LoC પર અનેક જગ્યાએ ફેલાઈ આગ:જંગલમાં લાગી આગથી અડધો ડઝન લેન્ડમાઈનમાં વિસ્ફોટ, ઘુસણખોરીનો ખતરો વધ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરના પુંછમાં LoCની પાસે જંગલમાં લાગેલી આગના કારણે અનેક લેન્ડમાઈન વિસ્ફોટ થયા. અધિકારીઓએ આ જાણકારી આપી છે. આગ સોમવારે LoCની બીજી બાજુ લાગી હતી અને ભારતીય સરહદ તરફ વધી. ઘટના મેંઢર સેક્ટરની છે. આગના કારણે લગભગ અડધો ડઝન લેન્ડમાઈન્સમાં વિસ્ફોટ થયા.

આ લેન્ડમાઈન્સ આતંકીઓની ઘુસણખોરીને રોકવા માટે અહીં LoC પાસે જમીનમાં પાથરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આગ અને ધુમાડાનો ફાયદો આતંકી ઘુસણખોરી કરવા માટે ઉઠાવી શકે છે. સેનાની મદદથી સ્થાનિક અધિકારી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. ઘણી હદે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

ભારે પવનને કારણે આગ વકરી

તેજ પવન ફુંકાવવાને કારણે આગ ઘણાં કિલોમીટર સુધી ફેલાઈ ગઈ
તેજ પવન ફુંકાવવાને કારણે આગ ઘણાં કિલોમીટર સુધી ફેલાઈ ગઈ

ફોરેસ્ટર કનાર હુસૈન શાહે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવાયો હતો પરંતુ બુધવારે દરમશાલ બ્લોકમાં ફરી આગ લાગી અને ભારે પવનના કારણે આગ ફેલાઈ ગઈ. સરહદની પાસે પહોંચતાજ આગ પર સેનાની મદદથી કાબૂ લેવાય ગયો.

રાજૌરી જિલ્લામાં પણ આગ
રાજૌરી જિલ્લાના સુંદરબની વિસ્તારમાં સરહદની પાસે વધુ એક લાગી છે. જે અન્ય જંગલવાળા વિસ્તાર જેવા કે નિક્કા, પંજગ્રેયે, બ્રાહ્મના, મોઘાલામાં ફેલાઈ છે. કોલાકોટના કાલાર, રાંચલ, ચિંગી જંગલમાં આગ લાગી છે. અધિકારીઓએ જણાવ્યું કે સરહદની બીજી બાજુ લાગેલી આગ બાદમાં LoCની પાસેના વિસ્તાર ઉપરી કાંડગી અને ડોક બનયાદ સુધી પહોંચી ગઈ. જંગલની આગ પર કાબૂ મેળવાયો છે. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

જમ્મુ જિલ્લામાં પણ આગ
જમ્મુ જિલ્લામાં ઈન્ટરનેશનલ બોર્ડર (IB)ની પાસેના ખેતરમાં મોટી આગ લાગી છે. આ આગ અનેક કિલોમીટર દૂર BSFની બેલી અજમત સરહદ ચોકી સુધી ફેલાઈ ગઈ છે. બાદમાં તેના પર પણ કાબૂ મેળવી લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...