• Gujarati News
  • National
  • For The Squallin That Kills 1.2 Million Sharks Every Year, The Formula Was Created In A Lab

નવી ફોર્મ્યુલા:જે સ્ક્વેલિન માટે દર વર્ષે 12 લાખ શાર્કની હત્યા કરાય છે, તે ફોર્મ્યુલા લેબમાં બનાવી

જોધપુરએક મહિનો પહેલાલેખક: મનોજ કુમાર પુરોહિત
  • કૉપી લિંક

યુનેસ્કોના મતે, સૌંદર્ય પ્રસાદનની પ્રોડક્ટ, દવાઓ અને કોરોનાની રસી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સ્ક્વેલિન માટે દર વર્ષે 12થી 13 લાખ શાર્ક માછલીની હત્યા કરાય છે. એક શાર્કના લિવરમાંથી 100થી 150 મિલિલિટર સ્ક્વેલિન મળે છે.

આઈઆઈટી જોધપુરના વિજ્ઞાની પ્રો. રાકેશ શર્માએ જંગલી વનસ્પતિઓ અને રાજસ્થાનની માટી પર પ્રક્રિયા કરીને સ્ક્વેલિન તૈયાર કર્યું છે. આ સંશોધનને હાલમાં જ પેટન્ટ પણ મળી છે. હવે તેના મોટા પાયે ઉત્પાદનની પણ તૈયારી ચાલી રહી છે. આ સ્ક્વેલિનનો ઉપયોગ કોરોના રસીની બાય પ્રોડક્ટ તરીકે પણ થાય છે.

શાર્કમાંથી બનતી સ્ક્વેલિનની કિંમત પ્રતિ કિલો રૂ. 10 લાખ છે, જ્યારે લેબમાં તૈયાર સ્ક્વેલિનની કિંમત ઘણી ઓછી છે. સ્ક્વેલિનનો ઉપયોગ જે ઉત્પાદનોમાં થાય છે, તેનું ઉત્પાદન તેના વિના શક્ય નથી.

ધતુરો, આક, રતનજ્યોત અને ખેજડીના બીજમાંથી બનાવાયું
પ્રો. શર્માના મતે, સ્ક્વેલિન ના તો અન્ય સ્રોત છે અને ના તો વિકલ્પ છે. લેબમાં તે તૈયાર કરવા ધતુરો, આક, રતનજ્યોત અને ખેજડીના બીજનો ઉપયોગ કરાયો છે. તેની સાથે રાજસ્થાની માટીને પણ ઉત્પ્રેરક તરીકે સામેલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...