• Gujarati News
  • National
  • For The First Time In 20 Years, Hussain Was Caught Near The LOC, Considering A Terrorist As His Own Citizen

પાકિસ્તાને આતંકીનું શબ સ્વીકાર્યું:20 વર્ષમાં પહેલીવાર આતંકીને પોતાના નાગરિક માન્યા, LOCની નજીક પકડાઇ ગયો હતો હુસૈન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતે પાકિસ્તાનને સોમવારે લશ્કર-એ-તૈયબાના આતંકીનું શબ સોંપ્યું. ખાસ વાત એ હતી કે 20 વર્ષમાં પહેલી વાર પાકિસ્તાને એક આતંકીને પોતાનો નાગરિક માન્યો છે. સેનાના એક અધિકારીએ કહ્યું કે પાકિસ્તાને આની પહેલાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ પોતાના નાગરિકોનાં શબ લેવાનો ઇન્કાર કર્યો છે.

પાકિસ્તાનના કબજાવાળું (POK)ના કોટલીના સબ્જકોટ ગામનો નિવાસી તબારક હુસૈને (32) પાછલા મહિને 21 ઓગસ્ટના રાજોરીના નૌશેરા સેક્ટરથી LOC પરથી ઘૂસવાની કોશિશ કરતા પકડાઇ ગયો હતો. આ દરમિયાન તેને પગમાં અને ખભા પર ગોળી વાગી હતી. સુરક્ષાદળોએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. સૌનિકોએ તેનો જીવ બચાવવા માટે ત્રણ બોટલ રક્તદાન પણ કર્યું હતું.

હોસ્પિટલમાં કર્ડિયાક એરેસ્ટથી મોત
પૂછપરછ દરમિયાન હુસૈને ભારતીય ચોકી પર હુમલાના ષડ્યંત્રનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તેની સાથે ચાર આતંકીઓ મોકલવામાં આવ્યા હતા. એ દરમિયાન પાછલા શનિવારે એટલે કે 3 સપ્ટેમ્બરે રાજૌરીની એક હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટ (હાર્ટએટેક)થી હુસૈનનું મૃત્યુ થયું હતું. રવિવારે પોસ્ટમોર્ટમ સહિતની બધી કાર્યવાહી પૂરી કરવામાં આવી. ત્યારબાદ પાકિસ્નાની સેનાનો સંપર્ક કરવામાં આવ્યો.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે હુસૈનના મૃત્યુના બે દિવસ બાદ તેનું શબ પાકિસ્તાનને સોંપવામાં આવ્યું. સોમવારે ઊારતીય સેનાએ પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ચાકન દા બાગ ચાર રસ્તા પર પોલીસ અને સિવિલ અધિકારીઓની હાજરીમાં શબ પાકિસ્તનને સોંપવામાં આવ્યું.
ડો. મનમીત કૌરે જણાવ્યું કે, અમને સૂચના મળી હતી કે એક શબ પાકિસ્તાનને સોંપવાનું છે. અમે શબ સવારે આશરે 11.06 વાગે શબ તેમને સોંપી દીધું.

હુમલો કરવા માટે પાકિસ્તાને આપ્યા હતા 30 હજાર રૂપિયા
હુસૈને પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેને અને તેના ત્રણ સાથીઓને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના કર્નલ યુનુસ ચૌધરીએ LOC ક્રોસ કર્યા બાદ ભારતીય સૈનિકો પર આત્મઘાતી હુમલો કરવા માટે પૈસા અને ચાર પાંચ બંદૂકો આપી હતી. કર્નલે તેને ભારતીય ચોકી પર હુમલો કરવા માટે 30 હજાર પાકિસ્તાની રૂપિયા આપ્યા હતા. ભારતીય સેના સાથેની અથડામણમાં હુસૈનને ગોળી વાગી હતી, જ્યારે તેના સાથી નાસી ગયા હતા.

2016માં પણ પકડાયો થયો હતો
હુસૈન એક ટ્રેન્ડ આતંકવાદી હતો. તેને 2016માં પણ આ જ વિસ્તારમાંથી ભારતીય સેનાએ પકડ્યો હતો. ત્યારે તે તેના ભાઇ હારૂન અલીની સાથે આવ્યો હતો. જોકે ત્યારે તેને સેનાએ માનવતાના ધોરણે છોડી મૂક્યો હતો. તેને નવેમ્બર 2017માં પાકિસ્તાન પાછો મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...