તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Former CM Of Haryana Chautala Has Been Denied 88 Marks In English And His 12th Result Has Been Withheld Due To Non passing In English.

તાઉએ 10માં ધોરણની પરીક્ષા પાસ કરી:હરિયાણાના પૂર્વ CM ચૌટાલાને અંગ્રેજીમાં 88 માર્ક્સ, ઈંગ્લિશમાં પાસ ન હોવાને કારણે તેમનું 12માંનું રિઝલ્ટ અટકાવાયું છે

હિસાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ 86 વર્ષની ઉંમરે 10માં ધોરણની અંગ્રેજીની પરીક્ષા પાસ કરી છે. આ વિષયમાં પાસ ન હોવાને કારણે તેમનું 12માં ધોરણનું રિઝલ્ટ સ્કૂલ શિક્ષણ બોર્ડે અટકાવ્યું છે.

આશા છે કે તેમનું 12માં ધોરણનું રિઝલ્ટ પણ સોમવારે જાહેર થશે. આ માટે ચૌટાલાએ બોર્ડને અરજી કરવી પડશે. ઓપી ચૌટાલાએ આ સબ્જેક્ટમાં 88 માર્ક્સ મેળવ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે તેઓ 12માં પાસ થાય છે કે નહીં.

શનિવારે હરિયાણા સ્કૂલ શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાઓનું રિઝલ્ટ જાહેર કર્યું. બોર્ડના ચેરમેન જગબીર સિંહે જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાને આ અંગે જાણકારી આપવામાં આવી છે.

તેઓએ પંચકૂલામાં કાર્યકર્તાઓની સભાને સંબોધિત કરતા પોતાનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. ચૌટાલાને હરિયાણા ઓપન બોર્ડથી 12મું ધોરણ પાસ કરવા માટે 10માં ધોરણમાં ઈંગ્લિશનું પેપર પાસ કરવું જરૂરી હતું.

4 વર્ષ પહેલાં આપી હતી 10માંની પરીક્ષા
ઓમપ્રકાશ ચૌટાલાએ જેબીટી ભર્તી કૌભાંડમાં 2013થી 2 જુલાઈ 2021 સુધી તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યાં હતા, તે દરમિયાન તેઓએ 10મું ધોરણ પાસ કર્યું હતું. આ વર્ષે જ તેઓએ હરિયાણા ઓપન બોર્ડથી 12માં ધોરણની પરીક્ષા પણ આપી હતી પરંતુ નિયમોને કારણે તેમનું રિઝલ્ટ રોકી દીધું હતું.

ચૌટાલાએ 82 વર્ષની ઉંમરમાં 2017માં NIOS (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ)થી ઉર્દૂ, સાયન્સ, સોશિયલ સ્ટડીઝ અને ઈન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ વિષયમાં 53.40% મેળવી 10મું પાસ કર્યું હતું.

અંગ્રેજી અને હિંદીની જગ્યાએ ઉર્દૂ પસંદ કર્યું હતું
5 ઓગસ્ટે હરિયાણા બોર્ડે ઓપન 12માંની પરીક્ષા પરિણામમાં ઓપી ચૌટાલાનું રિઝલ્ટ હોલ્ડ કરી દીધું હતું, કેમકે ચૌટાલાએ 10માં ધોરણમાં NIOSથી પાસ કરેલી પરીક્ષામાં અંગ્રેજી કે હિંદીનું પેપર આપ્યું ન હતું, તેની બદલે ઉર્દૂ વિષય પસંદ કર્યો હતો.

ઓપી ચૌટાલાએ તેના માટે પૂરક પરીક્ષા માટેની અરજી કરીને 18 ઓગસ્ટે સિરસાની આર્ય કન્યા સ્કૂલમાં ઈવનિંગ સેશનમાં ઈંગ્લિશનું પેપર આપ્યું હતું. ચૌટાલા તરફથી સિરસાનું 9માં ધોરણની છાત્રા મલકીત વિર્કે એક્ઝામ રાઈટર તરીકે પેપર લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...