દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. સતત બીજા દિવસે કોરોનાના 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. શનિવારે 8,582 કેસ સામે આવ્યા છે જ્યારે એકનું મોત નિપજ્યું છે. સૌથી વધુ 2,922 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. કેરળમાં 2,471 અને દિલ્હીમાં 795 કેસ સામે આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 43,128 થઈ છે.
શનિવારે દેશમાં કુલ 3.16 લાખ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા. તો ડેઈલ પોઝિટિવિટી રેટ 2,71% નોંધાયા છે. વીકલી પોઝિટિવિટી રેટ 2.02% નોંધાયા છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં 4.32 કરોડ લોકો સંક્રમિત થયા છે.
195 કરોડથી વધુ વેક્સિનના ડોઝ લગાડવામાં આવ્યા
હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ દેશમાં કોવિડ વેક્સિનેશન અભિયાન અંતર્ગત શનિવાર સુધીમાં 195 કરોડથી વધુ વેક્સિનના ડોઝ લગાડવામાં આવ્યા છે. તો શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં 11 લાખ વેક્સિન ડોઝ લગાડવામાં આવ્યા છે.
હાલ ચોથી લહેર કહેવું ઉતાવળિયું ગણાશેઃ ICMR
આ સાથે જ ICMR એક્સપર્ટ સમીરન પાંડાએ શુક્રવારે કહ્યું કે આ વેરિઅન્ટ ચિંતાનજક અને ખતરનાક નથી. આ પહેલી વખત નથી કે કોઈ એક્સપર્ટે આ વાત કરી હોય, આ પહેલાં પણ અનેક એક્સપર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી ભારતમાં નવા કોરોના વેરિઅન્ટની જાણ નથી થતી ત્યાં સુધી ચોથી લહેરની સંભાવના નથી. એક્સપર્ટનું માનવું છે કે લોકો અલગ અલગ જગ્યાએ જઈને યાત્રા કરી રહ્યાં છે અને તે પણ કોરોનાના વધતા કેસનું એક મોટું કારણ હોય શકે છે. હાલ કોવિડ સંક્રમણને જોતાં લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.
સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં, પોઝિટિવિટી રેટ 7.07% રેટ
દેશમાં સૌથી 2,922 સંક્રમિત મહારાષ્ટ્રમાંથી મળ્યા છે. તો એકમાત્ર મોત પણ મહારાષ્ટ્રમાં જ નોંધાયું છે. અહીં ગત દિવસોમાં 1,392 લોકો રિકવર થયા છે. અહીં એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 14,558 છે. આ પહેલાં શનિવારે અહીં 3,081 નવા કેસ સામે આવ્યા હતા.
દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 795 નવા કેસ
રાજધાની દિલ્હીમાં ગત દિવસોમાં 24 કલાકમાં કોરોનાના 795 નવા કેસ નોંધાયા છે, જ્યારે 556 લોકો સ્વસ્થ થયા છે. જો કે સારી વાત એ છે કે અહીં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. અહીં કોરોનાના 2,247 એક્ટિવ કેસ છે. આ સાથે જ મૃત્યુદર 4.11% નોંધાયો છે.
હરિયાણામાં અત્યાર સુધીમાં કુલ 10 લાખ લોકો સંક્રમિત થયા
હરિયાણામાં ગત દિવસોમાં કોરોનાના 411 નવા સંક્રમિતની પુષ્ટિ થઈ. આ સાથે જ અહીં એક્ટિવ કેસની સંખ્યા 1,525 થઈ ગઈ છે. અહીં મહામારીની શરૂઆતથી જ અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકો સંક્રમિત થયા છે, જ્યારે 10 હજાર 621 લોકોના મોત નિપજ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.