• Gujarati News
  • National
  • For The First Time In The Country, IIM Udaipur Will Conduct Research With AIIMS And IIT To Know The Public Opinion

ભાસ્કર વિશેષ:દેશમાં પહેલીવાર લોકોનો મત જાણવા માટે IIM ઉદયપુર, એઇમ્સ અને IIT સાથે જ રિસર્ચ કરશે

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી યોજના બનાવતા પહેલાં જ પાસ થશે કે ફેલ તે જાણી શકાશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) ઉદયપુર રાજ્ય સરકારના સહયોગથી જયપુરમાં દેશની પહેલી એક્સપેરિમેન્ટલ લેબ સ્થાપિત કરવા જઇ રહ્યું છે. રૂ.1.5 કરોડના ખર્ચથી તૈયાર થનારી આ લેબમાં વિશેષજ્ઞો માનવ મગજ અને શારીરિક ક્રિયા વિજ્ઞાનથી સંબંધિત સ્ટડી કરશે. તેનાથી લોકોના વિચારો અંગે અગાઉથી જાણીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને અમલી બનાવવા માટે કવાયત કરાશે.

IIM ડાયરેક્ટર પ્રો. અશોક બેનરજી જણાવે છે કે સરકાર નવી યોજનાઓ લાગુ કરવા માટે કરોડો ખર્ચ કરીને ફીડબેક સરવે કરાવે છે. યોજના નિષ્ફળ અથવા તેમાં ખામીને કારણે નુકસાન થાય છે. સરકારની છબી પણ ખરડાય છે. રાજસ્થાન સરકાર આ સમસ્યાના સમાધાન માટે એક્સપેરિમેન્ટલ લેબ સ્થાપિત કરી રહી છે. જેથી સંબંધિત યોજનાઓ લાગુ થયા બાદ નિષ્ફળ ન નિવડે. IIM ડાયરેક્ટર પ્રો. બેનરજી જણાવે છે કે પ્રદેશના મુખ્ય સચિવ ઉષા શર્મા સાથે જયપુરમાં લેબ ખોલવા માટે વિસ્તૃત ચર્ચા કરાઇ છે. પ્લાન અપ્રૂવ થઇ ચૂક્યો છે. તેઓ પોતે જ મોનિટરિંગ કરી રહ્યા છે.

CSના નિર્દેશ પર લેબને સ્થાપિત કરવા માટે એચસીએમ રીપા જયપુર જઇને 4000 સ્કવેર ફૂટનું ભવન જોઇ ચૂક્યા છે. સીએસ એપ્રિલ સુધી CM અશોક ગેહલોત પાસે લેબનું ઉદઘાટન કરાવવા માંગે છે. લેબ મારફતે પહેલાથી લાગુ યોજનાઓ અને લોકોના અસલી વ્યવહાર તેમજ વિચાર અંગે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં મદદ લઇ શકાશે.

લેબમાં આધુનિક ઉપકરણોથી જનતાનું મન
લેબનું સંચાલન જોધપુર એમ્સ અને IIT મળીને કરશે. ચુનંદા લોકો સાથે વિશેષજ્ઞોની ટીમ યોજનાઓ પર વિસ્તારથી ચર્ચા કરશે. વ્યક્તિના ભાવ, બ્લડપ્રેશર, આંખો, મગજમાં ક્રિયા સહિત શરીરમાં થનારી દરેક ઊથલપાથલને FMRI, ફેસ ડિટેક્ટર, આઇ ટ્રેકર, આઇ કેપ્ચર, ઇસીજી જેવાં અત્યાધુનિક ઉપકરણોથી ડિટેક્ટ કરાશે. જે અંગે સંબંધિત વ્યક્તિને જાણ નહીં થાય. મેડિકલ સાયન્સથી સંબંધિત આ ઉપકરણ 30 કમ્પ્યુટર સિસ્ટ સાથે જોડાયેલું રહેશે.

અન્ય સમાચારો પણ છે...