• Gujarati News
  • National
  • For The First Time In History, Durga Puja Will Be Performed By Women Priests In Public.

કોલકાતા:ઈતિહાસમાં પહેલીવાર સાર્વજનિક દુર્ગા પૂજા મહિલા પૂજારીઓ કરાવશે; પૂજામાં શ્લોક, મંત્રોચ્ચાર સાથે રવિન્દ્ર સંગીત પણ હશે

કોલકાતા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પૂજાની નવી પરંપરા - ડાબેથી પોલોમી, સેમાંતી, નંદિની અને રુમા. - Divya Bhaskar
પૂજાની નવી પરંપરા - ડાબેથી પોલોમી, સેમાંતી, નંદિની અને રુમા.
  • દ. કોલકાતા ક્લબે આ વખતે પૂજાની થીમ ‘દેવીમાંની પૂજા માતાઓ દ્વારા’ રાખી છે

આ નવરાત્રિ નિમિત્તે કોલકાતામાં એક નવું ઉદાહરણ સ્થાપિત થવા જઈ રહ્યું છે. ઈતિહાસમાં પહેલીવાર સાર્વજનિક દુર્ગા પૂજા ચાર મહિલા પૂજારી દ્વારા કરાવાશે. દુર્ગા પૂજામાં ઈનોવેશનની ઓળખ બની ચૂકેલી દક્ષિણ કોલકાતા ક્લબે આ નિર્ણય કર્યો છે.

આ ક્લબમાં પૂજા કરાવનારી 66 પલ્લી પૂજા સમિતિના વડા પ્રદ્યુમન મુખરજી કહે છે કે, આવું પહેલા ક્યારેય નથી થયું કે, ખૂંટી પૂજા એટલે કે પંડાલ બનાવવાની શરૂઆતની પૂજાથી વિજયા દશમી સુધી કોઈ મહિલા પૂજારીએ પૂજા કરી હોય. જોકે, અમારી ક્લબમાં ચાર મહિલાની ટીમ આ પરંપરા શરૂ કરશે. તેમની પૂજા કરાવવાની પદ્ધતિ જુદી છે. આ પૂજા સાથે મંત્રોની સાથે રવિન્દ્ર સંગીત, રજનીકાંતા, દ્વિજેન્દ્ર ગીતો જેવા વિવિધ શૈલીનું ગીત-સંગીત પણ પીરસાશે.

ડૉ. નંદિની ભૌમિક, રુમા રોય, સેમાંતી બેનરજી અને પૌલોમી ચક્રવર્તી એક દસકાથી શહેરમાં લગ્નો, ગૃહ પ્રવેશ જેવા મહત્ત્વના આયોજન કરાવે છે, પરંતુ એવું પહેલીવાર થયું છે કે તેઓ પૂજારી તરીકે પૂજા કરશે. પ્રદ્યુમન મુખરજી કહે છે કે, અમને લાગે છે કે, આજના યુવાનોને ધર્મગ્રંથોની વ્યાખ્યા આ રીતે આપવાની ખાસ જરૂર છે. મને આશા છે કે, આ પરિવર્તનને લોકો સ્વીકારશે. એટલે આ વખતે પૂજાની થીમ જ ‘દેવીમાની પૂજા માતાઓ દ્વારા’ એવી રખાઈ છે.

બીજી તરફ, નંદિની ભૌમિક કહે છે કે, અમે પુરોહિતાઈને એક કળામાં બદલવા માટે વ્યાપક સ્તરે સંશોધન કરી રહ્યા છે. આ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે, આજકાલ અનેક લોકો પૂજાવિધિમાં રસ લઈને સામેલ થવાના બદલે અન્ય ગતિવિધિ સાથે જોડાવાનું વધુ પસંદ કરે છે. અમારો હેતુ આવા લોકોને પણ પૂજાવિધિમાં રસ લેતા કરવાનો છે. આ સંઘર્ષ પર પણ ફિલ્મ: નંદિની ભૌમિકના જીવન અને કામમાંથી પ્રેરણા લઈને ફિલ્મ ‘બ્રહ્મા જાનેન ગોપોન કોમ્મોટી’ એટલે કે ‘બ્રહ્મા જ જાણે, ગુપ્ત કામ કયા’ પણ બની છે. આ ફિલ્મના મુખ્ય પાત્રના લગ્ન એક સંકીર્ણ માનસિકતા ધરાવતા પરિવારમાં થઈ જાય છે, જ્યાં પૂજાપાઠ અને ધાર્મિક પ્રથાઓમાં મહિલાઓને સ્થાન નથી અપાતું. આ પડકારોને દૂર કરવાના સંઘર્ષ પર આ ફિલ્મ બનાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...