તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • For The First Time Since May, Kerala Recorded More Than 31,000 Infections In 24 Hours, Killing 215 Patients; The Positivity Rate Increased To 19%

કેરળમાં કોરોના કેસોમાં ઉછાળો:મે મહિના પછી પહેલીવાર કેરળમાં 24 કલાકમાં 31 હજારથી વધુ સંક્રમિતો નોંધાયા, 215 દર્દીના મોત; પોઝિટિવિટી રેટ 19% થયો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

કેરળમાં બુધવારે કોરોના સંક્રમણના ભયજનક આંકડા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 31,445 કોરોના સંક્રમિતો મળી આવ્યા છે. સંક્રમણને કારણે 215 દર્દીઓના મોત થયા છે. જે પછી હાલ રાજ્યમાં 1.7 લાખ એક્ટિવ કેસો છે.

કેરળનો પોઝિટિવિટી રેટ પણ 19.03 ટકા થઈ ગયો છે. પાછલા દિવસે કોરોનામાંથી 20,271 લોકો સાજા થયા છે. કેરળમાં અત્યાર સુધીમાં 38,83,000થી વધુ કોરોના કેસ નોંધાયા છે અને કોરોનાથી 19,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વેક્સિનેશનને ઉદ્દેશીને કહ્યુ હતું કે ભારતે દેશમાં 60 કરોડ વેક્સિનેશનનો આંકડો પાર કરી લીધો છે. તેમણે એમ પણ ઉમેર્યુ હતુ કે દરેક સ્કૂલોમાં 5 સપ્ટેમ્બર પહેલા તમામ શિક્ષકોનું વેક્સિનેશન કરવામાં આવે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે રાજ્યને વેક્સનનો પૂરવઠો ઉપલબ્ધ કરવાની સાથે વેક્સિનના 2 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે. અમે દરેક રાજ્યોમાં 5 સપ્ટેમ્બર પહેલા શિક્ષકોનું વેક્સિનેશન થાય તેનો પ્રયાસ કરવાનું કહ્યું છે.

દેશમાં ફરી વધ્યા કોરોના કેસ
દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતે બુધવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 37,593 નવા કોરોના કેસ નોંધ્યા હતા અને કોરોના સંક્રમિત 648 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. દેશમાં સક્રિય કેસ ઘટીને 3.22 લાખ થઈ ગયા છે. અગાઉ કોરોનાના 25,467 કેસ નોંધાયા હતા. 24 કલાકમાં કોરોનામાંથી 34,169 લોકો સાજા થયા છે, એટલે કે ગઈકાલે 2776 એક્ટિવ કેસોમાં વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...