તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈષ્ણોદેવી:કોરોનાકાળમાં પહેલીવાર એક દિવસમાં 13 હજાર શ્રદ્ધાળુ પહોંચ્યા

કટરા2 મહિનો પહેલાલેખક: મોહિત કંધારી
 • નવ મહિના પછી જમ્મુ-કાશ્મીરનું વૈષ્ણોદેવી મંદિર ફરી ખૂલ્યું, બજારોમાં અવર-જવર વધી

દેશમાં કોરોના વાઈરસ નિયંત્રણમાં છે. રસીકરણ જલદી શરૂ થશે. તેની સાથે જ ધાર્મિક પર્યટન પણ વધવા લાગ્યું છે. કોરોનાકાળના નવ મહિનામાં પહેલીવાર જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીનું દરબાર શ્રદ્ધાળુઓથી ઝગમગી ઊઠ્યું છે. સ્થાનિક બજારોમાં અવર-જવર વધી ગઈ છે. અહીં બેઝ કેમ્પના રજિસ્ટ્રેશન કાઉન્ટર પર ત્રણ દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ખાસ્સો વધારો નોંધાયો છે. 23 ડિસેમ્બરે 6500થી વધુ શ્રદ્ધાળુઓએ વિશેષ પૂજા કરી હતી. 25 ડિસેમ્બરની સાંજે આ આંકડો 10 હજારને વટાવી ગયો.

27 ડિસેમ્બરે તો કોરોનાકાળના સર્વાધિક 13 હજાર શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓનું આગમન જોઈ ટૂર ઓપરેટર અને હોટેલ ઈન્ડસ્ટ્રીને આશા છે કે જલદી જ રોનક પાછી ફરશે. ખરેખર કોવિડ-19 પ્રતિબંધોને લીધે પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશનથી જ યાત્રાની મંજૂરી અપાતી હતી. 1 નવેમ્બરથી રોજ 15 હજાર લોકોની મર્યાદા નક્કી કરાઈ. ધસારાને જોતાં શ્રાઈન બોર્ડ સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે સ્પૉટ રજિસ્ટ્રેશન કરવા લાગ્યું. જોકે આંતરરાજ્ય બસ સેવા શરૂ ન હોવા અને મર્યાદિત ટ્રેન હોવાથી શ્રદ્ધાળુઓ પહોંચી શકી રહ્યા નથી. કટરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ રાકેશ વજીરે કેન્દ્રશાસિત તંત્રને અપીલ કરી કે તે શ્રદ્ધાળુઓને સરહદથી હટાવી દે. જોકે નિયમિત ટ્રેન સેવા શરૂ થવાથી પણ શ્રદ્ધાળુઓ વધવાની આશા છે.

રેલવે નવા વર્ષમાં વધુ 5 ટ્રેન શરૂ કરવા જઈ રહ્યું છે. વજીરે જણાવ્યું કે વર્તમાનમાં શ્રદ્ધાળુ એ જ દિવસે પાછા ફરી રહ્યાં છે. અમુક જ હોટેલમાં રોકાયા છે. એક હોટેલના સુપરવાઈઝર અંકુશ કુમાર કહે છે કે રોજ ગ્રાહકોના ફોન આવે છે. તે આવવા માગે છે પણ બસ સેવા ન હોવાથી આવી શકતા નથી. શ્રાઈન બોર્ડના સીઇઓ રમેશ કુમાર કહે છે કે નવા વર્ષે વિશેષ પૂજા માટે સરેરાશ 50 હજાર શ્રદ્ધાળુ આવતા હતા. ઘેર બેઠા આરતીના લાઈવ દર્શન માટે મોબાઇલ એપ અને પ્રસાદની હોમ ડિલીવરીની વ્યવસ્થા કરાઈ હતી. અત્યાર સુધી 15 હજાર પેકેજ ડિલીવર થઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો