ભારતીય વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન શલીઝા ધામીને પાકિસ્તાન સરહદે તહેનાત વૉર યુનિટનું સુકાન સોંપાયું છે. વર્ષ 1932માં રચાયેલી ભારતીય વાયુસેનાના 90 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલાને કોમ્બેટ યુનિટના કમાન્ડરની ફરજ સોંપાઈ છે. ધામી 2003માં વાયુસેનામાં હેલિકોપ્ટર પાયલટ તરીકે સામેલ થયા હતા. કુલ 2800 કલાકની ઉડાનનો અનુભવ ધરાવતા ધામી કોમ્બેટ યુનિટના સેકન્ડ ઈન કમાન્ડ રહી ચૂક્યા છે.
શલીઝા ધામી ફ્લાઈંગ બ્રાન્ચમાં પરમેનેન્ટ કમિશન મેળવનારા દેશના પહેલા મહિલા અધિકારી છે. હવે તેઓ કમાન્ડર તરીકે એક મિસાઈલ યુનિટનું સંચાલન કરશે. આ યુનિટ પંજાબમાં તહેનાત રહેછે. સૈન્ય નિષ્ણાતોનું માનવું છે કે, મહિલા કમાન્ડરને આટલી મોટી જવાબદારી સોંપવાનો વાયુસેનાનો આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે.
શહીક કરતાર સિંહ સરાભાના ગામમાં બાળપણ વીત્યું
ગ્રૂપ કેપ્ટન શલીઝા ધામી પંજાબના લુધિયાણા જિલ્લાના એ જ સરાભા ગામમાં ઉછર્યા છે, જ્યાં શહીર કરતાર સિંહ સરાભાનો જન્મ થયો હતો. ધામીએ અહીં જ સરકારી સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. બાદમાં તેઓ કોલેજમાં એનસીસીમાં એરવિંગમાં પણ સક્રિય રહ્યા. ત્યાર પછી બીએસસીનો અભ્યાસ પૂરો પણ ના કર્યો કે, એરફોર્સમાં પસંદ થઈ ગયા. આ દરમિયાન તેમણે બીએસસી પૂર્ણ કર્યું અને એરફોર્સમાં સારા હોદ્દે નિમણૂક મેળવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.