તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • For The Sixth Day In A Row, More Than 50,000 Patients Were Found, With Over Five And A Half Million Active Cases Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં કોરોના:સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું પંજાબ સરકાર બેદરકારી દાખવી રહ્યું છેે, પર્યાપ્ત તપાસ નથી કરી રહ્યાં

નવી દિલ્હી2 મહિનો પહેલા
પંજાબમાં સંક્રમણના દરમાં એકાએક થયેલા વધારા પછી સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો કે પંજાબ ન તો પર્યાપ્ત સંખ્યામાં તપાસ કરી રહ્યું છે કે ન તો કોરોના વાયરસના સંક્રમિત લોકોને તાત્કાલિક કોરોન્ટિન કરવાની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે. - Divya Bhaskar
પંજાબમાં સંક્રમણના દરમાં એકાએક થયેલા વધારા પછી સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો કે પંજાબ ન તો પર્યાપ્ત સંખ્યામાં તપાસ કરી રહ્યું છે કે ન તો કોરોના વાયરસના સંક્રમિત લોકોને તાત્કાલિક કોરોન્ટિન કરવાની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે.
  • મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે કોરોના સંક્રમિત થયા
  • દિલ્હી સરકારે કહ્યું, હાલમાં પ્રાથમિક શાળાઓ ખોલવામાં નહીં આવે

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ બેકાબૂ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને પંજાબ સહિત કેટલાંક રાજ્યોમાં અનેક પ્રતિબંધો છતાં સંક્રમણનો દર ઝડપથી વધી રહ્યો છે. આ સાથે જ દેશમાં એક વખત ફરી સક્રિય મામલા 5.40 લાખની પાર પહોંચી ગયા છે. પંજાબમાં સંક્રમણના દરમાં એકાએક થયેલા વધારા પછી સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો કે પંજાબ ન તો પર્યાપ્ત સંખ્યામાં તપાસ કરી રહ્યું છે કે ન તો કોરોના વાયરસના સંક્રમિત લોકોને તાત્કાલિક કોરોન્ટિન કરવાની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે કોરોના સંક્રમિત થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પત્ની રશ્મિ ઠાકરે કોરોના સંક્રમિત
​​​​​​​
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે કોરોના સંક્રમિત થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને 100% ICU બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે. કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે. હોસ્પિટલોમાં દર્દીઓની સીધા દાખલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મુંબઈની સ્થિતિ અતિ ગંભીર બની છે. ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે.
મુંબઈની સ્થિતિ અતિ ગંભીર બની છે. ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે.

સતત છઠ્ઠા દિવસે 50,000થી વધી દર્દી મળ્યા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 56,119 નવા કોરોના ચેપ લાગ્યા હતા. 36,983 સાજા થયા અને 266 મૃત્યુ પામ્યા. આ પ્રકારે સક્રિય કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 18,883નો વધારો થયો છે. અત્યારસુધીમાં દેશમાં લગભગ 1.21 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, 5.37 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

દેશમાં સતત છ દિવસથી 50,000થી વધુ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે, તેમાંથી ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે આ આંકડો 60,000ને પાર થઈ ગયો.

કોરોનાં અપડેટ્સ

  • અમદાવાદના ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં સંક્રમિતોનો આંકડો 70એ પહોંચ્યો છે. અમદાવાદ મ્યુ. ડેપ્યુટી હેલ્થ અધિકારી ડો. મેહુલ આચાર્યએ આ બાબતે પુષ્ટિ કરી હતી.
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને તેમના પત્ની નૂતન ગોયલે મંગળવારે દિલ્હીના હાર્ટ એન્ડ લંગ્સ ઇન્સ્ટીટ્યુટમાં કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે કહ્યું હતું કે બંને ભારતીય વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. લોકો વ્હોટ્સએપ યુનિવર્સિટી દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે અને યોગ્ય લોકો વેક્સિન મુકાવે.
  • નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે હાલમાં જ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી હતી.
  • દિલ્હી સરકારે કહ્યું હતું કે હાલમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે નહીં. પંજાબ, પુડુચેરી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન સહિત ઘણાં વધુ રાજ્યોએ પણ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
  • પંજાબની તમામ શાળાઓ અને કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. પંજાબ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 4 મે અને 20 એપ્રિલથી શરૂ થશે.
  • ગુજરાત સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢની તમામ શાળાઓને 10 એપ્રિલ સુધી ફક્ત ઓનલાઇન વર્ગો લેવાનું કહ્યું છે. તામિલનાડુ સરકારે પણ રાજયની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

