• Gujarati News
  • National
  • Food Being Served On Bed, AAP Minister Told Court 28 Kg Weight Loss In Jail; BJP Said It Seems That They Are In The Resort

હવે સત્યેન્દ્ર જૈનનો જેલમાં જમવાનો VIDEO સામે આવ્યો:પલંગ પર ભોજન પિરસાયું, AAPના મંત્રીએ કોર્ટમાં કહ્યું- જેલમાં 28 કિલો વજન ઘટી ગયું

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • ભાજપે કહ્યું- લાગે છે કે તેઓ રિસોર્ટમાં છે

ભાજપે બુધવારે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો નવો વીડિયો જાહેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ તેને જેલમાં ભોજન પીરસતી જોવા મળે છે. આ પહેલાં તેના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ જેલમાં મસાજ કરાવતા જોવા મળી રહ્યા હતા. આ મામલે હવે સવાલ એ ઊઠ્યા કરે છે કે આખરે જેલના વીડિયો બહાર કેવી રીતે આવી જાય છે.

ભાજપે કહ્યું- સત્યેન્દ્ર જૈનને જેલમાં સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. કેજરીવાલે VIP મજા માટે વ્યવસ્થા કરી છે. લાગે છે કે તે જેલમાં નથી, પરંતુ કોઈ રિસોર્ટમાં એન્જોય કરી રહ્યા છે. સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં તિહારમાં સજા ભોગવી રહ્યા છે.

સત્યેન્દ્ર જૈન તિહારમાં મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં છે. જેલમાં મસાજ કરવાના આરોપ પર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની તબિયત ખરાબ છે અને ડોક્ટરની સલાહ પર તેમને ફિઝિયોથેરપી આપવામાં આવી રહી છે. જોકે કેટલાક અહેવાલોમાં જેલ અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે મસાજ કરનાર ફિઝિયોથેરપિસ્ટ નહોતો, પરંતુ બળાત્કારના કેસનો આરોપી હતો.

ભાજપે 4 દિવસમાં જેલના 5થી વધુ વીડિયો જાહેર કર્યા...

1. મસાજના વીડિયો 19 નવેમ્બરે જાહેર થયાઃ દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના ચાર વીડિયો સામે આવ્યા. એ આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર મસાજ કરી રહ્યો છે. EDએ થોડા સમય પહેલાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં છે, VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે. આ વીડિયો 13થી 21 સપ્ટેમ્બરની વચ્ચેનો જણાવવામાં આવી રહ્યો છે.

2. AAPએ કહ્યું હતું કે ફિઝિયોથેરપી આપવામાં આવી રહી છે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વીડિયો બાબતે સત્યેન્દ્ર જૈનની તરફેણમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જૈનની તબિયત ખરાબ છે અને તેઓ ડોક્ટરોની સલાહ પર ફિઝિયોથેરપી લઈ રહ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે તિહારનો વીડિયો કેવી રીતે લીક થયો અને ભાજપ સુધી કેવી રીતે પહોંચ્યો તેમજ જૈનની બીમારીની મજાક ઉડાવવી શરમજનક હોવાનું જણાવ્યું હતું.

3. 23 નવેમ્બરના રોજ દાવો - મસાજ કરનાર પર બળાત્કારનો આરોપ: સમાચાર એજન્સી ANIએ તિહારનાં સત્તાવાર સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે જૈનને મસાજ કરનારી વ્યક્તિ POCSO એક્ટમાં જેલમાં બંધ છે. એક વર્ષ પહેલાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ફિઝિયોથેરપિસ્ટ નથી.

4. ભાજપે VIDEO પર કેજરીવાલને ઘેર્યા
વીડિયો સામે આવ્યા બાદ ભાજપે આમ આદમી પાર્ટીને સ્પા-મસાજ પાર્ટી ગણાવી હતી. ભાજપના નેતાઓએ અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ તિહાર જેલમાં ગેરકાયદે પ્રવૃત્તિનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. ભાજપે કહ્યું હતું કે આ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ ખૂબ જ ખોટો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

5. જૈને અરજી કરી, તેમના વકીલે ED પર આરોપ મૂક્યો
સત્યેન્દ્ર જૈનને મંગળવારે ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્યેન્દ્ર જૈને કોર્ટમાં કહ્યું હતું કે તેમને સારું ભોજન અને પૂરતી મેડિકલ સુવિધા આપવામાં આવતી નથી. જેલમાં રહેવા દરમિયાન તેનું વજન 28 કિલો સુધી ઘટી ગયું છે તેમ તેમના વકીલ રાહુલ મહેરાએ કોર્ટને જણાવ્યું હતું. મુંબઈ હુમલાના દોષી અજમલ કસાબની સુનાવણી પણ ન્યાયી રીતે થઈ હતી. સત્યેન્દ્ર જૈન તેનાથી ખરાબ તો નથી.

અગાઉ રાહુલ મહેરાએ કહ્યું હતું કે કોર્ટના આદેશ અને બાંયધરી છતાં ED મીડિયાને સંવેદનશીલ માહિતી લીક કરી રહી છે. જોકે EDના વકીલ ઝોહૈબ હુસૈને આ આરોપોને નકારી કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...