તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલુ એક, પાત્ર અનેક:ઝૂંપડપટ્ટીથી લઈને લોકસભા સુધીનો સફર, IIM અને હાર્વડમાં લેક્ચર પણ લીધા; આજે જીવનની પહેલી વર્ચ્યુઅલ બેઠક યોજશે

4 મહિનો પહેલા

લાલુ યાદવ ભારતીય રાજનીતિનો એક એવો ચહેરો છે, જે નાની ઝૂંપડપટ્ટીથી લઈને લોકસભા સુધી પહોંચ્યો છે. તેઓએ સતત 2 વાર મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કર્યા છે. તેઓ કેન્દ્રનાં રેલવે મંત્રી પણ રહ્યા હતા, જેના કારણે દુનિયાભરમાં એમની વાહ-વાહ થઈ હતી. એક સમય એવો પણ હતો, જ્યારે IIM અને હાર્વડમાંથી પણ એમને લેક્ચર લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ગામ અને ગામઠી ભાષાને કારણે જ તેઓ સ્થાનિક જનતાનું દિલ જીતવમાં સફળ રહ્યા હતા. એ જ્યારે ભાષણ આપતા હતા ત્યારે લોકો ભેંસ પર સવાર થઈને એમને સાંભળવા માટે આવતા હતા. તેવામાં આજે રવિવારનાં રોજ તેઓ જીવનમાં પ્રથમવાર વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે.

લાલુ યાદવ સતત બે વાર બિહારના મુખ્ય પ્રધાન રહ્યા હતા. ઘાસચારા કૌભાંડમાં નામ આવ્યા બાદ 1997માં તેઓને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ફોટો: રાજીવકાંત
લાલુ યાદવ સતત બે વાર બિહારના મુખ્ય પ્રધાન રહ્યા હતા. ઘાસચારા કૌભાંડમાં નામ આવ્યા બાદ 1997માં તેઓને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ફોટો: રાજીવકાંત

લાલુના શિક્ષણનો આરંભ ગોપાલગંજથી થયો હતો. ત્યારપછી તેઓ લૉનો અભ્યાસ કરવા માટે પટના જતા રહ્યા હતા. આ દરમિયાન એમને રાજનીતિમાં રસ જાગ્યો હતો અને 1973માં વિદ્યાર્થી સંઘ તરફથી ચૂંટણી લડીને એમાં વિજય પણ પ્રાપ્ત કર્યો હતો. ત્યાર પછી લાલુ જેપી આંદોલનમાં જોડાયા હતા. આના 4 વર્ષ પછી તેઓ 1977માં જનતા પાર્ટીની ટિકિટ લઈને લોકસભાની ચૂંટણીમાં પણ ઊભા રહ્યા હતા. જેમાં તેમણે જીત પ્રાપ્ત કરીને 29 વર્ષની ઉંમરમાં સાંસદ બન્યા હતા.

આ તસવીર ત્યારે લેવામાં આવી છે જ્યારે લાલુ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેમના ગામ ફુલવારીયા ગયા હતા. ફોટો - રાજીવકાંત
આ તસવીર ત્યારે લેવામાં આવી છે જ્યારે લાલુ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેમના ગામ ફુલવારીયા ગયા હતા. ફોટો - રાજીવકાંત

10 માર્ચ 1990ના રોજ લાલુ પ્રથમવાર બિહારનાં મુખ્યમંત્રી બન્યા હતા. પાંચ વર્ષ બાદ ફરીથી એમને રાજનીતિમાં પગ મૂક્યો હતો. જેમાં તેઓએ રાષ્ટ્રીય જનતા દળનાં નામથી પોતાની અલગ પાર્ટી બનાવી હતી. તેજ વર્ષે લાલુ પર ઘાસચારા કૌભાંડનો આરોપ લગાવાયો અને મુખ્યમંત્રી પદથી હટાવી દેવાયા હતા. રાબડી દેવીને એમના સ્થાન પર મુખ્યમંત્રી બનાવાયા હતા. ત્યારપછી લાલુ ફરી ક્યારેય મુખ્યમંત્રી બની શક્યા નથી.

મુખ્યમંત્રી બન્યા બાદ લાલુએ પહેલીવાર એમનો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે આ તસવીર લેવામાં આવી હતી. આ સમય દરમિયાન, તેના બંને પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વી પણ હાજર હતા. ફોટો - રાજીવકાંત
મુખ્યમંત્રી બન્યા બાદ લાલુએ પહેલીવાર એમનો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે આ તસવીર લેવામાં આવી હતી. આ સમય દરમિયાન, તેના બંને પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વી પણ હાજર હતા. ફોટો - રાજીવકાંત
લાલુ યાદવ શરૂઆતથી જ ઘણા લોકપ્રિય હતા. લોકો તેમના ભાષણ સાંભળવા માટે ભેંસ પર બેસીને આવતા હતા. ફોટો - રાજીવકાંત
લાલુ યાદવ શરૂઆતથી જ ઘણા લોકપ્રિય હતા. લોકો તેમના ભાષણ સાંભળવા માટે ભેંસ પર બેસીને આવતા હતા. ફોટો - રાજીવકાંત

2004માં કેન્દ્રમાં યૂપીએ સરકાર બની હતી, જેમાં લાલુને રેલવે મંત્રી બનાવાયા હતા. 2009 સુધીનાં એમના કાર્યકાળમાં લાલુનાં રેલવેમાં સારા કાર્યની પ્રશંસા સમગ્ર દેશ અને દુનિયામાં થવા લાગી હતી. IIMથી માંડીને હાર્વર્ડ સુધી એમના કામ અને મેનેજમેન્ટ સ્કિલ્સની ચર્ચા કરવામાં આવતી હતી. રેલવેનાં મંત્રી લાલુએ પ્લાસ્ટિકની જગ્યાએ માટીની કુલ્હડોંમાં ચા વેચવાનો ઓર્ડર આપ્યો હતો, જેથી ગ્રામીણ લોકોમાં રોજગારીનું પ્રમાણ વધે. ગરીબ રથ પણ લાલુએ આપ્યો છે, કહેવામાં આવે છે કે લાલુએ રેલવેનો ખર્ચ વધાર્યા વગર નફો કરાવ્યો હતો.

