અસામાન્ય સુરક્ષા બંદોબસ્ત:પહેલીવાર CAPFના 70 હજાર જવાનો ગુજરાતમાં તહેનાત થશે

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) દ્વારા 70 હજાર જવાનો સાથેની 700 કંપનીઓ તહેનાત કરાશે. જેમાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ સહિતના દળોની 150-150 કંપનીઓ સામેલ છે.

વિધાનસભાની ગત ચૂંટણીમાં 32 હજાર જવાનો સાથેની 300 કંપનીઓ તહેનાત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય એ માટે આટલી મોટી સંખ્યામાં દળો તહેનાત કરાયા છે. ટૂંક સમયમાં આ અંગેનો સર્ક્યુલર જારી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અંદાજે 16,200 જવાનો સાથેની 162 કંપનીઓ પહેલેથી ગુજરાતમાં તહેનાત છે. બાકીના દળો ચાલુ મહિનાના ત્રીજા સપ્તાહમાં રવાના કરવામાં આવશે. રાજ્યમાં 182 બેઠકો માટે 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે તથા બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે.

અન્ય સમાચારો પણ છે...