તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Former Chief Election Commissioner Sunil Arora May Ban Mamata From Campaigning For 24 Hours

ગવર્નરનું પદ ભેટમાં!:ગોવાના રાજ્યપાલ બની શકે છે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા, તેમણે મમતા પર 24 કલાકના પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હતો

2 મહિનો પહેલા
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યાને એક વર્ષ બાદ કેન્દ્ર સરકારે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને કથિત રીતે ગોવાના રાજ્યપાલ નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ રાજસ્થાન કેડરના 1980 બેેંચના IAS અધિકારી તરીકે પ્રશાસનિક ક્ષમતાઓની માન્યતામાં CEC તરીકે સેવાનિવૃત્ત થયેલા 65 વર્ષના અરોરાને ગોવાના ગવર્નર બનાવવાની યોજના બનાવી છે.

હાલમાં જ સેવાનિવૃત્ત થયા અરોડા
સુનીલ અરોરા 13મી એપ્રિલે જ મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પરથી સેવાનિવૃત્ત થયા છે. સુનીલ અરોરાની જગ્યાએ સુશીલ ચંદ્રાએ પદભાર ગ્રહણ કર્યું છે. તેઓ 14 મે 2022ના રોજ પોતાના પદ પરથી મુક્ત થશે. સુશીલ ચંદ્રાને લોકસભાની ચૂંટણી પહેલાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ ચૂંટણીપંચમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મમતા પર 24 કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો
CEC પદે સુનીલ અરોરા હતા ત્યારે તેમણે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી પર પ્રચાર-પ્રસાર કરવાને લઈને 24 કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો. મમતા બેનર્જી પર 12 એપ્રિલે રાત્રે 8 વાગ્યાથી 13 એપ્રિલ સુધી લગાડવામાં આવ્યો હતો, જેના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે કોલકાતામાં ગાંધી મૂર્તિ સમક્ષ ધરણાં પર બેઠાં હતાં.

અન્ય સમાચારો પણ છે...