તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • For The First Time In 94 Days, China Has Admitted That Its Troops Were Killed In The Galwan Valley

ગલવાનમાં ભારત-ચીન સીમા વિવાદ:94 દિવસ પછી ચીને પહેલીવાર સ્વીકાર્યું કે ઝપાઝપીમાં તેમના સૈનિકોનાં પણ મોત થયાં છે

એક મહિનો પહેલા
જૂનના અંતમાં ભારત-ચીન સૈનિકો સામસામે આવ્યા હતા.
  • ચીન સરકારે મૃતક સૈનિકોના પરિવારજનોને અંતિમ સંસ્કાર પણ ન કરવા દીધા
  • રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન વિશે ગ્લોબલ ટાઇમ્સના એડિટરે ટ્વીટ કરી વાત સ્વીકારી

થોડાં સપ્તાહ પહેલાં ચીનની સરકારે ગલવાન ખીણમાં તેમના સૈનિકોના અંતિમ સંસ્કાર કર્યા હોવાની વાત નકારી દીધી હતી, કારણ કે તેઓ દુનિયાને જણાવવા નહોતા ઈચ્છતા કે સીમા પર ભારત સાથેની ઝપાઝપીમાં તેમના સૈનિકોનાં મોત થયાં છે. જોકે હવે ચીનની સરકારે પહેલીવાર આ વાત સ્વીકારી છે કે જૂનમાં ગલવાન ખીણમાં થયેલી ઝપાઝપીમાં તેમના સૈનિકોનાં પણ મોત થયાં છે. ચીનના ન્યૂઝ પેપર ગ્લોબલ ટાઈમ્સના એડિટરે સ્વીકાર્યું છે , ગલવાન ખીણમાં ચીનની સેનાને પણ નુકસાન થયું છે. અમુક જવાનોના જીવ ગયા છે.

ગ્લોબલ ટાઈમ્સે કર્યો ખુલાસો
ગ્લોબલ ટાઈમ્સના એડિટર ચીફ હુ ઝિજિને રક્ષામંત્રી રાજનાથ સિંહના એક નિવેદનને ટ્વીટ કરીને લખ્યું છે કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, ગલવાન ખીણની ઝપાઝપીમાં ચીની સેનામાં મૃતકોની સંખ્યા ભારતના 20ના આંકડાથી ઓછી હતી. એટલું જ નહીં, ભારતે કોઈ ચીની સૈનિકને બંધક બનાવ્યા નથી. નોંધનીય છે કે ગ્લોબલ ટાઈમ્સ ચીનના પીપલ્સ ડેઈલીનું અંગ્રેજી ન્યૂઝ પેપર છે અને ચીનની સત્તાધારી પાર્ટી ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું જ પબ્લિકેશન છે.

ચીને આ વાત ત્યારે સ્વીકારી જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં ચીન સીમા પર ચાલી રહેલા તણાવ વિશેની માહિતી દેશને આપી. રાજનાથે કહ્યું હતું કે ભારત દરેક નિયમો અને સમજૂતીનું પાલન કરે છે, પરંતુ ચીન તરફથી તેનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

ચીને મૃત સૈનિકોના પરિવારજનોને અંતિમ સંસ્કાર પણ ન કરવા દીધા
થોડા સપ્તાહ પહેલાં ચીનની સરકારે ગલવાન ખીણમાં મૃત્યુ પામેલા ચીનના જવાનોના પરિવારજનોને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમના અંતિમ સંસ્કાર ન કરે અને કોઈ અંગત કાર્યક્રમ પણ આયોજિત ન કરે. ચીન સરકાર આવું કરીને ગલવાન ખીણમાં થયેલી ઘટનાને છુપાવવા માગતી હતી. ચીનમાં આવેલી અમેરિકન ખાનગી કંપનીનાં સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ખાનગી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનની સિવિલ અફેર્સ મિનિસ્ટ્રીએ ગલવાન ખીણમાં મૃત્યુ પામેલા ચીની સૈનિકોના પરિવારોને કહ્યું હતું કે તેઓ અંતિમ સંસ્કારની પરંપરાગત પદ્ધતિ હમણાં ટાળે.

ચીની મંત્રાલયે એવું પણ કહ્યું હતું કે જો કોઈને અંતિમ સંસ્કાર કરવા હોય તો તેઓ સૂમસામ વિસ્તારમાં જઈને કરી શકે છે. અંતિમ સંસ્કાર પૂરા કર્યા પછી કોઈપણ સમારોહ આયોજિત ન કરે. જોકે સરકારે કોરોના વાઈરસ સંક્રમણ ફેલાવાનો ડર બતાવીને અંતિમ સંસ્કાર ન કરવા કહ્યું છે. બીજિંગમાં સરકાર ઈચ્છે છે કે ચીનમાં ગલવાન ખીણમાં થયેલી ઝપાઝપી અને એમાં મૃત્યુ પામેલા લોકો વિશે ઓછામાં ઓછા લોકોને ખબર પડવી જોઈએ.

ચીનને ઈજ્જત ગુમાવવાનો ડર
ચીનને ડર છે કે જો ગલવાન ખીણમાં થયેલી ઝપાઝપી અને મૃત્યુ પામેલા સૈનિકોની વાત સમગ્ર ચીન અથવા આંતરરાષ્ટ્રીય સોશિયલ મીડિયામાં ફેલાશે તો પીપલ્સ લિબરેશન આર્મીની પરાણે ઊભી કરેલી ધાક ધૂળમાં મળી જશે. તેથી જ તેઓ તેમના જવાનોના અંતિમ સંસ્કાર પણ છુપાવવા માગે છે. જોકે ચીનના લોકોમાં ગલવાન ખીણની વાત ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ધી ગાર્ડિયને જૂનના અંતમાં એક રિપોર્ટમાં લખ્યું હતું કે ભારતીય જવાનોની શહીદી અને તેમના અંતિમ સંસ્કારના વિડિયો ચીનના લોકો પાસે સોશિયલ મીડિયાથી પહોંચી રહ્યા છે.

ચીનના લોકો ભારતીય જવાનોના સન્માન- અંતિમ સંસ્કાર જોઈને અંદર અંદર એવી વાત કરી રહ્યા છે કે ચીની સૈનિકોનું શું થયું. ચીનના મૃત્યુ પામેલા સૈનિકોને આ રીતે સન્માન કેમ આપવામાં ન આવ્યું? ત્યારે આ વિશે ચીનની સરકારે જવાબમાં કહ્યું, મહામારીના સમયમાં સરકારે અંતિમ સંસ્કારની પરંપરાગત પદ્ધતિઓ રોકી દીધી છે. દુનિયાના નિષ્ણાતોનું માનવું છે કે ચીનની આ ચુપકીદી અને શાંતિથી અંતિમ સંસ્કાર કરવાની વાત જણાવે છે કે તેઓ ટૂંક સમયમાં અંતિમ સંસ્કારનો નવો કાયદો લાગુ કરી દેશે. બીજિંગમાં બેઠેલી સરકાર નથી ઈચ્છતી કે ચીનના લોકોને ગલવાન ખીણમાં થયેલી હરકતો વિશે જાણ થાય.

અહીં ચીની અને ભારતીય સૈનિકો સામસામે આવી ગયા હતા.
અહીં ચીની અને ભારતીય સૈનિકો સામસામે આવી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો