તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે કોરોના વેક્સિનને લઈને મતભેદો વધી રહ્યા છે. મહારાષ્ટ્રની સરકારે વેક્સિન વિતરણમાં ભેદભાવના આરોપો લગાવ્યા હતા. રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ આરોપ લગાવ્યો હતો કે અમને સપ્તાહમાં માત્ર 17 લાખ ડોઝનો જથ્થો અપાયો છે. જ્યારે યૂપીને 48 લાખ, એમ.પીને 40 લાખ અને ગુજરાતને 30 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. મુંબઈમાં 26 કોરોના સેન્ટરને વેક્સિનના અભાવે બંધ કરવા પડ્યા છે. તેની સાથે અન્ય સેન્ટરમાં પણ માત્ર બે દિવસના જ ડોઝ છે.
મહારાષ્ટ્રમાં કોરોના કહેર એની પીક પર છે; એવામાં કેન્દ્ર સરકારે ત્યાંથી 30 તજજ્ઞોની ટીમને અલગ-અલગ જિલ્લાઓમાં મોકલી છે. આ તમામ ટીમના સદસ્યો કોરોના પર કાબૂ મેળવવા માટે રણનીતિ બનાવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે 8 એપ્રિલના રોજ કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. તેઓએ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ 11 માર્ચના રોજ લીધો હતો.
Maharashtra Chief Minister Uddhav Thackeray took his second dose of #COVID19 vaccine today.
— ANI (@ANI) April 8, 2021
He took the first dose of COVID-19 vaccine on March 11. pic.twitter.com/aPyCDfon5E
મહારાષ્ટ્રમાં 57 હજારથી વધુ દર્દીઓનાં મોત
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે મેં આ નીતિ અંગે કેન્દ્રના આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન સાથે વાતચીત કરી હતી. અમારા રાજ્યમાં સૌથી વધુ કેસ છે, સૌથી વધુ વસ્તી છે અને 57 હજારથી વધુ દર્દીઓનો મોત થયા છે. તેમ છતાં આ પ્રમાણે ભેદભાવ યોગ્ય નથી. તેનો જવાબ આપતા હર્ષવર્ધને સમસ્યાનો ઉકેલ લાવવા અંગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં વેક્સિનની અછતથી રસીકરણ અટક્યું
રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે વેક્સિનની અછતના પગલે સતારા, પનવેલ સહિત ઘણાબધા વિસ્તારોમાં વેક્સિનેશન થંભી ગયું છે. અમે સૌથી વધુ લોકોને વેક્સિન આપી હોવા છતા, મહારાષ્ટ્રને સૌથી ઓછો સ્ટૉક અપાયો હતો. અમે દર સપ્તાહે 40 લાખ કોરોના વેક્સિનના સ્ટૉકની માંગ કરી છે. અમે કેન્દ્રને કોરોના વેક્સિનેશનમાં ઉંમરની સીમાને પણ વધારવા માંગ કરી હતી.
મહારાષ્ટ્રમાં વેક્સિનના ડોઝ સમાપ્ત થવાની કગાર પર
પ્રમુખ સચિવ (સ્વાસ્થ્ય) પ્રદીપ વ્યાસે કહ્યું હતું કે રાજ્યમાં 14 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ હતા. અત્યારે ઘણાબધા જિલ્લાઓમાં આજે અથવા કાલે ચાલે એટલા જ વેક્સિનના ડોઝ બાકી રહ્યા છે. અમે આ અંગે કેન્દ્રને લેખિતમાં જાણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે અગર માળખા પ્રમાણે વેક્સિન અપાય તો રાજ્યમાં રોજ 5 લાખ ડોઝ આપી શકાશે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું હતું કે રાજ્યમાં 40 લાખ ડોઝ એક સપ્તાહમાં લગાવવા જરૂરી છે. અમે પ્રતિદિન 4-5 લાખ લોકોને રસી આપી રહ્યા છીએ, એવામાં જો વેક્સિનના અન્ય ડોઝ ઉપલબ્ધ ના થયા તો ભારે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ટોપેએ કહ્યું હતું કે 'અમે 6 લાખ ડોઝ પ્રતિ દિવસ લગાવવા સક્ષમ છીએ, પરંતુ તેટલા ડોઝનો જથ્થો અમારા પાસે હોવો તો જોઈએ!'
