• Gujarati News
  • National
  • Former Archaeological Department Official Says Vikramaditya Built A Tower To Study The Sun

કુતુબમિનાર પર મોટો દાવો:પુરાતત્વ વિભાગના પૂર્વ અધિકારીએ કહ્યું- વિક્રમાદિત્યએ સૂર્યના અધ્યયન માટે મિનાર બનાવ્યો હતો

નવી દિલ્હીએક મહિનો પહેલા

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના એક પૂર્વ અધિકારીએ કુતુબમિનારને લઈને મોટો દાવો કર્યો છે. અધિકારીનું કહેવું છે કે કુતુબમિનારનું નિર્માણ પાંચમી શતાબ્દીમાં સમ્રાટ વિક્રમાદિત્યએ કરાવ્યું હતું. તેમને જણાવ્યું કે વિક્રમાદિત્યએ મિનાર એટલા માટે બનાવ્યો હતો કેમકે તેઓ સૂર્યની સ્થિતિઓનું અધ્યયન કરવા માગતા હતા.

પૂર્વ ASI અધિકારીના 3 મોટા દાવા
1. કુતુબમિનાર નહીં, સન ટાવર

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં ASIના પૂર્વ રીઝનલ ડાયરેક્ટર ધર્મવીર શર્માએ દાવો કર્યો છે કે કુતુબમિનારને કુતુબ-ઉદ-દીન એબકે નથી બનાવ્યો. તેમને કહ્યું કે આ કુતુબમિનાર નથી, સન ટાવર છે. મારી પાસે આ અંગે ઘણાં બધાં પુરાવાઓ છે. શર્માએ ASI દ્વારા અનેક વખત કુતુબમિનારનું સર્વેક્ષણ કર્યું છે.

2. મીનારના ટાવરમાં 25 ઈંચનો ઝુકાવ
તેમને કહ્યું, 'કુતુબમિનારના ટાવરમાં 25 ઈંચનો ઝુકાવ છે, કેમકે અહીંથી સૂર્યનું અધ્યયન કરવામાં આવતું હતું. તેથી 21 જૂને સૂર્ય આકાશમાં જ્યારે પોતાનું સ્થાન બદલે છે ત્યારે પણ કુતુબમિનારની તે જગ્યાએ અડધો કલાક સુધી છાયો નથી આવતો. આ વિજ્ઞાન છે અને એક પુરાતાત્વિક પુરાવા પણ.'

3. રાત્રે ધ્રુવ તારો જોવામાં આવતો હતો
શર્માએ જણાવ્યું કે લોકો દાવો કરે છે કે કુતુબમિનાર એક સ્વતંત્ર ઈમારત છે અને તેનો સંબંધ કોઈ મસ્જિદ સાથે નથી. હકિકતમાં તેના દરવાજા નોર્થ ફેસિંગ છે, કે જેથી રાત્રે ધ્રુવ તારો જોઈ શકાય.

હિન્દુ સંગઠનોએ કુતુબમિનારનું નામ બદલવાની માગ કરી હતી
ગત સપ્તાહે હિન્દુ સંગઠનોએ કુતુબમિનાર પરિસરમાં હનુમાન ચાલીસાના પાઠ કરીને તેનું ના વિષ્ણુ સ્તંભ કરવાની માગ કરી હતી. યુનાઈટેડ હિન્દુ ફ્રંટે દાવો કર્યો હતો કે જૈન અને હિન્દુ મંદિરોને તોડીને કુતુબમિનાર બનાવ્યો હતો. પોલીસે સંગઠનના કેટલાંક લોકોની અટકાયત કરી હતી.

યુનાઈટેડ હિન્દુ ફ્રંટના કાર્યકર્તાઓએ કુતુબમિનારની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા જે બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી.
યુનાઈટેડ હિન્દુ ફ્રંટના કાર્યકર્તાઓએ કુતુબમિનારની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા જે બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી.

કુતુબમિનારનો ઈતિહાસ વિવાદિત રહ્યો છે

  • દિલ્હી ટૂરિઝમ વેબસાઈટ મુજબ કુતુબમિનારને વર્ષ 1193માં દિલ્હીના પહેલા મુસ્લિમ શાસક કુતુબ-ઉદ-દીન એબક બનાવ્યો હતો. દિલ્હીના છેલ્લા હિન્દુ શાસકને હરાવ્યા બાદ તેને 73 મીટર ઉંચી આ ઈમારતનું નિર્માણ કરાવ્યું હતું.
  • જો કે તે માત્ર બેઝમેન્ટ જ બનાવી શક્યો. જે બાદ ઈલ્તુમશે ત્રણ માળ બનાવ્યા અને તે બાદ 1368માં ફિરોઝ શાહ તુગલકે બાકીના બે માળ તૈયાર કરાવ્યા.
  • પહેલા ત્રણ માળ લાલ સેન્ડસ્ટોનથી અને ચોથો-પાંચમો માળ માર્બલ અને સેન્ડસ્ટોનથી બનાવવામાં આવ્યા છે. ટાવરની નીચે કુવ્વત-અલ-ઈસ્લામ મસ્જિદ છે, જેને ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કહેવામાં આવે છે.
  • મસ્જિદના આંગણમાં એક 5 મીટર ઉંચો લોખંડનો સ્તંભ છે, જેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે શુદ્ધ લોખંડથી બનેલો છે, પરંતુ આજ દિવસ સુધી તેના પર કાટ નથી લાગ્યો. માનવામાં આવે છે કે આ લોખંડના સ્તંભનું નિર્માણ રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય (રાજ 375-412)એ કરાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...