આ ફોટો 2006નો છે, જ્યારે લાલુ યાદવ IIMમાં લેક્ચર લેવા માટે ગયા હતા. આ સમયે લાલુના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.
આ ફોટો 2006નો છે, જ્યારે લાલુ યાદવ IIMમાં લેક્ચર લેવા માટે ગયા હતા. આ સમયે લાલુના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.
લાલુ યાદવ દિલ્હીમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે. તેઓ પણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચનો આપવા ગયા હતા.
લાલુ યાદવ દિલ્હીમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે. તેઓ પણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચનો આપવા ગયા હતા.
આ ફોટો 2006નો છે, જ્યારે લાલુ યાદવ દિલ્હીમાં હાર્વડ બિઝનેસ સ્કૂલ અને વ્હાર્ટન બિઝનેસ સ્કૂલનાં વિદ્યાર્થીઓ સાથે મળ્યા હતા. ફોટો સોનદીપ શંકર
આ ફોટો 2006નો છે, જ્યારે લાલુ યાદવ દિલ્હીમાં હાર્વડ બિઝનેસ સ્કૂલ અને વ્હાર્ટન બિઝનેસ સ્કૂલનાં વિદ્યાર્થીઓ સાથે મળ્યા હતા. ફોટો સોનદીપ શંકર

ઘાસચારા કૌભાંડમાં એમની સંડોવણી થતાં 1997માં એક કાર્યરત નેતા તરીકે પ્રથમવાર તેઓ જેલમાં ગયા હતા. જ્યાં લગભગ 4 મહિના પછીએ છૂટી ગયા હતા. 28 ઓક્ટબર1998નાં રોજ લાલુને પટનાની બેઉર જેલમાં કેદ કરાયા હતા. ત્યારપછી 11 એપ્રિલ 2000ના વર્ષમાં તે 5 વર્ષ માટે જેલ ગયા હતા. આના પછી લાલુ 2013માં ફરીથી જેલવાસ ભેગા થયા હતા, એમને ચૂંટણીમાં ઊભા રહેવાની પણ મનાઈ કરવામાં આવી હતી. જોકે કેટલાક દિવસોમાં તેઓ જેલમાંથી છૂટી ગયા હતા અને નીતીશ કુમાર સાથે એમણે સરકાર બનાવી હતી. 2017માં લાલુ ફરીથી જેલ ગયા હતા, તેઓ 4 વર્ષ પછી ગત મહિને પરત ફર્યા હતા.

લાલુ યાદવ દિલ્હીની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ અને વર્જિનિયાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ફોટો- મનીષ સ્વરૂપ
લાલુ યાદવ દિલ્હીની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ અને વર્જિનિયાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ફોટો- મનીષ સ્વરૂપ
લાલુ યાદવ 2007-08ના રેલવે બજેટ સત્ર દરમિયાન. 2004 થી 2009 સુધી તેઓ રેલવે પ્રધાન હતા. ક્રેડિટ - ગેટ્ટી ઈમેજિસ
લાલુ યાદવ 2007-08ના રેલવે બજેટ સત્ર દરમિયાન. 2004 થી 2009 સુધી તેઓ રેલવે પ્રધાન હતા. ક્રેડિટ - ગેટ્ટી ઈમેજિસ

જેલથી છૂટ્યાપછી લાલુ યાદવ એક્ટિવ મોડમાં આવી ગયા હતા. આજે તેઓ પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક પણ યોજશે. આ એમની પ્રથમ વર્ચ્યૂઅલ બેઠક હશે જેમાં તેઓ પાર્ટીનાં કાર્યકર્તાઓને વધારે મજબૂત અને નવી રણનીતિઓ અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે. કોરોના અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર કેવી રીતે નિશાન સાધી શકાશે તેની રણનીતિ પણ તેઓ આજની બેઠકમાં બનાવી શકે છે. અત્યારે લાલુનું સ્વાસ્થ્ય સારૂ ન હોવાથી તેઓ બિહાર જઈ શકે એવી અવસ્થામાં નથી. તેઓ ડોકટરોની સારસંભાળ હેઠળ દિલ્હીમાં જ રહેશે.

લાલુ યાદવે નીતીશ કુમારની સાથે 2015ની વિધાનસભાની ચૂંટણી લડી હતી. બંનેને બહુમતી પણ મળી, પણ અઢી વર્ષ પછી તેઓ અલગ થઈ ગયા હતા.
લાલુ યાદવે નીતીશ કુમારની સાથે 2015ની વિધાનસભાની ચૂંટણી લડી હતી. બંનેને બહુમતી પણ મળી, પણ અઢી વર્ષ પછી તેઓ અલગ થઈ ગયા હતા.
આ તસવીર 2018ની છે, જ્યારે CBIની સ્પેશિયલ કોર્ટે લાલુને ત્રણ વર્ષ 5 મહિનાની સજા સંભળાવી હતી.
આ તસવીર 2018ની છે, જ્યારે CBIની સ્પેશિયલ કોર્ટે લાલુને ત્રણ વર્ષ 5 મહિનાની સજા સંભળાવી હતી.
અન્ય સમાચારો પણ છે...