પુણેને 20 બેડ આપવા માટે ભારતીય આર્મી તૈયાર
પુણેમાં કોરોના કહેર વધતાં દર્દીઓને હોસ્પિટલમાં રાખવાની પણ જગ્યા બાકી રહી નથી. એવામાં નવા દર્દીઓને રાખવા માટે બેડ્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આર્મી હોસ્પિટલની સહાયતા માગવામાં આવી હતી. પુણેની આર્મી હોસ્પિટલે આ વાતની માન્ય રાખીને 20 બેડ ઉપલબ્ધ કરાવવા અંગે પરવાનગી આપી હતી.
પુણેમાં હોટલ ભાડે રાખલાની નોબત આવી
પુણેમાં કોરોનાના વધતા કેસોના પગલે હોટલોને ભાડે રાખવાની ફરજ પડી ગઈ છે. હોસ્પિટલમાં બેડ્સ ફુલ હોવાથી હોટલોને ભાડા પર લેવાની કામગીરી હાથ ધરાઈ છે. પુણેમાં છેલ્લા 15 દિવસોમાં રોજ 4 હજાર પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. એવામાં રુબી હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ તેણે 3 હોટલોને ભાડે રાખી હતી અને એમાં 180 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. રુબી હોસ્પિટલ જેવા હાલ પુણેની સરકારી અને ખાનગી હોસ્પિટલોના છે. તેમની પાસે પણ દર્દીઓ માટે બેડ નથી.
મહારાષ્ટ્રમાં ઓક્સિજન માટે પણ ભારે તકલીફો સર્જાશે
FDAને આવનારા દિવસોમાં ઓક્સિજનની ખપત સર્જાઈ શકે છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અહીં મહારાષ્ટ્રની કોરોના પરિસ્થિતિને જોતાં કોરોનાના 9 લાખથી વધુ દર્દીઓ સામે આવી શકે છે, જેથી ઓક્સિજનની માગમાં પણ વધારો થશે. ફેબ્રુઆરીમાં રાજ્યની અંદર 150થી 200 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરત હતી, જે માર્ચમાં વધીને 650થી 750 પહોંચી ગઈ છે. 6 એપ્રિલે આ વધીને 777 મેટ્રિક ટનની થઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં પ્રતિ દિવસ ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા 1250 મેટ્રિક ટન છે. અત્યારે તો મહારાષ્ટ્ર રોજ 30થી 50 મેટ્રિક ટન ઓક્સિજન ગુજરાતથી લે છે, પરંતુ આવનારા સમયમાં તે દરરોજ છત્તીસગઢ પાસેથી પણ 50 મેટ્રિક ટન ઓક્સિજન લેશે.
લોકડાઉન અંગે CMએ 2 દિવસનો સમય માગ્યો
રાજ્યામાં ફરી લોકડાઉન અંગે CM ઠાકરેએ વેપારીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં 2 દિવસનો સમય માગ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલીક જવાબદારીઓ વેપારીઓએ પણ ઉઠાવવી પડશે. કોરોનાના કહેરને રોકવા માટે તેમણે પણ સરકારને સહાય કરવી પડશે. મુખ્યમંત્રીએ એકસાથે મળીને આ લડાઈને લડવાની વાત કરી હતી. સરકાર અહીં વેપારીઓનાં હિતોના રક્ષણ માટે બેઠી છે, પરંતુ અત્યારની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં લોકડાઉન જેવો કઠોર નિર્ણય લેવો અનિવાર્ય બની રહેશે.
ધોરણ 9 અને 11ને માસ પ્રમોશન અપાયું
મહારાષ્ટ્રમાં કોરોના કહેરને પગલે સ્કૂલો બંધ રાખવામાં આવી છે. હાલ દરેક સ્કૂલ ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને ભણાવી રહી છે. એવામાં 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો પ્રવેશ પણ મોડો થયો હતો. કોરોના સંક્રમણના કેસોને જોતાં રાજ્ય સરકારે 11મા ધોરણામાં ભણતા છાત્રોને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. આની પહેલાં 1થી 8માં ભણતા વિદ્યાર્થીઓને પ્રમોટ કરાયા હતા.
જાહેર સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ લાદવો જોઈએઃ હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકાર અને BMCને જાહેર સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્ત અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે રસ્તા પર થૂંકવાવાળા વિરુદ્ધ દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1200 રૂપિયા કરવા આદેશ કર્યો છે. અદાલતે કહ્યું હતું કે આજકાલ 200 રૂપિયાનું શું મહત્ત્વ છે, તમે રાજસ્વનું નુકસાન ઉઠાવી રહ્યા છો. આ થૂંકવાની ખરાબ આદતને રોકવાની જરૂર છે.
