• Gujarati News
  • National
  • Flu Cases Are Increasing Across The Country, Fear Among People Due To Symptoms Like Corona

દેશમાં ફેલાઇ રહ્યો છે કોવિડ જેવો ફ્લૂ:લક્ષણ પણ કોરોના જેવાં જ, IMAની સલાહ- એન્ટિબાયોટિક્સ સમજી-વિચારીને જ લો

16 દિવસ પહેલા

છેલ્લા બે મહિનાથી રાજધાની દિલ્હી સહિત ભારતના ઘણા ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. કોરોના મહામારી બાદ ફ્લૂના વધતા જતા કેસોને કારણે લોકોમાં ભય છે, કારણ કે તેની સામે લડી રહેલા દર્દીઓમાં કોરોના જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી આવા ઘણા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જેઓ 10-12 દિવસથી તાવ સાથે ઉધરસથી પરેશાન છે.

ICMRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો એક સબ-ટાઈપ એચ3એન2 (H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં લોકોમાં સમાન સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે છે.

માથાનો દુખાવો, ઉધરસ, તાવ જેવાં લક્ષણો દર્દીઓમાં જોવા મળે છે
મેદાંતા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન વિભાગના સિનિયર ડિરેક્ટર સુશીલા કટારિયાએ જણાવ્યું હતું કે આ દર્દીઓ ઇન્ફલ્યુએન્ઝા એ વાઇરસના H3N2 સ્ટ્રેઇનથી સંક્રમિત છે. ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી સખત તાવ આવે છે. દર્દીમાં સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવા ઉપરાંત શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા થવી. આ ફ્લૂનાં સામાન્ય લક્ષણોમાં ગણવામાં આવે છે.

બ્રોન્કાઇટિસ જેવા ફેફસાંના ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ
પ્રાઇમસ સ્લીપ એન્ડ ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના વડા એસ.કે. છાબરાએ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું હતું કે, વાઇરલ ફીવરની સાથે દર્દીઓને શરદી, ખાંસી અને બ્રોન્કાઇટિસ જેવી ફેફસાંની ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. સાથે જ છાતીમાં દુખાવો અને વાઇરલ ઈન્ફેક્શનના કેસ પણ જોવા મળી રહ્યા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જણાવ્યું- ઇન્ફ્લૂએન્ઝા હોય તો શું કરવું...

  • ફેસ માસ્ક પહેરો અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો
  • તમારા હાથને નિયમિતપણે પાણી અને સાબુથી ધોઈ લો.
  • નાક અને મોઢાને અડવાનું ટાળો.
  • ઉધરસ કે છીંકતી વખતે તમારા નાક અને મોંને સારી રીતે ઢાંકો.
  • તમારી જાતને હાઇડ્રેટેડ રાખો, પાણી ઉપરાંત ફળના રસ કે અન્ય પીણાં લેતા રહો.
  • તાવ આવે તો પેરાસિટામોલ લો.

IMAની સલાહ- એન્ટિબેક્ટિરિયલ દવાઓનો ઉપયોગ કરવાથી બચવું
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ લોકોને શરદી, તાવ અને ઉબકા આવે ત્યારે વિચાર્યા વિના એન્ટિબાયોટિક્સ ન લેવાની સલાહ આપી છે. એસોસિયેશને ડોક્ટરોને દર્દીઓનાં લક્ષણો જોયા પછી જ સારવાર આપવા અને એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ ન કરવા જણાવ્યું છે.

એસોસિયેશને કહ્યું કે અમે કોરોના દરમિયાન એઝિથ્રોમાયસિન અને આઇવરમેક્ટિનનો વધુ પડતો ઉપયોગ જોયો છે. વધુ એન્ટિબાયોટિક્સ લેવાથી લોકોના શરીરમાં પ્રતિકાર પેદા થયો છે. એટલે એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ કરતાં પહેલાં એ જોવું પડે છે કે ઇન્ફેક્શન બેક્ટેરિયલ છે કે નહીં.

ફ્લૂ એક અઠવાડિયામાં ઠીક થઈ જાય છે
એક અઠવાડિયામાં ફ્લૂ મટી જાય છે, પરંતુ જો શરીરમાં બીજા કોઈ કોમ્પ્લિકેશન હોય તો તેની અસર અન્ય અંગો પર પણ પડી શકે છે. કેટલાક લોકો આને ટાળવા માટે ફ્લૂની રસી પણ નિયમિતપણે લે છે.

WHOએ દાવો કર્યો, નેક્સ્ટ વેરિયન્ટ વધારે ચેપી હશે, હજુ આ મહામારીનો અંત આવ્યો નથી

છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને લીધે આખી દુનિયામાં ખળભળાટ થઈ ગયો છે. આમ તો આ વાઈરસ ઘણીવાર મ્યુટેટ થઈ ગયો છે, પરંતુ તેના અમુક વેરિયન્ટ મનુષ્યો માટે જીવલેણ સાબિત થયા. એક્સપર્ટનું માનવું છે કે, નવા વેરિયન્ટની એન્ટ્રી ચાલુ જ રહેશે, આ બંધ નહીં થાય. અહીં ક્લિક કરીને સંપૂર્ણ માહિતી જાણો..

અન્ય સમાચારો પણ છે...