તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બિજાપુરમાં નક્સલવાદીઓ સાથે અથડામણને 5 દિવસનો સમય પસાર થઈ ગયો છે. આ ઓપરેશનમાં જેટલો ઉલ્લેખ શહીદોનો થઈ રહ્યો છે એટલો જ ઉલ્લેખ નક્સલી કમાન્ડર હિડમાનો થઈ રહ્યો છે. તે આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. હિડમા નક્સલ સમસ્યાનો એક ભાગ છે. તેનો અંત લાવવાથી સંપૂર્ણ સમસ્યાનો અંત નહીં આવે. એવું પણ સાંભળવા મળ્યુ છે કે સંપૂર્ણ ઓપરેશન જ હિડમાના ખાતમા માટે પ્લાન કરવામાં આવ્યું હતું. હકીકત તો એ છે કે આગામી સમયમાં પણ આ પ્રકારના ઓપરેશન પ્લાન કરવાનો અર્થ હશે-નક્સલવાદીઓના સાઈકોલોજીકલ વોરફેરમાં ફસાઈ જવું. જ્યારે આપણી જરૂરિયાત હવે વ્યૂહાત્મક પરિવર્તનની છે. તેની પાછળના આ 4 કારણ છે....
1. પોતાના કમાન્ડરોને હિરો બનાવવો નક્સલિયોની વ્યૂહરચના
નક્સલીઓ જે ગેરિલ્લા વોરનો ઉપયોગ સુરક્ષા દળો સામે કરી રહ્યા છે તેમાં કોઈ ખાસ વ્યક્તિ નથી પણ તેમા વિસ્તારના સામાજીક, રાજકીય, આર્થિક સ્થિતિ વધારે મહત્વ ધરાવે છે. નક્સલીઓ તેમના કમાન્ડરોને નાયકે જેવો દરજ્જા આપે છે. માહિતી પણ એવી જ ફેલાવવામાં આવે છે જેથી આ કમાન્ડર નાયક લાગે. તેમની આ મનોવૈજ્ઞાનિક યુદ્ધ રણનીતિ છે. આ સંજોગોમાં હિડમા જેવા વ્યક્તિને કેન્દ્રમાં રાખી ઓપરેશન પ્લાન કરવો એટલે નક્સલિયોના વોરફેરમાં ફસાવવું. અહીં સરકાર અને સુરક્ષા દળોએ રણનીતિ બદલવાની જરૂર છે.
2. અગાઉ પણ હિડમા જેવા અનેક આવ્યા, પણ તેમના ખાતમાથી કોઈ પરિવર્તન ન આવ્યું
બસ્તરિયા આદિવાસી હોવાથી હિડમા જેવા વ્યક્તિની ઉપયોગિતા નક્સલિયો માટે ઘણુ મહત્વ ધરાવે છે. જોકે તે પોતાની રીતે જ આંદોલનનું સૌથી પ્રબળ કારણ હોતા નથી. ઈતિહાસ જોઈએ તો રમન્ના અને વિજય જેવા કમાન્ડર પણ આવ્યા. રમન્ના બે દાયકા કરતા વધારે સમય સુધી દંડકારણ્યનો સુપ્રીમ નક્સલ કમાન્ડર રહ્યો હતો. વિજય હિડમાના ગામનો જ રહેવાસી હતો, જેના સલવા જુડૂમ સમયે સ્થાનિક આદિવાસિઓની નક્સલ સંગઠનોમાં ભરતી કરવામાં મહત્વની ભૂમિકા હતી. તેને પગલે નક્સલિયોએ 20થી વધારે કંપનીઓ અને બે બટાલીયન પણ બનાવી લીધેલી. વિજય સ્પશિયલ દંડકારણ્ય ઝોનલ સમિતિનો સભ્ય પણ બન્યો હતો. વર્ષ 2010માં ટ્રેક્ટર દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું ત્યારે હિડમા તેનો અંગરક્ષક હતો. રમન્ના અને વિજયનો ખાતમો થતા નક્સલ આંદોલન પર તેની ખાસ અસર થઈ નથી.
3. શહીદીનો બદલો લેવાની વાત, પણ કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી
હવે સરકાર અને સુરક્ષા દળો શહીદીનો બદલો લેવાની વાત કહી રહ્યા છે. નક્સલ સમસ્યા સંપૂર્ણપણે ખતમ કરવાની વાત કરી રહ્યા છે. મીડિયા અને સરકારી તંત્રમાં હિડમાનું નામ ગૂંજી રહ્યું છે તેને જોતા આ હુમલાથી જાણે કોઈ બોધપાઠ લેવામાં આવ્યો હોય તેવું જણાતુ નથી. આ પ્રકારના હુમલાઓનો રિવ્યૂ થતો નથી. અથડામણ અને એંબુશનો સામનો કરવા માટે વ્યૂહરચનામાં શું પરિવર્તન કરવામાં આવે તે અંગે કોઈ વિચારી રહ્યું નથી. દરેક વખતે કેટલાક જૂનિયર અધિકારીઓ સામે પગલાનો દેખાળો કરવામાં આવે છે.
4. અધિકારીઓમાં ઓપરેશનલ સમજણ ઓછી, પરિણામ જવાનો ભોગવે છે
બિજાપુરમાં હિડમાને શોધવા માટે સુરક્ષા દળોના 2 હજાર જવાનો જંગલોમાં મોકલવામાં આવ્યા. કયા ઈનપુટના આધાર પર અને કોણે આ ઓપરેશનની યોજના ઘડી?આ ઈનપુટનું રિવ્યૂ કોણે કર્યું અને આટલા મોટા ઓપરેશનને શરૂ કરવાનો ઓર્ડર આપ્યો. આ અંગે હજુ કોઈ તપાસ થઈ નથી. જો આ બાબત અંગે તપાસ નહીં થાય તો થોડા દિવસ બાદ વધુ એક હુમલો થશે. હકીકતમાં હિડમા જેવા સિંબોલ્સને મહત્વ નહીં આપતા ટોપ લેવલ પર બેઠેલા અધિકારીઓની ક્ષમતાઓની સમિક્ષા કરવી. જેમનું કદ ઉંચુ છે, પણ ઓપરેશનલ સમજ ઓછી છે. તેનું પરિણામ વારંવાર જવાનોએ ભોગવવું પડે છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.