મુંબઈમાં સતત બીજીવાર 10 હજારથી વધુ દર્દીઓ મળ્યા
મુંબઈમાં બુધવારે કોરોનાના નવા 10,428 દર્દી મળ્યા હતા, જેમાંથી 23 લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં હાલ કુલ સંક્રમિતોની સંખ્યા 4 લાખ 82 હજાર 760 અને મૃતકોની કુલ સંખ્યા 11,851 પર પહોંચી ગઈ છે. એકસાથે બીજા દિવસે પણ શહેરમાં કોરોના સંક્રમણના 10 હજારથી વધુ કેસો મળી આવ્યા છે અને આ મહિનામાં ત્રીજી વખત એવું બન્યું છે, જ્યારે કોરોનાના કેસો એક દિવસમાં 10 હજારને પાર પહોંચી ગયા. મુંબઈમાં હાલ 81,886 એક્ટિવ કેસો છે. મુંબઈમાં કોવિડ-19થી સાજા થનાર દર્દીઓની ટકાવારી ઘટીને 80ની થઈ ગઈ છે, જ્યારે સંક્રમણના દરમાં 1.91 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા 35 દિવસોમાં કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે.
મુંબઈમાં અત્યારસુધી 789 બિલ્ડિંગ્સને સીલ કરાયાં
મુંબઈમાં 72 કન્ટેન્મેન્ટ ઝોન છે, જ્યાં 789 બિલ્ડિંગ્સને સીલ કરી દેવાયાં છે. BMCએ જાહેર કરેલા નિર્ણયના પગલે આ વિસ્તારોમાં ઓનલાઈન હોમ ડિલિવરીની સેવાઓ સપ્તાહમાં દરેક દિવસે ચાલુ રાખવામાં આવશે, જેની અનુમતિ પણ અપાઈ ચૂકી છે. મહાનગરપાલિકાએ વીકેન્ડ લોકડાઉનમાં રસ્તામાં લારી પર ભોજન બનાવતા ઠેલાઓને પાર્સલ આપવાની અને ખાવાનું પેક કરાવીને પહોંચાડવાની અનુમતિ આપી છે.
મુંબઈમાં કોરોનાની નવી ગાઇડલાઇન્સ
જાહેર યાતા-યાતના નિયમો
ઓછા વેક્સિનેશન અંગે કેન્દ્રનો રાજ્ય સરકારને પરિપત્ર
કેન્દ્રએ મહારાષ્ટ્ર સહિત આરોગ્યકર્મીઓ અને લાભાર્થીઓને સરેરાશ દરે ઓછું વેક્સિનેશન કર્યું હોવાનો પત્ર લખ્યો છે. રાજ્યના પ્રધાન સચિવોને એક પત્રમાં અધિક આરોગ્ય સચિવ મનોહર અગ્નાનીનો ઉલ્લેખ કર્યો હતો કે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રદર્શનથી ઘણું ઓછું છે, જેમાં સુધારાઓની આવશ્યકતા છે. અગ્નાનીના આ પત્ર પહેલાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ટિપ્પણી કરીને આરોપો લગાવવાની સાથે મહારાષ્ટ્ર અને કેટલાંક અન્ય રાજ્યો પર નિશાન સાધ્યું હતું કે યોગ્ય લોકોનું વેક્સિનેશન કર્યા વગર રસીની માગ કરીને પોતાની ખાની છુપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 83% આરોગ્યકર્મીઓને જ કોરોનાનો પહેલો ડોઝ અપાયો છે.
ભાજપને ગંભીર પરિણામો ભોગવવાં પડશેઃ નાના પટોલે
વેક્સિનેશન માટે ઉંમરની સીમાને વધારવાની માગનો અસ્વીકાર કરાતાં મહારાષ્ટ્ર કોંગ્રેસે બુધવારે કેન્દ્ર સરકારની આલોચના કરી હતી, સાથે જ કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા કે મહારાષ્ટ્ર રાજ્ય જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, ત્યાં કેન્દ્ર દ્વારા યોગ્ય સહયોગ આપવામાં આવતો નથી. પ્રદેશના કોંગ્રેસ-અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે અગર મહારાષ્ટ્રને કોવિડ-19ની વેક્સિનના પૂરતા પ્રમાણમાં ડોઝ ન અપાયા તો કેન્દ્ર અને ભાજપને આનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે.
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.