તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • For The First Time Since The Partition, The Indian Army Is Ready For Military Exercises. Can Go

ભારત-પાક શાંતિ વાર્તા:પાકિસ્તાનને 73 વર્ષમાં 4 યુદ્ધમાં હરાવ્યું, હવે તેમની જ સાથે યુદ્ધનો અભ્યાસ કરી શકે છે ભારતીય સેના

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • ભારત-પાક.ની વાટાઘાટો શરૂ, સિંધુ નદીના પાણી અંગે ચર્ચા
  • 30 માર્ચે વિદેશમંત્રીઓ વચ્ચે મુલાકાત શક્ય

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ સુધરવાની દિશામાં એકસાથે અનેક સ્તરે સકારાત્મક ઘટનાક્રમ શરૂ થયો છે. અઢી વર્ષ બાદ પહેલીવાર પાકિસ્તાની અધિકારીઓનું જૂથ દિલ્હી પહોંચ્યું અને મંગળવારે સિંધુ નદી જળ વિભાજન પર સ્થાયી આયોગની બે દિવસીય બેઠક શરૂ થઈ. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આ બેઠક સાથે જ બંને દેશના સંબંધ સુધરવાની શક્યતા સર્જાઈ છે. પુલવામા હુમલાના જવાબમાં બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પહેલીવાર ભારત-પાકિસ્તાનના અધિકારીઓ સામસામે મુલાકાત કરી રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને જણાવ્યું હતું કે અત્યારે ઘણુંબધું પાઈપલાઈનમાં છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના બેનર હેઠળ પબ્બી ક્ષેત્રમાં આતંકવિરોધી યુદ્ધાભ્યાસ થશે અને ભારતીય સેના તેમાં ભાગ લેશે. હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ આ કાર્યક્રમમાંથી ભારત પાછળ નહીં હટે, કારણ કે એસસીઓ રશિયા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન અને ભારત રશિયાને નારાજ કરવા નથી ઈચ્છતું. ભારતના ભાગલા પછી ઈતિહાસમાં પહેલીવાર ભારતીય સેના પાકિસ્તાનમાં આવા મૈત્રીભર્યા અભ્યાસમાં સામેલ થશે. ભારત અને પાકિસ્તાનની વાટાઘાટો પાટા પર લાવવા યુએઈ અને સાઉદી અરબે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આરબ દેશોની મધ્યસ્થી પછી ત્રણ મુદ્દે સંમતિ
1. બંને દેશના નેતા આકરાં નિવેદન નહીં આપે. પાક. નવેસરથી શરૂઆત કરશે અને ભારત તેમને સ્વીકારશે.

2. ભારતમાં સીએએ વિરોધ જેવા દેખાવોને પાકિસ્તાનથી ફન્ડિંગના પ્રમાણ મળશે તો વાટાઘાટો રોકી દેવાશે.

3. ભારત બલુચિસ્તાન મુદ્દે કોઈપણ મંચ પર હાલ કોઈ અવાજ નહીં ઉઠાવે.

આ 3 બાબત સારા સંબંધોનો આધાર બની

1. સંઘર્ષ વિરામનું 25 ફેબ્રુઆરી પછી ઉલ્લંઘન નહીં
25 ફેબ્રુઆરીએ બંને દેશની સેનાના ઉચ્ચ અધિકારીએ હોટલાઈન પર વાત કરી હતી. એમાં નક્કી થયું હતું કે સરહદે સંઘર્ષ વિરામ સુનિશ્ચિત કરીશું. ત્યારથી બંને તરફની તોપો એકદમ શાંત છે. 1થી 25 ફેબ્રુઆરી સુધી વિરામના ઉલ્લંઘનની 255 ઘટના નોંધાઈ. એ પહેલાં જાન્યુઆરીમાં પાકે. 336 વાર સંઘર્ષ વિરામ તોડ્યો હતો.
2. બંને દેશના નેતા આકરાં નિવેદન નહીં કરે
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને સેનાવડા કમર બાજવા સતત નરમાશ રાખી રહ્યા છે. ઈમરાન ખાન કોરોના પોઝિટિવ થયા પછી વડાપ્રધાન મોદીએ પણ તેમને ઝડપથી સાજા થવા શુભેચ્છા આપી. ખાસ વાત એ છે કે ભારતમાં પણ પાંચ રાજ્યની ચૂંટણીના માહોલમાં એકેય નેતા પાકિસ્તાનમુદ્દે કોઈ નિવેદન નથી કરતા.
3. મોદીએ ઈમરાનને પાકિસ્તાન દિવસે શુભેચ્છા આપી
દિલ્હીસ્થિત પાક. દૂતાવાસમાં મંગળવારે પાકિસ્તાન દિવસ ઊજવાયો. નરેન્દ્ર મોદીએ ઈમરાન ખાનને શુભેચ્છા પાઠવી. પાક.ના રાજદૂતે પણ દૂતાવાસમાં ઝડપથી નિમણૂકો થવાની વાત કરી.

પાક. સૈન્ય આતંક-ISI પર લગામ રાખે તો શાંતિ શક્ય
ભારત-પાકિસ્તાનના સંબંધને લઈને શરૂ થયેલા ઘટનાક્રમમાં ઘણાબધા ‘જો અને તો’ છે. હવે પાકિસ્તાનની નેતાગીરી અને તેમની સેનાની નિયતની પરીક્ષા છે. પાછલા અનુભવોમાંથી આપણે શીખ્યા છીએ કે તાત્કાલિક દબાણમાં પાકિસ્તાન આવા નિર્ણયો કરે છે, પરંતુ આતંકવાદને લાંબી વ્યૂહનીતિનો હિસ્સો બનાવવાનો પાકિસ્તાનના નેતાઓનો મોહ છૂટતો નથી. છેવટે સંબંધ બગડે છે. આમ છતાં ભારતીય સેના યુદ્ધાભ્યાસ કરશે, તો આ ઐતિહાસિક ઘટના હશે. હવે પાકિસ્તાની સેનાએ ત્યાંનાં આતંકી જૂથો અને આઈએસઆઈની ગતિવિધિઓ પર લગામ રાખવી પડશે. એવું થાય તો શાંતિ શક્ય છે.