તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકાજની મમત:પ્રજા માટે હું મોદીના પગે પડી શકું પણ અપમાન સહન ન કરુંઃ મમતા

કોલકાતા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંગાળમાં ચૂંટણી પૂર્ણ પણ રાજકારણ હજુ ચાલુ
  • મુખ્ય સચિવને દિલ્હી બોલાવવાનો નિર્ણય પાછો ખેંચો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે કેન્દ્ર સરકાર સામે નિશાન તાકતાં કહ્યું કે કેન્દ્ર સરકાર બદલાની રાજનીતિ કરી રહી છે. મને કહ્યું હોત તો હું બંગાળની પ્રજાના હિત માટે વડાપ્રધાનના ચરણસ્પર્શ પણ કરી લેત પણ અપમાન સહન નહીં કરું. મમતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવવાનો નિર્ણય પાછો ખેંચે. તેમનો શું વાંક છે?

તેમને કોરોના સંકટ દરમિયાન લોકો માટે કામ કરવાની છૂટ આપો. મમતાએ આરોપ મૂક્યો કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતત શાહ રાજ્ય સરકાર માટે ડગલે ને પગલે મુશ્કેલી ઊભી કરી રહ્યાં છે. મોદી-શાહ વિધાનસભા ચૂંટણીના પરાજયને પચાવી શકી રહ્યાં નથી.

મમતાએ વાવાઝોડા અંગે વડાપ્રધાનની સમીક્ષા બેઠકમાં હાજર ન રહેવા અંગેના વિવાદ પર ટિપ્પણી કરતાં કહ્યું કે આ બેઠક વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ વચ્ચે થવાની હતી. ભાજપના નેતાઓને તેમાં કેમ સામેલ કરાયા?

ગુજરાત અને ઓડિશામાં વાવાઝોડાને લઇને સમીક્ષા બેઠકો કરાઈ હતી. ત્યાં વિપક્ષના નેતાઓને કેમ સામેલ કરાયા નહોતા? ઉલ્લેખનીય છે કે શુક્રવારે વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત બંગાળ અને ઓડિશાના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમાં રાજ્યપાલ ધનખડ અને રાજ્યમાં વિધાનસભાના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને પણ બોલાવ્યા હતા જેનાથી મમતા નારાજ થઇ ગયા હતા.

મુખ્યમંત્રી, મુખ્ય સચિવે પીએમનું અપમાન કર્યું : સુવેન્દુ અધિકારી

પ.બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મમતાના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે બંગાળના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે વડાપ્રધાનનું અપમાન કર્યું. બંને બેઠકમાં મોડેથી પહોંચ્યા. જોકે વિપક્ષના નેતા અને વાવાઝોડાથી પ્રભાવિત નંદીગ્રામના ધારાસભ્ય તરીકે મને બોલાવાયો હતો. પણ મુખ્યમંત્રીએ જે કર્યું તેની ટીકા માટે મારી પાસે શબ્દો ની. તે તેમનો અહંકાર અને ક્ષુદ્ર રાજકારણ બતાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...