તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Flying Drone Seen Late Night In Kunjwani । Ratnuchak Area Of Jammu । Suspected Drone Activity

મિલિટરી સ્ટેશન પાસે ફરી ડ્રોન એક્ટિવિટી:જમ્મુના સુંજવાનમાં ઊડતું દેખાયું ડ્રોન, ત્રણ દિવસમાં ત્રીજી ઘટના; ઈન્ટેલિજન્સ એજન્સીઓ અલર્ટ

3 મહિનો પહેલા

જમ્મુમાં સુંજવાન મિલિટરી સ્ટ્રેશન પાસે મોડી રાતે એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. અમુક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાલુચક વિસ્તારમાં પણ ડ્રોન જોવા મળ્યું છે. જોકે હજી એ ખુલાસો નથી થઈ શક્યો નથી કે અલગ અલગ જગ્યાએ દેખાયલાં ડ્રોન એક જ છે કે અલગ-અલગ. આ ઘટના પછી સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે.

છેલ્લા 3 દિવસમાં અહીં ત્રીજું ડ્રોન એક્ટિવ જોવા મળ્યું છે. આ પહેલાં શનિવારે રાતે સૈન્ય સ્થળે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. બીજી ઘટના રવિવારે રાતે થઈ હતી. અહીં ડ્રોન ઊડતું દેખાયું હતું.

પાકિસ્તાનથી કંટ્રોલ થઈ રહ્યા છે ડ્રોન
એનએસજીની સ્પેશિયલ બોમ્બ સ્કોવોડ ટીમ એર ફોર્સ સ્ટેશન બ્લાસ્ટની તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં આરડીએક્સ અને ટીએનટી વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી છે. માનવામાં આવે છે કે, ડ્રોનને બોર્ડરની બીજી તરફ પાકિસ્તાનથી કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. જોકે એજન્સી લોકલ હેન્ડલરના સામેલ હોવાની વાતને ફોકસમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

ગૃહમંત્રાલયે NIAને તપાસ સોંપી
ગૃહમંત્રાલયે જમ્મુ એરબેઝ પર થયેલા ડ્રોન હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે. આ પહેલાં એરપોર્ટ ઓથોરિટી, લોકલ પોલીસ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ પણ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

જમ્મુમાં સુંજવાન મિલિટરી સ્ટ્રેશન પાસે મોડી રાતે એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું
જમ્મુમાં સુંજવાન મિલિટરી સ્ટ્રેશન પાસે મોડી રાતે એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું

2 દિવસ પહેલાં 2 ડ્રોન ઊડતાં દેખાયાં

આતંકીઓએ ફરી એકવાર ડ્રોન દ્વારા સૈન્ય વિસ્તારને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જમ્મુમાં એરપોર્ટ સ્ટેશન પર ડ્રોન હુમલાના બીજા જ દિવસે આતંકીઓએ મિલિટરી સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જમ્મુના કાલુચક મિલિટરી સ્ટેશન પર 2 ડ્રોન જોવા મળ્યાં છે. જોકે સેના અલર્ટ પર જ હતી અને ડ્રોન દેખાતાં જ સેનાએ એના પર 20-25 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. સેનાએ ફાયરિંગ કર્યા પછી ડ્રોન અંધારામાં ગાયબ થઈ ગયાં હતાં.

DD ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, રવિવારે રાતે 11.30 વાગે અને સવારે 1.30 વાગે અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) મિલિટરી બેઝ પર ડ્રોન જોવા મળ્યા હતા. ત્યાર પછી સેના અલર્ટ થઈ ગઈ છે. ફાયરિંગ પછી ડ્રોન ગાયબ થઈ ગયું હતું. હાલ સેના સર્ચ-ઓપરેશન કરીને ડ્રોનની તપાસ કરી રહ્યા છે.

દેશમાં પહેલીવાર ડ્રોનથી હુમલો
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારે મોડી રાતે બે બ્લાસ્ટ થયા હતા. પહેલો બ્લાસ્ટ રાતે 1.37 વાગે થયો હતો અને બીજો 5 મિનિટ પછી 1.42એ થયો હતો. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, બંને બ્લાસ્ટની ક્ષમતા ઘણી ઓછી હતી, તેથી પહેલો બ્લાસ્ટ એક છત પર થયો, તેથી એ છતને નુકસાન થયું હતું, જ્યારે બીજો બ્લાસ્ટ ખુલ્લી જગ્યા પર થયો હતો. બ્લાસ્ટમાં બે જવાનોને સામાન્ય ઈજા થઈ છે. આવું પહેલીવાર થયું છે કે જ્યારે આતંકીઓએ ડ્રોન દ્વારા હુમલો કર્યો છે. હવે આ ઘટનાની તપાસ NIA દ્વારા કરવામાં આવી રહી છે.

આ ડ્રોન એટેક કેટલો મોટો ખતરો બની શકે છે, તે કેટલું નુકસાન કરી શકે છે?
જમ્મુ એરબેઝ પર થયેલા હુમલામાં છતનો એક ભાગ તૂટી ગયો હતો. જ્યારે બે જવાન પણ ઘાયલ થયા હતા. હવે તેને જોઈએ કે જો કોઈ એરક્રાફ્ટ કે ઓફિશિયલ પર બ્લાસ્ટ થયો હોત તો શું થાય? માની લો કે ટેકઓફ સમયે કોઈ વિમાનને 10-15 કિલોમીટર દૂર જમીન પર બેસીને કોઈ વ્યક્તિ ડ્રોનથી નિશાન બનાવે છે, તો તેમાં બેઠેલા મુસાફરોનું જીવન જોખમમાં પડશે તે નિશ્ચિત છે. એ જ રીતે, VIP મુવમેન્ટ અને ડિફેન્સ મુવમેન્ટ પર પણ હુમલો કરી શકાય છે.

આવા હુમલાની તૈયારીમાં સમય લાગે છે, પાક સંડોવણીની શક્યતા
પૂર્વ સેના મલિક જનરલ વીપી મલિકના જણાવ્યા પ્રમાણે જમ્મુ એરફોર્સ સ્ટેશન સીમાવર્તી વિસ્તારમાં છે અને ઘટનામાં પાકિસ્તાનની સંડોવળી હોવાની સંપૂર્ણ શક્યતા છે. પરંતુ હાલ નિષ્ણાતો કાશ્મીર મુદ્દે વડાપ્રધાનની પહેલ સાથે આ વાતને જોડીને નથી જોઈ રહ્યા. આતંકી હુમલાના કાવતરા ઘણાં પહેલેથી ચાલી રહ્યા છે. એરફોર્સ સ્ટેશનને ટાર્ગેટ કરવા માટે સમય જોઈએ.

અન્ય સમાચારો પણ છે...