• Gujarati News
  • National
  • Following The BJP's Traffic Jam In Delhi, There Is Traffic In Various Places, Find Out Where There Is Annoyance

એક્સાઈઝ પોલીસીનો વિરોધ:દિલ્હીમાં ભાજપના ચક્કાજામના પગલે વિવિધ જગ્યાએ ટ્રાફિક, જાણો કઈ-કઈ જગ્યાએ છે જામ

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં સપ્તાહના પ્રથમ દિવસે ભારે ટ્રાફિક જોવા મળ્યો છે. વીકેન્ડ પછી દિલ્હી-NCRમાં આજે લોકો પોતાના કામ પર પરત ત્યારે શહેરમાં વિવિધ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. આ સિવાય આજે સરકારની એક્સાઈઝ પોલીસીના વિરોધમાં ભાજપ આજે રાજધાની દિલ્હીમાં ચક્કાજામ કરી રહી છે. તેના કારણે પણ લોકો હેરાન છે. અક્ષરધામથી લઈને લિન્ક રોડ સુધી ભારે જામ છે. ભાજપ સાંસદ આ દેખાવનું નેતૃત્વ સંભાળી રહ્યાં છે.

દિલ્હીમાં આ જગ્યાઓ પર લાગ્યો છે જામ

  • ઉત્તમ નગર ચોકથી દ્વારકા મોડ ન જાવ- ઉત્તમ નગરથી પંખા રોડ અને પંખા રોડથી ધૌલા કુઆંનો ઉપયોગ કરો
  • ઉત્તર પશ્ચિમ જિલ્લામાં ચક્કાજામ
  • સિગ્નેચર બ્રિજ જવાથી બચો
  • આઈટીઓ ચોક પર ચક્કાજામ
  • શાહદરા જિલ્લામાં ચક્કાજામ
  • કરોલ બાગમાં ચક્કાજામ
  • અક્ષરધામ ક્રોસ રોડ મોલ પર ચક્કાજામ
  • લક્ષ્મી નગરથી કડકડીમોડ સુધીનો લાંબો જામ
  • સિગ્નેચર બ્રિજ પર ગાજિયાબાદ તરફ લગભગ 5 કિલોમીટર લાંબો જામ
અન્ય સમાચારો પણ છે...