સત્તાધારી ભાજપે 2024માં યોજાવવા જઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈ પોતાના અભિયાનની ગતિ વધારી દીધી છે. જેની શરૂઆત આ મહિનાથી જ થઈ જશે. સૂત્રો મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લોકસભા પ્રવાસ નામની કવાયત હેઠળ જાન્યુઆરીમાં 11 રાજ્યોની મુલાકાત લેવાના છે. જેની શરૂઆત નોર્થ ઈસ્ટથી થશે.
શાહ 5 અને 6 જાન્યુઆરીએ ત્રિપુરા, નાગાલેંડ અને મણિપુરની મુલાકાત કરશે. 7 જાન્યુઆરીએ છત્તીસગઢ અને ઝારખંડ જશે. ત્યારબાદ 8 જાન્યુઆરીએ આંધ્ર પ્રદેશની મુલાકાત સહિત દક્ષિણ તરફ જશે. જ્યારે શાહ 28 જાન્યુઆરીએ કર્ણાટક જશે તેવી સંભાવના પણ છે. જ્યાં આ વર્ષના અંતમાં ફરીથી મતદાન થશે.
UP અને બંગાળ પણ જશે શાહ
લિસ્ટમાં ઉત્તર પ્રદેશ અને બંગાળનું નામ પણ સામેલ છે. શાહ 16 અને 17 જાન્યુઆરીએ આ રાજ્યોની પણ મુલાકાત લેશે. મહિનાના અંતમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ હરિયાણા અને પંજાબની મુલાકાત લેશે. શાહનું આ અભિયાન વર્ષ 2024 માટે ભાજપના મિશન 350 નો ભાગ છે. પાર્ટીનો લક્ષ્ય આગામી વર્ષની સામાન્ય ચૂંટણીમાં 543 લોકસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 350 બેઠકો જીતવાનો છે.
BJP પ્રમુખે ઓડિશાની લીધી મુલાકાત
મીડિયા રિપોર્ટ અનુસાર, પાર્ટી તે 160 મત વિસ્તારોની ઓળખ કરી રહી છે, જ્યાં પાછલી ચૂંટણીમાં ભાજપ થોડાક જ અંતરથી હારી કે જીતી હતી. ગત મહિને બીજેપી પ્રમુખ જેપી નડ્ડાએ ઓડિશા જેવા રાજ્યોની મુલાકાત લીધી હતી. ભાજપ આ દરમિયાન લોકો વચ્ચે જઈને તેમની વાત સાંભળી રહી છે, ત્યારે દેશવાસિયોનું ધ્યાન કોંગ્રેસની ભારત જોડો યાત્રા તરફ છે. લગભગ 3,000 કિલોમીટરનો અંતર કાપ્યા બાદ કોંગ્રેસની આ યાત્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.