• Gujarati News
  • National
  • For The First Time In The Country, A Booster Dose Of A Separate Vaccine Will Be Approved, Given To Adults Who Have Taken Covishield Or Covaccine.

કોર્બેવેક્સના બૂસ્ટર ડોઝને મંજૂરી:દેશમાં પહેલી વખત અલગ વેક્સિનના બૂસ્ટર ડોઝને મંજૂરી, કોવિશિલ્ડ કે કોવેક્સિન લીધી હશે તેવા વયસ્કોને અપાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે બુધવારે બોયોલિજકલ ઈ કંપનીની કોર્બેવેક્સ વેક્સિનને બૂસ્ટર ડોઝની જેમ ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન વેક્સિનના ડોઝ જેમને લીધા હશે તેવા વયસ્ક બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકશે. એવું પહેલી વખત થયું છે, જ્યારે બૂસ્ટર ડોઝ માટે પહેલા આપવામાં આવેલી વેક્સિન સિવાય અન્ય કોઈ વેક્સિન દેશમાં આપવામાં આવશે.

નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશન (NTAGI)એ 2 ઓગસ્ટે હેલ્થ મિનિસ્ટ્રીથી કોર્બેવેક્સના બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. ભારતની પહેલી સ્વદેશ રીતે તૈયાર થયેલી RBD પ્રોટીન સબયૂનિટ વેક્સિન કોર્બેવેક્સના ઉપયોગને હાલ 12થી 14 વર્ષના એજ ગ્રુપના ટીનએજને વેક્સિનેશનેટ કરવામાં થઈ રહ્યો છે.

બીજો ડોઝ લીધાના 6 મહિના બાદ લઈ શકાશે

ગાઈડલાઈન મુજબ આ વેક્સિન લેવા માટે બીજા ડોઝ પછી 6 મહિના કે 26 સપ્તાહનો ગેપ હોવો જરૂરી છે.
ગાઈડલાઈન મુજબ આ વેક્સિન લેવા માટે બીજા ડોઝ પછી 6 મહિના કે 26 સપ્તાહનો ગેપ હોવો જરૂરી છે.

કોવેક્સિન કે કોવિશિલ્ડ વેક્સિન લીધી હોય તેવા વયસ્ક, બીજો ડોઝ લીધાની તારીખથી 6 મહિના કે 26 સપ્તાહ પછી જ કોર્બેવેક્સ લઈ શકે છે. જાણકારી મુજબ બૂસ્ટર ડોઝ તરીકે હાલની ગાઈડલાઈનમાં ટૂંક સમયમાં જ કોઈ ફેરફાર જાહેર કરવામાં આવી શકે છે. કોવિન પોર્ટલ પર કોર્બેવેક્સના બૂસ્ટર તરીકે લેવા માટેની ગાઈડલાઈન્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

જુલાઈમાં કોવિડ વર્કિંગ ગ્રુપે સ્ટડી કરી હતી
કોવિડ વર્કિંગ ગ્રુપ (CWG)એ 20 જુલાઈની બેઠકમાં ડબલ બ્લાઈન્ડ રેડમાઈઝ્ડ ફેઝ-3 ક્લિનિકલ સ્ટડીના ડેટાનો રિવ્યૂ કર્યો હતો. જેના આધારે વયસ્કને આપવામાં આવ્યા બાદ તેના અસરની તપાસ કરવામાં આવી. જે બાદ રિઝલ્ટ્સમાં CWGએ જોયું કે કોર્બેવેક્સ વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવ્યા પછી એન્ટીબોડીમાં વધારો થયો છે.

ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 4 જૂને કોર્બેવેક્સને 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી હતી.

10 એપ્રિલથી તમામ વયસ્કોને બૂસ્ટર ડોઝની મંજૂરી મળી
દેશમાં 10 જાન્યુઆરીથી હેલ્થ કેર, ફ્રંટલાઈન વર્કર્સને અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ હતી. 16 માર્ચથી 12-14 વર્ષના બાળકો માટે વેક્સિનેશન અભિયાન શરૂ કરાયું હતું. આ દિવસે 60 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝની મંજૂરી આપવામાં આવી. દેશમાં 10 એપ્રિલથી 18 વર્ષથી વધુની ઉમંરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝની મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...