તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Food Tube Was Not There Since Birth, Even After Operation, Ate Food From Rice Tube, After Three Years Now Normal Food After Successful Operation

જનમનાં 3 વર્ષ પછી બાળકીએ ખાવાનું ખાધું:અન્નનળીમાં કાણું હતું, ટ્યૂબથી અપાતું હતું લિક્વિડ ડાયટ; 4 ઓપરેશન પછી મળી રાહત

23 દિવસ પહેલા

બિકાનેરમાં રહેતી 3 વર્ષની મૈત્રિકાએ પહેલીવાર મોઢેથી ખાવાનું ખાધું છે. આ બાળકીને જન્મથી અન્નનળીમાં કાણું હતું. ખાવાનું સીધુ પેટમાં જવાની જગ્યાએ શરીરના અન્ય હિસ્સામાં જતું હતું. આને ટ્રેકોઇસોફેજિલ ફિસ્ટ્યુલા (tracheoesophageal fistula) રોગ કહેવામાં આવે છે. હવે ચાર ઓપરેશન પછી આ મુશ્કેલી દૂર થઈ છે. અત્યારસુધી બાળકીને રાયલ્સ ટ્યૂબથી લિક્વિડ ડાયટ આપવામાં આવતું હતું.

મૈત્રિકાના ચહેરાની ખુશી જણાવી રહી છે કે તે હવે એકદમ સાજી થઈ ગઈ છે.
મૈત્રિકાના ચહેરાની ખુશી જણાવી રહી છે કે તે હવે એકદમ સાજી થઈ ગઈ છે.

રાયલ્સ ટ્યૂબ જ સહારો
બાળકીને જન્મના બીજા જ દિવસે ઓપરેશનથી અન્નનળી જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એમ છતાં એમાં કાણું રહી ગયું હતું. એને કારણે તેને જે પણ જમવાનું આપવામાં આવતું હતું એ શરીરના અન્ય હિસ્સામાં પહોંચતું હતું. તેને ન્યુમોનિયા થઈ ગયો. ત્યાર પછી તેનું બીજું ઓપરેશન કરવામાં આવ્યું અને અન્નનળીને પેટ સાથે જોડવામાં આવી હતી. નાકમાં રાયલ્સ ટ્યૂબ પણ લગાવવામાં આવી હતી, આથી જ તેને લિક્વિડ ડાયટ આપવામાં આવતું હતું.
અંદાજે છ મહિના પહેલાં પણ ભાસ્કરનો રિપોર્ટર મૈત્રિકાને મળ્યો હતો. તે આઈસક્રીમ ખાવાની જીદ કરતી હતી. પિતા આનંદે તેને સમજાવી તો તે માની ગઈ હતી. તેમણે કહ્યું હતું કે આઈસક્રીમ ખાશે તો રાયલ્સ ટ્યૂબ બદલવી પડશે અને એને કારણે મૈત્રિકાને ઘણું દર્દ થાય છે. આ ટ્યૂબ દર 10-15 દિવસે બદલવામાં આવે છે.

માતા આ રીતે કરાવે છે ભોજન, દર 10-15 દિવસે રાયલ્સ ટ્યૂબ બદલવી પડે છે.
માતા આ રીતે કરાવે છે ભોજન, દર 10-15 દિવસે રાયલ્સ ટ્યૂબ બદલવી પડે છે.

શું છે બીમારી?
હકીકતમાં આ બીમારી જન્મજાત હોય છે. તેને ટ્રેકોઇસોફેજિલ ફિસ્ટ્યુલા રોગ કહેવામાં આવે છે. આ અન્નનળી અને વિન્ડપાઈપ વચ્ચેનું ખોટું કનેક્શન છે. જન્મ પહેલાં જ શરીરમાં આ રોગ થઈ જાય છે. ભોજન પેટમાં પહોંચવાની જગ્યાએ અન્ય જગ્યાઓએ પહોંચતું હતું. એને કારણે ઘણા પ્રકારનાં ઈન્ફેક્શન થઈ શકે છે અને ન્યુમોનિયા કાયમ રહે છે. એટલું જ નહીં, બાળકી કંઈપણ ખાય તો તેને ઊલટી થઈ જતી હતી. પાણી પણ પેટમાં નહોતું ટકતું. સમયસર સારવાર કરવામાં ના આવે તો કિડની, હાર્ટ પર પણ એની અસર થઈ શકે છે.

મૈત્રિકાને જનમથી જ આ બીમારી હતી.
મૈત્રિકાને જનમથી જ આ બીમારી હતી.

આ રોગમાં 30-40% બાળકોના જીવ જતા રહે છે
બિકાનેરના પીએમબી હોસ્પિટલના સિનિયર પીડિયાટ્રિક સર્જન ડૉ. ગિરીશ પ્રભાકરે જણાવ્યું હતું કે આ બીમારીમાં બાળકોને ભોજન કરવામાં ઘણી તકલીફ થાય છે. મૈત્રિકાની આ બીમારી અસામાન્ય છે. હજારો બાળકોમાંથી એકને આ બીમારી થતી હોય છે. 30થી 40 ટકા બાળકોના જીવ જતા રહે છે. તેથી જન્મની સાથે જ જો બાળક દૂધ પીતાંની સાથે જ ઊલટી કરે તો માતા-પિતાએ આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ. મૈત્રિકાના પિતા આનંદનું કહેવું છે કે ડોક્ટર્સની મહેનતને કારણે અમારી બાળકી સાજી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...