ચારધામ:કેદારનાથનો માર્ગ પહેલીવાર પગપાળા યાત્રાળુઓથી જામ

દહેરાદૂનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 મહિનામાં 14 લાખ શ્રદ્ધાળુ, 7 મહિનામાં 34 લાખનો રેકોર્ડ
  • સરકારે કહ્યું- હોટલ બુકિંગ ના હોય, તો યાત્રા ના કરો, નહીં તો મુશ્કેલી પડશે

ચારધામ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓ આવવાના તમામ પાછલા રેકોર્ડ તૂટી રહ્યા છે. એક જ મહિનામાં આ યાત્રા માટે 14 લાખ શ્રદ્ધાળુ આવી ચૂક્યા છે. સાત મહિના ચાલનારી આ યાત્રામાં 2019માં 34 લાખ શ્રદ્ધાળુ આવ્યાનો રેકોર્ડ છે. ત્યાર પછી કોરોનાના કારણે આ યાત્રા બે વર્ષ ફક્ત સાંકેતિક યાત્રા જ થઈ તહી. આ યાત્રા ઓક્ટોબર સુધી ચાલે છે.

પહેલીવાર કેદારનાથ ધામના રસ્તામાં પગપાળા ચાલનારા યાત્રીઓથી પણ જામ લાગી રહ્યા છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની આ યાત્રાના રજિસ્ટ્રેશન માટે ઘણી જહેમત ઉઠાવવી પડી રહી છે.

બીજી તરફ, અનેક લોકોને ધામોમાં રહેવા માટે હોટલ કે હોમ સ્ટેનું બુકિંગ પણ નથી મળી રહ્યું. તંત્રએ પહેલાં જ સ્પષ્ટતા કરી કહ્યું છે કે જો રહેવાની વ્યવસ્થા ના થઈ હોય તો યાત્રા કરવાનું ટાળજો, જેથી શ્રદ્ધાળુઓએ વધુ કોઈ મુશ્કેલી ઉઠાવવી ના પડે. ઉત્તરાખંડના પ્રવાસન સચિવ દિલીપ જાવલકરે કહ્યું કે, આ વખતે યાત્રીઓ આવવાના પાછલા તમામ રેકોર્ડ તૂટી શકે છે.

હજારો પરિવારો માટે યાત્રા રોજગારી બની, 30 હજારથી વધુ લોકોને કામ મળ્યું
ઋષિકેશના ચાર ધામ માટે રોજ હજારો વાહનોમાં આશરે 50 હજાર શ્રદ્ધાળુ રવાના થઈ રહ્યા છે. તેનાથી એ હજારો ચહેરા પર હાસ્ય પાછું ફર્યું છે, જે બે વર્ષથી બેરોજગાર હતા. ઉત્તરાખંડ પ્રવાસન વિભાગના મતે, આ યાત્રા રૂટ પર પાંચ હજારથી વધુ વેપારી એકમો છે. તેમાં ઢાબા, હોટલ, હોમ સ્ટે, કરિયાણાની દુકાનો, મિકેનિક વગેરે સામેલ છે. આ યાત્રાથી કુલ 30 હજાર લોકોને રોજગારી મળી છે.
કોરોનાના કારણે બે વર્ષથી અહીં ધંધા-વેપાર ઠપ હતા. કેટલાક પરિવાર વતન છોડીને શહેરોમાં મજૂરી કરવા જતા રહ્યા હતા. હવે તેઓ પાછા ફર્યા છે.

ચારધામ રૂટ પરનાં અનેક ગામો સમૃદ્ધ થઈ રહ્યાં છે
ચારધામ રૂટ પરનાં અનેક ગામમાં હિજરત ચાલુ હતી. હવે આ ગામમાંથી પસાર થતાં રસ્તા પર પણ ઢાબા ખૂલી ગયા છે. રતુડા ગામમાં ઢાબા ચલાવતા રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે તેઓ દિલ્હીના દિલશાદ ગાર્ડનમાં હોટલમાં કામ કરતા હતા, પરંતુ હવે તે પાછા ફર્યા છે. હવે લાગે છે કે શહેરોમાં કામ માટે જવું નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...