દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ભલે જ નબળી પડી ગઈ હોય, પરંતુ વૈજ્ઞાનિકો થર્ડ વેવ આવશે તેવી શક્યતા વારંવાર વ્યક્ત કરી રહ્યાં છે. ત્રીજી લહેરના ખતરા વચ્ચે અનેક રાજ્યોમાં ફરીથી સ્કૂલ ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે સ્કૂલ ખોલવાને લઈને મોટી વાત કરી છે.
મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ડૉ. ભાર્ગવને સ્કૂલ ખોલવાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે શરૂઆતમાં પ્રાઈમરી સ્કૂલ ખોલી શકાય છે કેમકે નાના બાળકોમાં એડલ્ટની તુલનાએ સંક્રમણ થવાનો ખતરો ઓછો હોય છે. તેઓએ જણાવ્યું કે યુરોપના અનેક દેશોમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પ્રાઈમરી સ્કૂલ શરૂ કરાઈ છે. ત્યારે શરૂઆતમાં પ્રાઈમરી સ્કૂલ અને બાદમાં સેકન્ડરી સ્કૂલ ખોલી શકાય છે. ડૉ. ભાર્ગવે કહ્યું કે એડલ્ટ્સની તુલનાએ નાના બાળકો વાયરસને સહેલાયથી હેન્ડલ કરી શકે છે. નાના બાળકોના લંગ્સમાં ACE રિસેપ્ટર્સ ઓછા હોય છે, જ્યાં વાયરસનો એટેક થાય છે. બાળકોમાં ACE રિસેપ્ટર્સ ઓછા હોય છે, તેથી તેમનામાં ઈન્ફેક્શનનો ખતરો ઓછો જોવા મળ્યો છે. સાથે જ બીજી વાત એ છે કે 6થી 9 ઉંમરના બાળકોમાં 57.2% એન્ટીબોડી જોવા મળી છે, જે લગભગ એડલ્ટની બરોબર છે.
ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાહતના સમાચાર
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં સોમવારે 29,413 કોરોના સંક્રમિતો નોંધાયા છે. તે દરમિયાન 45,345 લોકો કોરોનાથી સાજા થયા અને 372 લોકોએ કોરાનાનાં લીધે પોતાનો જીવ ગુમાવ્યો.
નવા સંક્રમણની જો વાત કરીએ તો, આ આંકડો છેલ્લા 125 દિવસોમાં સૌથી ઓછા છે. આ પહેલા 16 માર્ચએ 28,869 લોકો કોરોના સંક્રમિતોની પુષ્ટિ થઇ હતી. આ જ રીતે રોજના મૃત્યુના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. આ આંકડો પણ છેલ્લા 111 દિવસોમાં સૌથી ઓછો છે. આ પહેલા 30 માર્ચે 355 લોકોના મોત થયા હતાં.
એક્ટિવ કેસોની વાત કરીએ તો, તેમાં છેલ્લા 24 કલાકમાં 16,322નો ઘટાડો નોંધવામાં આવ્યો. દેશમાં હાલ 3 લાખ 99 હજાર 998 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. આ આંકડો પણ છેલ્લા 117 દિવસોમાં સૌથી ઓછો છે. આ પહેલા દેશમાં 24 માર્ચે 3.91 એક્ટિવ કેસ હતા.
દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં
8 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશના 8 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોંડિચેરીનો સમાવેશ થાય છે. અગાઉના લોકડાઉનની જેમ અહીં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં છૂટની સાથે થોડા પ્રતિબંધો છે. તેમાં છત્તિસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.
અપડેટ્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.