7 મુખ્ય રાજ્યની હાલની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર: ગત દિવસ કરતાં 10 હજાર ઓછા કેસ સામે આવ્યા
સોમવારે અહીં 31,643 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 20,854 સાજા થયા, જ્યારે 112 લોકોનાં મોત થયાં. છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં 10 હજારનો ઘટાડો જોવા મળ્યો. આ પહેલાં રવિવારે 40,414 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 27.45 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાંથી 23.53 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 54,283 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં 3.36 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ : 59 લોકોનાં મોત, મહારાષ્ટ્ર બાદ બીજા નંબર પર
અહીં સોમવારે 2,868 નવા દર્દી સામે આવ્યા હતા. 2,583 લોકો સાજા થયા, જ્યારે 59 લોકોનાં મૃત્યુ થયાં. તેના કરતાં વધુ 102 લોકોનાં મોત મહારાષ્ટ્રમાં થયા હતા. પંજાબમાં અત્યારસુધીમાં 2.34 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2.03 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,749 લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે હાલમાં 24 હજાર 143 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ: એક્ટિવ કેસ 15,000ને પાર
સોમવારે અહીં 2,323 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 1349 લોકો સ્વસ્થ થયા, જ્યારે 9 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.91 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.71 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 3,967 મૃત્યુ પામ્યા છે. હાલમાં 15,150 લોકો સારવાર હેઠળ છે.

4. ગુજરાત : મૃત્યુનો આંક 4,500 પર પહોંચ્યો
સોમવારે અહીં 2,252 નવા દર્દી મળી આવ્યા હતા. 1,731 દર્દી સાજા થયા, જ્યારે 8 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.03 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2.86 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,500 દર્દી મૃત્યુ પામ્યા છે અને હાલમાં 12,041 લોકો સારવાર લઈ રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ અહીં 407 કેસ નોંધાયા હતા, ત્યારથી દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે.

5. દિલ્હી: આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ લોકો સંક્રમિત મળ્યા
સોમવારે અહીં 1,904 નવા કેસ આવ્યા હતા. આ વર્ષે એક જ દિવસે દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલાં 29 માર્ચના રોજ 1,881 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અહીં 1,411 દર્દી સાજા થયા અને 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અહીં અત્યારસુધીમાં 6.59 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, 6.40 લાખ લોકો સાજા થયા અને 11,012 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 8,032 સારવાર હેઠળ છે.

6. હરિયાણા : 4 દિવસ બાદ 1000થી ઓછા કેસ નોંધાયા
સોમવારે અહીં 995 નવા દર્દીઓ મળી આવ્યા, 801 સાજા થયા અને 2 મૃત્યુ પામ્યા. આ પહેલાં અહીં સતત 3 દિવસથી નવા દર્દીની સંખ્યા 1000થી વધુ હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 2.88 લાખ લોકો આ મહામારીથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.76 લાખ લોકો સાજા થયા છે અને 3,143 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં હાલમાં 9,312 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

7. રાજસ્થાન : 5 દિવસ સતત વધારા બાદ નવા કેસમાં ઘટાડો
અહીં સોમવારે 902 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 267 દર્દી સાજા થયા. આ પહેલાં અહીં સતત 5 દિવસથી નવા કેસ વધારો નોંધાઈ રહ્યો હતો. રવિવારે આ આંકડો 1,081 રહ્યો હતો. રાજ્યમાં અત્યારસુધી 3.31 લાખ દર્દીઓ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.20 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,813 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 7794 દર્દી સારવાર હેઠળ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો