• Gujarati News
  • National
  • For Fear Of Losing The Vote Bank, Is Mayawati Facing The Congress Instead Of The BJP On The Issue Of Labor?

બસપા-સપાના રાજકારણનું વિશ્લેષણ:શું વોટ બેન્ક ગુમાવવાના ડરથી માયાવતી મજૂરોના મુદ્દે ભાજપની જગ્યાએ કોંગ્રેસ સામે આકરા પાણીએ છે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું- આઝાદી પછી અત્યાર સુધી કરોડો શ્રમિકોની જે દુર્દશા છે તેના માટે કોંગ્રેસ જવાબદાર છે
  • સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે ભાજપ સરકારની કાર્યપ્રણાલીની કિંમત લોકોને તેમના જીવથી ચૂકવવી પડી રહી છે

મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવા માટે બસો પર થયેલા રાજકારણ બાદ બસપા પ્રમુખ માયાવતી ફરી એક વાર કોંગ્રેસ સામે આક્રમક થઇ ગયા છે. તેથી સવાલ એ ઉઠે છે કે ઉત્તરપ્રદેશમાં ચોથા નંબરની પાર્ટીના નિશાના પર કોગ્રેસ શા માટે છે ? બસપા સુપ્રીમો માયાવતીએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે આઝાદી બાદથી અત્યાર સુધી કરોડો શ્રમિકોની જે દૂર્દશા છે તેની અસલ ગુનેગાર કોંગ્રેસ છે. 

બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે ભાજપ સરકારની કાર્યપ્રણાલીની કિંમત લોકોને તેમના જીવથી ચૂકવવી પડી રહી છે. જોકે વિશ્લેષકોનું માનવું છે કે સપાનો સરકાર વિરોધ પણ સોશિયલ મીડિયા પૂરતો સિમિત છે અને ઉત્તરપ્રદેશની જાતિવાદી રાજનીતિમાં માયાવતીને ડર છે કે તેમની વોટ બેન્ક ક્યાંક કોંગ્રેસના ખાતામાં ન જતી રહે. 1990ના દાયકા પહેલા સુધી પ્રદેશમાં કોંગ્રેસના લગાતાર વર્ચસ્વ પાછળ દલિતો, અલ્પસંખ્યકો અને બ્રાહ્મણોની વોટ બેન્ક હતી. બસપાના ઉદય બાદ દલિત કોંગ્રેસથી હટીને બસપા પાસે આવી ગયા, બ્રાહ્મણ ભાજપ પાસે જતા રહ્યા અને અલ્પસંખ્યકો બસપા અને કોંગ્રેસ વચ્ચે વહેચાઇ ગયા હતા. 

2004 બાદ બસપાએ બ્રાહ્મણોમાં સારો પ્રભાવ જમાવ્યો અને સર્વસમાજને જોડવાનો નારો આપી 2007માં સરકાર બનાવવામા સફળ થયાં. ત્યારે તેમને પહેલી વખત 30.4 વોટ અને 206 સીટ મળી. ત્યારબાદથી બસપાનું પ્રદર્શન લગાતર ધરાશાયી થતું રહ્યું છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં 25.9 ટકા વોટ (80 સીટ) મળ્યા, લોકસભા ચૂંટણીમાં 20 ટકા (0 સીટ), 2017 વિધાનસભા ચૂંટણીમાં 22 (19 સીટ) અને ગત વર્ષે લોકસભા ચૂંટણીમાં સપા સાથે ગઠબંધન છતાય 19.3 ટકા વોટ (10 સીટ) મળ્યા.

આ ચૂંટણીમાં ભાજપને 49.6 ટકા અને કોંગ્રેસને માત્ર 6 ટકા વોટ મળ્યા અને તે માત્ર સોનિયા ગાંધીને એકમાત્ર રાયબરેલી સીટ જીતી શકી. તેમ છતા જો બસપા કોંગ્રેસ સામે આક્રમક છે તો તેની પાછળ માયાવતીની દલિત વોટ બેન્ક ખસકીને કોંગ્રેસ પાસે જતી રહેવાનો ડર છે. યાદવ પરિવાર વિરુદ્ધ લગાતાર સંઘર્ષ કરનાર સામાજિક કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદી કહે છે કે સમાજવાદી પાર્ટી ઘણી હદ સુધી નેપથ્યમાં જતી રહી છે. તેનું એક કારણ પાર્ટીના નેતૃત્વ વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિના કેસમાં ચાલી રહેલી CBIની તપાસ અને કોર્ટમાં ચાલી રહેલા કેસ છે. 

ગરીબ અને મજૂરોની રાજનીતિમાં કોંગ્રેસ ભવિષ્ય શોધી રહી છે

  • ‘ઉત્તરપ્રદેશના રાજકારણ પર બાજ નજર રાખતા પ્રયાગરાજ સ્થિત ડોક્ટર ગોવિંદ વલ્લભ પંત સામાજિક વિજ્ઞાન સંસ્થાનમાં પ્રોફેસર બદ્રી નારાયણ કહે છે- કાશીરામે દલિતો સાથે સાથે પછાત અને અન્ય જાતિઓનું એક ઇન્દ્રધનુષીય સંગઠન બનાવ્યું હતું જેને માયાવતીએ માત્ર દલિતોની પાર્ટી બનાવીને રાખી દીધું. હવે જો દલિત પણ તેમને છોડીને જતા રહેશે તો માયાવતીના રાજકારણ માટે અસ્તિત્વનું સંકટ રહેશે. આ જ કારણ છે કે તેઓ ભાજપ કરતા કોંગ્રેસ સામે વધારે આક્રમક છે. હમણા જ પ્રિયંકાએ મજૂરો માટે 1000 બસોની વ્યવસ્થાની ઓફર કરી ત્યારે પણ માયાવતી કોંગ્રેસ વિરુદ્ધ અને યોગી સરકારના પક્ષમા હતાં. ’
  • ‘રાહુલ ગાંધી પણ લગાતાર પ્રવાસી મજૂરો સાથે વાતચીત કરી રહ્યા છે જેને માયાવતી નાટક કહી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના વિદ્યાર્થીઓને બસો ઉપલબ્ધ કરાવવા માટે રાજસ્થાન સરકાર દ્વારા ફી વસૂલવા મુદ્દે પણ તેઓ કોંગ્રેસ સામે આક્રમક થયા. ડો. બદ્રી કહે છે કે કોંગ્રેસ તેના રાજકીય મૂળિયા તરફ જઇ રહી છે. તે જાતિ અને સંપ્રદાયના રાજકારણથી હટીને ગરીબ અને મજૂર વર્ગના રાજકારણમાં ભવિષ્ય શોધી રહી છે. માયાવતીને ડર છે કે શ્રમિકો સાથે દલિત પણ કોંગ્રેસ તરફ આકર્ષિત ન થઇ જાય.’
અન્ય સમાચારો પણ છે...