• Gujarati News
  • National
  • For The First Time In The History Of The Air Force, Paralyzed Cadets Were Paralyzed After Jumping Off A Plane.

અનોખું સ્થાન:એરફોર્સમાં પ્રથમ વખત દિવ્યાંગ કેડેટ્સ સામેલ, પ્લેનમાંથી કૂદ્યા બાદ નીચેનો હિસ્સો લકવાગ્રસ્ત થયો હતો

હૈદરાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યોગેશ યાદવ - ફાઇલ તસવીર - Divya Bhaskar
યોગેશ યાદવ - ફાઇલ તસવીર

દેશમાં પ્રથમ વખત દિવ્યાંગ કેડેટને એરફોર્સમાં સામેલ કરાયો છે. દિવ્યાંગ કેડેટ યોગેશ યાદવને વિશેષ કિસ્સામાં ધ્યાનમાં રાખીને અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. એરફોર્સમાં સામેલ થવાના થોડા દિવસો પહેલા ફ્લાઈંગ કેડેટ યોગેશ યાદવ 2018માં મિલિટરી ટ્રેનિંગ વખતે એરક્રાફ્ટ ઉડાવતા હતા, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે તેમણે પ્લેનમાંથી કૂદવું પડ્યું હતું. પેરાશૂટથી કૂદવા છતાં લગભગ 200 મીટર ઉપરથી કૂદકો માર્યા બાદ તેમના શરીરનો નીચેનો હિસ્સો લકવાગ્રસ્ત થઈ ગયો હતો.

આ પછી તેને મેડિકલ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે યોગેશનું પાઈલટ બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. પરંતુ યાદવે હાર ન માની. તે તાલીમ પૂર્ણ કરવા માટે લડ્યો.તેણે પોતાનો કોર્સ પૂરો કરવા માટે એરફોર્સ પાસે પરવાનગી માંગી. સંરક્ષણ મંત્રાલય તરફથી વિશેષ પરવાનગી મળ્યા બાદ તેઓ શનિવારે એરફોર્સની એકાઉન્ટ્સ શાખામાં ફ્લાઈંગ ઓફિસર તરીકે જોડાયા હતા.

આ અગાઉ એનડીએ, આઈએમએ, એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન કેડેટ ઘાયલ થતાં તેને એપોઈન્ટમેન્ટ આપવામાં આવતી ન હતી. સંરક્ષણ મંત્રાલયના રેકોર્ડ અનુસાર, દેશમાં 1985થી અત્યાર સુધીમાં 448 દિવ્યાંગ કેડેટ્સ છે, જેમને તાલીમ દરમિયાન કાઢી મૂકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...