સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી:બળજબરીપૂર્વકનું ધર્માંતરણ ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધ: સુપ્રીમ

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્માંતરણના મુદ્દાને રાજકીય રંગ આપશો નહીં
  • સુઓમોટો બાદ સુપ્રીમકોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવીને વલણ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો

દેશમાં બળજબરીથી કે લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવા મુદ્દે સુપ્રીમકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે, આ કોઇ એક રાજ્યનો નહીં પરંતુ આખા દેશનો ગંભીર મુદ્દો છે. એટલે તેને રાજકીય રંગ આપવાની જરૂર નથી. આ મુદ્દે કેટલાક રાજ્યોએ તો કાયદા પણ બનાવ્યા છે, પરંતુ આ મામલો અમુક રાજ્યોનો નથી. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની બેન્ચે આ અંગે દાખલ અરજી પર સુઓમોટો કરી હતી. આ કેસમાં કોર્ટે એટર્ની જનરલ આર. વેંકટમણિને સહકાર આપવાનું પણ કહ્યું છે. હવે આગામી સુનાવણી સાતમી ફેબ્રુઆરીએ થશે.

આ અરજી વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરી છે. કોર્ટે કેન્દ્રને સાતમી ફેબ્રુઆરી સુધી જવાબ આપવાનું કહ્યું છે. ઉપાધ્યાય તરફથી હાજર વકીલ અરવિંદ દાતારે કહ્યું કે, ધર્મ પરિવર્તન રોકવા કેન્દ્રીય કાયદો નથી. તમિલનાડુ સરકાર તરફથી હાજર વકીલ પી. વિલ્સને કહ્યું કે, અમારે ત્યાં આવા ધર્માંતરણનો સવાલ જ નથી. અરજી રાજકીય લાભ ખાટવા કરાઇ છે. આ અંગે જસ્ટિસ શાહે કહ્યું કે, આમાં રાજકારણ વચ્ચે ના લાવો. કર્ણાટકમાં ધર્માંતરણ ના થતું હોય તો સારી વાત છે.

સમાન નાગરિક સંહિતાઃ રાજ્યને પડકારતી અરજી ફગાવાઇ
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ અને ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા સમિતિ રચવાના રાજ્ય સરકારોના નિર્ણયોને પડકારતી જનહિત અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હા રાવની બેન્ચે કહ્યું કે, આ અરજીઓનો કોઇ આધાર નથી, એટલે તેના પર વિચાર નહીં કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...