• Gujarati News
  • National
  • Floods Engulf Entire House In Kerala, Red Alert In Uttarakhand; Heavy Rains Forecast In Delhi, UP And MP

જતાં જતાં ચોમાસાએ મચાવ્યો કહેર:કેરળમાં પૂરમાં આખું ઘર તણાઇ ગયું, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ; દિલ્હી, UP અને MPમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • ભારે વરસાદે કેરળમાં કહેર મચાવ્યો, અત્યાર સુધી 27 લોકોના મોત થયા

ચોમાસાએ વિદાય લેતા લેતા વરસાદે ફરીથી દેશભરના કેટલાક રાજ્યોબે તરબતોળ કરી નાંખ્યા છે. ક્યાંક આ વરસાદ રાહત આપી રહ્યો છે તો ક્યાંક જીવલેણ બની ગયો છે. કેરળમાં સતત વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીં પૂર અને ભૂસ્ખલનને કારણે કુલ 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 લોકો ગુમ છે. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ગઈ સાંજે પૂરમાં એક આખું ઘર તણાઇ ગયું હતું. રસ્તા પર ઉભેલા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. અકસ્માત સમયે ઘરમાં કોઈ નહોતું. કોઈને પણ કોઈ જાનહાની થયાના સમાચાર નથી.

કોટ્ટાયમ જિલ્લાના કુટ્ટીકલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પર્વત પર ભૂસ્ખલન થયું, પર્વતને બે ભાગમાં વિભાજીત થઈ ગયો અને મધ્યમાંથી નદી બની ગઈ.
કોટ્ટાયમ જિલ્લાના કુટ્ટીકલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પર્વત પર ભૂસ્ખલન થયું, પર્વતને બે ભાગમાં વિભાજીત થઈ ગયો અને મધ્યમાંથી નદી બની ગઈ.

કેરળમાં રવિવારે વરસાદનું જોર થોડું ધીમું પડ્યું, પરંતુ પછી થોડો સમય વિનાશકારી વરસાદ પડતા જ ભૂસ્ખલનની દર્દનાક તસવીર સામે આવી. અહીં વરસાદને લગતી વિવિધ ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મોત થઈ ચૂક્યા છે. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં પૂરમાં એક આખું ઘર તણાઇ ગયું હતું.

આ ઉપરાંત અનેક જિલ્લામાં કેટલાક લોકો લાપતા પણ છે. અહીં થલ સેના, વાયુસેના, નૌસેના તેમજ એનડીઆરએફનું બચાવ અભિયાન ચાલુ છે. એનડીઆરએફએ આઠ મહિલા અને સાત બાળક સહિત 33 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે મોકલ્યા છે. હવામાન વિભાગના મતે, કેરળમાં એક-બે દિવસમાં વરસાદનું જોર ઘટશે.

વાયુસેનાના જવાનો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે
સંરક્ષણ PROએ જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને મેડિકલ એકમો સાથે કન્નૂરથી સેનાના જવાનોની ટીમ બચાવ કામગીરી માટે વાયનાડ પહોંચી ગઈ છે. સેના તરફથી અત્યાર સુધીમાં કુલ 3 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. રાહત સામગ્રી સાથે નેવી હેલિકોપ્ટર દ્વારા વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એરફોર્સ સ્ટેશન શંગમુઘમ ખાતે બે એરફોર્સ હેલિકોપ્ટર MI-17 સ્ટેન્ડબાય પર છે.

કેરળના કોટ્ટાયમ જિલ્લાના પ્લાપ્લ્લી પંડાલમ વિસ્તારમાં ભૂસ્ખલન થયા બાદ મહિલાઓ તેમના ઘરની સામે ઉભી છે.
કેરળના કોટ્ટાયમ જિલ્લાના પ્લાપ્લ્લી પંડાલમ વિસ્તારમાં ભૂસ્ખલન થયા બાદ મહિલાઓ તેમના ઘરની સામે ઉભી છે.

ઉત્તરાખંડમાં રેડ એલર્ટ
ઉત્તર ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડ માટે, હવામાન વિભાગે સોમવાર માટે રેડ એલર્ટ અને મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચાર ધામ યાત્રાને હાલ માટે રોકી દેવામાં આવી છે. સોમવાર માટે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે.

ઉત્તરાખંડના ચમોલીમાં વરસાદની તસવીર. વરસાદના રેડ એલર્ટને કારણે બદ્રીનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.
ઉત્તરાખંડના ચમોલીમાં વરસાદની તસવીર. વરસાદના રેડ એલર્ટને કારણે બદ્રીનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.

દિલ્હી-NCRમાં પણ ભારે વરસાદની શક્યતા
દિલ્હીમાં રવિવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે, પશ્ચિમ યુપી અને હરિયાણામાં પણ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

રવિવારે દિલ્હીમાં વરસાદ પડ્યો હતો.
રવિવારે દિલ્હીમાં વરસાદ પડ્યો હતો.
વરસાદના કારણે દિલ્હીની ગાઝીપુર મંડીમાં પાણી ભરાયા હતા. આવી સ્થિતિમાં શાકભાજી વિક્રેતાઓએ પાણીની વચ્ચે ઊભા રહીને શાકભાજીનું વેચાણ કરી રહ્યા હતા.
વરસાદના કારણે દિલ્હીની ગાઝીપુર મંડીમાં પાણી ભરાયા હતા. આવી સ્થિતિમાં શાકભાજી વિક્રેતાઓએ પાણીની વચ્ચે ઊભા રહીને શાકભાજીનું વેચાણ કરી રહ્યા હતા.

બંગાળમાં 3 દિવસ સુધી વરસાદની શક્યતા
બંગાળમાં 17 થી 20 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર તેલંગાણા અને આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બનવાના કારણે બંગાળમાં વરસાદ પડશે એવી શક્યતા છે. ગાજવીજ સાથે અહીં વીજળી પણ પડી શકે છે.

  • જળસ્તર વધતા બંધવાળા વિસ્તારોમાં પાણી છોડવાની આશંકાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું હતું.
  • કોટ્ટાયમ, ઈડુક્કી પથનમથિટ્ટા જિલ્લાના પહાડી વિસ્તારોમાં 2018-19ના વિનાશકારી પૂર જેવી સ્થિતિ.
  • પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ પિનરાઈ વિજયન સાથે વાત કરી. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર તમામ મદદ કરશે.

હિમાચલઃ રોહતાંગ, લાહૌલ-સ્પીતિ, મનાલીના પહાડો પર હિમવર્ષા

  • હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા. ઉત્તર ભારતમાં ઠંડી વધી.
  • શિમલા સહિતના મેદાની વિસ્તારોમાં રવિવારે આખો દિવસ વરસાદ ખાબક્યો.
  • ઉત્તરાખંડના કેદારનાથમાં હિમવર્ષા. સોમવારે સ્કૂલ, ટ્રેકિંગ બંધ રહેશે.
અન્ય સમાચારો પણ છે...