તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • For The Fourth Day In A Row, More Than 4 Lakh New Cases Were Reported; 4,091 People Died, A Record 3.86 Lakh Were Recovered

કોરોના દેશમાં:પદ્મ વિભૂષણ મૂર્તિકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મોહાપાત્રાનું નિધન, સતત ચોથા દિવસે 4 લાખથી વધુ નવા કેસ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • સતત ચોથા દિવસે પણ ચાર લાખથી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યા

દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4 લાખ 3 હજાર 626 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ સતત ચોથી વાર હતું જ્યારે એક જ દિવસમાં 4 લાખથી વધુ કેસ આવ્યા હતા. નવા કેસની સાથે મૃત્યુની વધતી સંખ્યા પણ ચિંતાનું કારણ બની રહી છે. શનિવારે, દેશમાં કોરોનાને કારણે 4,091 લોકોનાં મોત થયાં. જો કે, રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 86 હજાર 207 લોકો સાજા પણ થયા. આ એક જ દિવસમાં સાજા થનાર લોકોની સૌથી મોટી સંખ્યા છે.

આ વચ્ચે ઓરિસ્સાના જાણીતા મૂર્તિકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મોહાપાત્રાનું રવિવારે નિધન થઈ ગયું છે. તેઓ ગત સપ્તાહે કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદથી તેમની સારવાર ભુવનેશ્વરના AIIMSમાં ચાલી રહી હતી. 1943માં જન્મેલા મોહાપાત્રા પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત હતા.

જાણીતા મૂર્તિકાર રઘુનાથ મોહાપાત્રા ગત અઠવાડીયે કોરોનાથી સંક્રમિત થયા હતા.
જાણીતા મૂર્તિકાર રઘુનાથ મોહાપાત્રા ગત અઠવાડીયે કોરોનાથી સંક્રમિત થયા હતા.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 4.03 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 4,091

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.86 લાખ

અત્યાર સુધીમાં કુલ કેસ: 2.22 કરોડ

અત્યાર સુધી સાજા થયા: 1.83 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.42 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 37.32 લાખ

સતત 8 માં દિવસે 3 લાખથી વધુ દર્દીઓ સાજા થયા
રિકવરી રેટ એટલે કે સાજા થનાર દર્દીઓની વાત કરીએ તો દેશમાં 1 મેથી સતત 3 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે. covid19india.org ના ડેટા અનુસાર 1 મે ના રોજ3.08 લાખ, 2 મે ના રોજ 3 લાખ, 3 મેના રોજ 3.18 લાખ, 4 મેના રોજ 3.37 લાખ, 5 મેના રોજ 3.30 લાખ, 6 મેના રોજ 3.27 લાખ, 7 મેએ 3.27 લાખ દર્દીઓ અને 8 મેના રોજ રેકોર્ડ 3.86 લાખ દર્દીઓસાજા થયા છે.

15 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશના 15 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, અને મિઝોરમનો સમાવેશ થાય છે. અહીં ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. એટલે કે અહીં પ્રતિબંધો છે, પરંતુ છૂટ પણ છે. આમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ગોવા, તામિલનાડુ અને ગુજરાત સામેલ છે.

આવતીકાલથી તામિલનાડુમાં લોકડાઉન
કોરોનાને કારણે, તમિળનાડુ સરકારે 10 મેથી બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. 10 થી 24 મે દરમિયાન તમિળનાડુમાં સંપૂર્ણ લોકડાઉન થશે. કરિયાણા, રાશનની દુકાન બપોરે

12 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી છે. અન્ય રાજ્યોથી આવતા લોકોએ પહેલા ઇ-નોંધણી કરાવવી પડશે. પર્યટન સ્થળોની યાત્રા પર પ્રતિબંધ રહેશે.

આ ફોટો ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉનો છે. અહીં ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોરોનાની તપાસ માટે સેમ્પલ લઈ રહેલ આરોગ્ય કર્મચારી.
આ ફોટો ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉનો છે. અહીં ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોરોનાની તપાસ માટે સેમ્પલ લઈ રહેલ આરોગ્ય કર્મચારી.

કોરોના અપડેટ્સ

  • કોરોનાથી ચાલી રહેલા લડાઈ સામે એક રાહત ભર્યા સમાચાર છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ શનિવારે ડ્રગ 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ (2-DG) દવાને કોરોનાની સારવાર માટેની ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. આ એક કોરોનાના દર્દી માટે વૈકલ્પિક સારવાર હશે
  • કોરોનાની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટે દેશમાં દવાઓ અને ઓક્સિજનના પુરવઠાને લઈને એક ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સ દવાઓની ઉપલબ્ધતા માટે જરૂરી પગલાં સૂચવશે. સાથે જ તે રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરવા માટે વૈજ્ઞાનિક અને વ્યવહારિક ફોર્મ્યુલા પણ તૈયાર કરશે.
  • આરોગ્ય મંત્રાલયે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દર્દીઓની દાખલ કરવાની નીતિમાં ફેરફાર કર્યો છે. કોવિડ સેન્ટરમાં દાખલ થવા માટે દર્દીઓને પોઝિટિવ રિપોર્ટ બતાવવો જરૂરી રહેશે નહીં. એટલે કે, હવે શંકાસ્પદ દર્દીઓ પણ કોવિડ સેન્ટરમાં દાખલ થઈ શકશે. તેમને શંકાસ્પદ દર્દીઓના વોર્ડમાં રાખવામાં આવશે.
  • બિહાર સરકારે ખાનગી લેબમાં હાઇ રીઝોલ્યુશન સીટી સ્કેન માટેના દર નક્કી કર્યા છે. એક જ સ્લાઈસ CT મશીન માટે 2500 અને મલ્ટિ સ્લાઈસ મશીન માટે 3000 રૂપિયા આપવા પડશે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
શનિવારે 56,578 લોકો પોઝિટિવ સામે અવાયા હતા. 82,266 લોકો સાજા થયા અને 864 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 50.53 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી, 43.47 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 75,277 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 6.28 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. ઉત્તરપ્રદેશ
શનિવારે અહીં 26,636 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 34,721 લોકો સાજા થયા અને 297 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 14.80 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. તેમાંથી 12.19 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 15,170 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. 2.45 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે 17,364 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 20,160 લોકો સાજા થયા અને 332 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 13.10 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાં12.03 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 19,071 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 87,907 ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
​​​​​​​શનિવારે, 12,239 લોકોને કોરોના પોઝિટિવ મળી અવાયા હતા. 12,198 લોકો સ્વસ્થ થયા અને 223 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.42 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.01 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,381 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1.30 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
​​​​​​​શનિવારે રાજ્યમાં 11,892 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 14,366 લોકો સ્વસ્થ થયા અને 119 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.69 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5.18 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,273 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1.43 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
શનિવારે રાજ્યમાં 11,598 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 4,445 લોકો સ્વસ્થ થયા અને 90 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.60 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5.51 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,334 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 1.02 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.