તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MPમાં બાળકો શાળાએ જશે:મધ્ય પ્રદેશ સરકરનો મોટો નિર્ણય,ધોરણ 1થી 5 સુધીની શાળા 20 સપ્ટેમ્બરથી ખુલશે

11 દિવસ પહેલા
  • પુખ્ત લોકોના વેક્સિનેશન કરવા પર ધ્યાન કેન્દ્રીત, બાળકોના વેક્સિનેશન અંગે ડર રાખશો નહીં: વીકે પોલ

મધ્યપ્રદેશમાં ધોરણ 1થી ધોરણ પાંચ સુધીની શાળાઓ 20 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. વર્તમાન સમયમાં 50 ટકા ક્ષમતા સાથે વર્ગખંડો શરૂ થઈ શકશે. બાળકોના શાળાએ આવવા માટે માતાપિતાની મંજૂરીની જરૂર પડશે. મંગળવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી બાજુ આવાસીય શાળામાં ધોરણ-8,10 અને 12 માટેના વર્ગખંડો 100 ટકા ક્ષમતા સાથે શરૂ થશે. આ માટે હોસ્ટેલ સંપૂર્ણપણે ખુલ્લીઃ ધોરણ-8,10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 100 ટકા ક્ષમતા સાથે હોસ્ટેલ ખોલવામાં આવશે. જ્યારે ધોરણ-11ના વિદ્યાર્થીઓ માટે પણ હોસ્ટેલ સુવિધા રહેશે, જોકે તે ફક્ત 50 ટકા ક્ષમતાની મંજૂરી મળશે.

મધ્ય પ્રદેશમાં પ્રથમ બે તબક્કામાં ખુલશે શાળા
પ્રથમ તબક્કોઃ મધ્ય પ્રદેશમાં 26 જુલાઈથી શાળામાં વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ ખુલ્યા હતા. સૌથી પહેલા ધોરણ-11 અને ધોરણ-12ના વર્ગ શરૂ થશે. વર્ગમાં 50 ટકાથી વધારે બાળકો હાજર રહી શકતા ન હતા. બાળકોની બેઠકની જ્યાં યોગ્ય વ્યવસ્થા નથી ત્યાં સપ્તાહમાં એક દિવસ નાના-નાના ગ્રુપમાં વર્ગખંડ લગાવવા આદેશ આપ્યો હતો.

બીજા તબક્કાઃ ત્યારબાદ મધ્ય પ્રદેશમાં તમામ વર્ગખંડો દરરોજ (રવિવાર સિવાય) ખોલવા નિર્ણય લીધો હતો. વર્ગખંડમાં 50% બાળકો હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. આ નિર્ણય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના વડપણ હેઠળ આ બેઠક યોજાઈ હતી.

બાળકોની વેક્સિનેશન અંગે નીતિ પંચના ડો.વીકેપોલની સ્પષ્ટતા
બીજીબાજુ નીતિ પંચના સભ્ય ડો.વીકે પોલે કહ્યું છે કે અત્યારે સરકારનું લક્ષ્ય દેશના તમામ પુખ્યવયના લોકોનું વેક્સિનેશન કરવા પર કેન્દ્રીત છે. બાળકોનું વેક્સિનેશન એ અલગ મુદ્દો છે. આ મુદ્દે અત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ કોઈ ભલામણ કરી નથી. બાળકોનું વેક્સિન અંગે ડર રાખવાની જરૂર નથી. સ્વદેશી વેક્સિન 'કોવેક્સિન'ને WHOની મંજૂરી અંગે ડો.પાલે કહ્યું કે આ મહિનાના અંત ભાગ સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

ડો.વીકે પોલ (ફાઈલ ફોટો)
ડો.વીકે પોલ (ફાઈલ ફોટો)

જોયકોવ ડી અંગે કહી આ વાત
ડો.પોલે જણાવ્યું હતું કે જોયકોવએ કેડિલાની કોવિડ-19 વેક્સિન જોયકોવ-ડી અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે આ માહિતી આપી હતી. જોયકોવ-ડી 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોને પણ લગાવવામાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે આ વેક્સિનની કિંમત અંગે ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. અમે આ વેક્સિનને રાષ્ટ્રીય વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ કરવા ઈચ્છીએ છીએ.

નીતિ પંચના સભ્ય ડો.પોલે કહ્યું હતું કે વર્તમાન સમયમાં અમારું ધ્યાન તમામ પુખ્ત લોકોનું વેક્સિનેશન કરવો જોઈએ. વિશ્વભરમાં બાળકો માટે વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો નથી. WHO આજે પણ બાળકો માટે કોરોનાની સામાન્ય વેક્સિન અંગે ભલામણ કરતું નથી. ડર રાખવાની જરૂર નથી. આપણે ઘટનાક્રમ સાથે તાલ મિલાવીને ચાલી રહ્યા છીએ.