈનામી સંપત્તિ છે અને ન તો બેનામી.