બિહારના બેગુસરાયમાં મંગળવારે 15 કૂતરાને ગોળી મારવામાં આવી. કૂતરાઓના હુમલાથી 3 દિવસમાં 6 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. સોમવારે એક ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ પછી પટનાથી શૂટર્સની એક ટીમ મોકલવામાં આવી. શૂટર્સ ટીમે ગામ લોકોની મદદથી 15 કૂતરાઓને શોધીને મારી નાખ્યા. આ પહેલાં 23 ડિસેમ્બરે પટનાના શૂટર્સે 12 કૂતરાઓને માર્યાં હતાં.
હુમલાના મોટાભાગના કિસ્સા બછવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયા છે. કૂતરાઓનો આતંક જોઈને ફરી એકવાર વન અને પર્યાવરણ વિભાગ, પટનાની ટીમ મંગળવારે બછવાડા પહોંચી હતી. આ પછી શૂટર્સની ટીમે 4 પંચાયતોમાં 15 કૂતરાઓને મારી નાખ્યાં. કૂતરાઓના ભયને કારણે ગામની મહિલાઓએ બહાર નીકળવાનું બંધ કરી દીધું છે.
5 તસવીરોમાં સમજો આખી કહાની...
પાંચ પંચાયતોમાં કાર્યવાહી
આ ઓપરેશન બછવાડા, કાદરાબાદ, અરબા, ભિખમચક અને રાની પંચાયતમાં ચલાવવામાં આવ્યું. સ્થાનિકોએ ફરિયાદ કરતા ડીએમ રોશન કુશવાહાએ પટનાથી શૂટર્સની ટીમ બોલાવી હતી. ગત વર્ષે કૂતરાઓના હુમલાથી 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. હાલ 3 દિવસમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.