તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Former CM Of MP Admitted To Medanta Hospital In Gurugram, Complaining Of Cold cough And Fever; Corona's First Report Was Negative

કમલનાથની તબિયત લથડી:MPના પૂર્વ CM ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, શરદી-ખાંસી અને તાવની ફરિયાદ; કોરોનાનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ

મધ્ય પ્રદેશ5 દિવસ પહેલા
MPના પૂર્વ CM કમલનાથની તબિયત લથડતા મેદાંતામાં દાખલ કરાયા છે. (ફાઈલ તસવીર)

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (74)ની તબિયત લથડતા બુધવારે એમને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એમનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તપાસમાં હળવા લક્ષણોવાળો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું. જેના કારણે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

કમલનાથે પોતાના નજીકના મિત્રોને જણાવ્યું હતું કે તેઓ શરદી અને તાવની ફરિયાદને કારણે રૂટિન ચેકઅપ કરાવવા માટે મેદાંતા ગયા હતા. ડૉકટરની પેનલે તેમને સાવચેતીના ભાગ રૂપે દાખલ થવાની સલાહ આપી હતી. જેથી તેઓ દાખલ થઈ ગયા હતા. હોસ્પિટલના 15માં માળના રૂમ નંબર 4412માં એમની સારવાર ડૉ. આદર્શ જયસ્વાલ અંતર્ગત ચાલી રહી છે. ડૉકટરે જણાવ્યું હતું કે કમલનાથનું સ્થિતિ અત્યારે સ્થિર છે.

કમલનાથની તબિયત લથડવાની સૂચના મળ્યા પછી એમના પુત્ર અને સાંસદ નકુલ નાથ દિલ્હી જવાની તૈયારીઓ કરી રહ્યા છે. તે સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે.

એક દિવસ પહેલા કમલનાથનો છિંદવાડા પ્રવાસ સ્થગિત કરાયો
કમલનાથ 8 જૂનથી સંસદીય ક્ષેત્ર છિંદવાડાના ત્રણ દિવસીય પ્રવાસ પર જવાના હતા. પરંતુ અચાનક વ્યસ્ત માળખાનો ઉલ્લેખ કરીને આ પ્રવાસને સ્થગિત કરવામાં આવ્યો હતો. આને પણ સ્વાસ્થ્યના કારણો સાથે જોડાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...