• Gujarati News
  • National
  • For The Third Day In A Row, More Than 150 Patients Died; 85 In Maharashtra And 22 In Gujarat

દેશમાં 4711 મોત:સતત ત્રીજા દિવસે 150થી વધારે દર્દીના મોત;મહારાષ્ટ્રમાં 85 અને ગુજરાતમાં 22 મોત થયા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં કોરોનાથી સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં 1982 લોકોના મોત થયા છે - Divya Bhaskar
દેશમાં કોરોનાથી સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં 1982 લોકોના મોત થયા છે
  • ગુરુવારે ઉત્તર પ્રદેશમાં 15, દિલ્હીમાં 13 અને તમિલનાડુમાં 12 લોકોના મોત થયા
  • સૌથી વધારે 1982 મોત મહારાષ્ટ્રમાં, બુધવારે દેશમાં રેકોર્ડ 188 દર્દીના મોત થયા

દેશમાં કોરોના વાઈરસને લીધે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સતત ત્રીજા દિવસે 150થી વધારે દર્દીના મોત થયા છે. ગુરુવારે 176 દર્દીના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં 1982 દર્દીના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 960 દર્દીના મોત થયા છે. બુધવારે 188 લોકોના મૃત્યુ થયું હતું. એક દિવસમાં આ સૌથી મોટો આંક હતો.

ગુરુવારે મહારાષ્ટ્રમાં 85, ગુજરાતમાં 22 અને દિલ્હીમાં 13 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત ગુરુવારે ઉત્તર પ્રદેશમાં 15, દિલ્હીમાં 13, તમિલનાડુમાં 12, મધ્ય પ્રદેશમાં 8, રાજસ્થાનમાં 7, પશ્ચિમ બંગાળમાં 6, તેલંગાણામાં 4, હરિયાણા, કેરળ,જમ્મુ-કાશ્મીર તથા આંધ્ર પ્રદેશમાં 1-1 દર્દીના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...