તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Scam In Recruitment Of 69 Thousand Teachers, Who Came Top With 95% Marks Doesn't Even Know The Name Of The President

યુપીમાં શિક્ષક ભરતી કૌભાંડ:69 હજાર શિક્ષકોની ભરતીમાં ગોટાળો, 95% માર્ક્સની સાથે ટોપ આવનારને રાષ્ટ્રપતિનું નામ પણ ખબર નથી

લખનઉ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોની ભરતી પરીક્ષાનો ટોપર ધર્મેન્દ્ર પટેલ લગ્ન સમારંભમાં ડીજે વગાડવાનું કામ કરે છે
  • ધર્મેન્દ્ર પર નોકરી અપાવવાના નામે પૈસા લેવાનો પણ આરોપ, પોલીસે ચાર દિવસ પહેલા જ ધરપકડ કરી

ઉતર પ્રદેશમાં 69 હજાર શિક્ષકોનું ભરતીમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સહાયક શિક્ષકની ભરતી પરીક્ષાના ટોપર ધર્મેન્દ્ર પટેલને એ વાતનો ખ્યાલ નથી કે દેશના રાષ્ટ્રપતિ કોણ છે ? ધર્મેન્દ્ર લગ્ન-સમારંભોમાં ડીજે વગાડવાનું કામ કરે છે. હવે તે પોલીસની કસ્ટડીમાં છે. કોર્ટના આદેશ બાદ STF(સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) ભરતી પ્રક્રિયાની તપાસ કરી રહી છે. 

સરળ સવાલોના જવાબ પણ ન અપી શકયો ટોપર
પ્રયાગરાજ પોલીસે ધર્મેન્દ્ર અને 9 બીજા લોકોની નોકરી અપાવવાના નામે લાંચ લેવાના ઓરોપમાં રવિવારે ધરપકડ કરી હતી. તેમાંથી ત્રણ ભરતી પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો છે.

એક અધિકારીએ જણાવ્યું કે પુછપરછમાં ધર્મેન્દ્ર જનરલ નોલેજના સરળ સવાલોના જવાબ પણ ન આપી શકયો. એસએસપી સત્યાર્થ અનિરુદ્ધ પંકજનું કહેવું છે કે ભરતી કૌભાંડનો મુખ્ય આરોપી કે એલ પટેલ છે. જે પહેલા જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચૂક્યો છે.

એજ્યુકેશન મિનિસ્ટર સતીશચંદ્ર દ્વિવેદીએ મંગળવારે કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશ બાદ ભરતી પ્રક્રિયા રોકવામાં આવી હતી. પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ મામલાની તપાસ કરી રહી છે.

રિઝલ્ટ આવતા પહેલા જ આ વિવાદ શરૂ થઈ ગયો હતો
ભરતી પ્રક્રિયા ડિસેમ્બર 2018માં શરૂ થઈ ગઈ હતી. જોકે વિવાદના કારણે મામલો કોર્ટમાં જતો રહ્યો હતો. પરીક્ષાના એક દિવસ બાદ જ સરકારે જનરલ કેટેગરી માટે મિનિમમ કટ ઓફ 65 ટકા અને રિઝર્વ કેટેગરી માટે 60 ટકા કરી દીધો છે. આ પહેલા જ્યારે 68500 પોસ્ટ પર ભરતી થઈ હતી ત્યારે જનરલ માટે કટ ઓફ 45 ટકા અને રિઝર્વ માટે 40 ટકા હતો. 

એવામાં કટ ઓફ બદલવાના નિર્ણયને ઉમેદવારોએ કોર્ટમાં પડકાર્યો હતો. આ કારણે રિઝલ્ટમાં લાંબો સમય લાગી ગયો. ગત મહિનાની 13 તારીખે જ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો