તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Flashback Of Coronavirus India Lockdown Unseen Photos Updates; From India Gate To Connaught Place To Banaras

દેશની ન જોયેલી તસવીરો ફ્લેશબેકમાં:એક મહિનાના લોકડાઉનમાં દેશની હવા બદલાઈ ગઈ, આકાશ પહેલા કરતાં વધારે ચોખ્ખુ થયું અને પ્રદૂષણ પણ ઘટ્યું

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરો ખૂબ ચોખ્ખા દેખાય છે, દિલ્હીને જોઈને એવું લાગે છે કે, દિલ એ જ છે-બસ ધબકારા વધી ગયા છે, ઈન્ડિયા ગેટથી લઈને કનોટ પ્લેસ સુધી પ્રદૂષણ ઘટી ગયુ છે
  • બનારસની હવા ચોખ્ખી થઈ ગઈ છે, મણિકર્ણિકા ઘાટ પર શહેર બહારથી માત્ર એક-બે મૃતદેહો જ અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે

કોરોના વાઈરસે દેશ અને દુનિયાને ખૂબ દુખ અને પીડા આપી છે. કોરોનાના ડરથી બધુ બંધ થઈ ગયું છે. એક મહિનાથી લોકો ઘરમાં બંધ છે. ટ્રેનો સ્ટેશનો પર, પ્લેન બધા એરપોર્ટ પર છે, બસો બધી બંધ પડી છે. દુકાનો ગ્રાહકો વગર બંધ પડી છે. આ બધાની વચ્ચે કોરોનાનોનું એક પક્ષી પણ ફરી રહ્યું છે. તેનાથી એક સબક પણ મળ્યો છે અને પરિવર્તનની અપેક્ષા પણ છે. તેનાથી પ્રકૃતિમાં ઘણો ફેર પડ્યો છે. હવા પહેલાં કરતાં ચોખ્ખી થઈ ગઈ છે, નદી કિનારાથી ગંદકી ગાયબ થઈ ગઈ છે. રસ્તાઓ પર ભીડ નથી. શહેર સ્વચ્છ અને ચોખ્ખા લાગી રહ્યા છે. દિલ્હીને જ જુઓ તો લાગે કે, દિલ એ જ છે-બસ ધબકારા વધી ગયા છે. બનારસને જોઈએ તો એવું લાગે છે કે, બસ રસ એ જ છે, વલણ નવું છે.

લોકડાઉન દરમિયાન અમુક મુખ્ય જગ્યાઓની હાલની અને જૂની તસવીરોને જોતા આ અંતર સ્પષ્ટ દેખાય છે. તો આજે જોઈએ ફ્લેશબેકમાં દેશની અમુક આવી ન જોયેલી તસવીરો...

બદલાયેલી અને ચોખ્ખી દેખાય છે દિલ્હી
કનોટ પ્લેસ

પહેલી તસવીર 8 નવેમ્બર 2018ની છે અને બીજી તસવીર 8 એપ્રિલ 2020ની છે. આ બંને તસવીરોમાં લોકડાઉનની અસર સ્પષ્ટ દેખાય છે. લોકડાઉનના કારણે દિલ્હીમાં પહેલાં 21 દિવસમાં જ પ્રદૂષણનું સ્તર ઘણું ઓછું થઈ ગયું છે.

ઈન્ડિયા ગેટ

પહેલી તસવીર આ જ વર્ષે માર્ચ મહિનાની છે. જે દિવસે લોકડાઉન શરૂ થયું હતું અને બીજી તસવીર 2જી એપ્રિલની છે. એટલે કે 10 દિવસ પછીની. પહેલી તસવીરની સરખામણીએ બીજી તસવીરમાં હવા વધારે સ્પષ્ટ દેખાય છે.

રાષ્ટ્રપતિ ભવન

બંને તસવીરો રાષ્ટ્રપતિ ભવનની સામેથી લીધેલી છે. પહેલી તસવીર આ વર્ષે 24 માર્ચની જ છે, જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ હતી. બીજી તસવીર 2જી એપ્રિલની. એટલે કે 10 દિવસ પછીની છે. પહેલી તસવીરની સરખામણીએ બીજી તસવીરમાં હવા વધારે સ્પષ્ટ દેખાય છે.

યમુના કિનારો

એક તસવીર એક વર્ષ પહેલાં એટલે કે 21 માર્ચ 2018ની છે અને બીજી તસવીર 8 એપ્રિલની છે. બંને તસવીરોમાં નદી કિનારે હોડી ઉભી છે, જગ્યા પણ એક જ છે. બસ માત્ર સમયનો ફેર છે. તેમાં સ્પષ્ટ દેખાય છે કે પહેલાની સરખામણીએ પાણી કેટલું સ્પષ્ટ થઈ ગયું છે. અને ગંદકી પણ નથી રહી.

દિલ્હીનો મેદાન વિસ્તાર

બંને તસવીરો દિલ્હીની જ છે. પહેલી તસવીર 30 માર્ચ 2019ની છે. જેમાં વીજળીના હાઈ વોલ્ટેજ તારની વચ્ચે પક્ષીઓ ઉડી રહ્યા છે અને આકાશમાં ધૂંધ છવાયેલી છે. બીજી તસવીર 13 એપ્રિલની છે. જેમાં હાઈ વોલ્ટેજ તારની વચ્ચેથી આકાશ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પહેલાં જેવું પ્રદૂષણ નથી.

બનારસ
મણિકર્ણિકા ઘાટ શાંત છે

બંને તસવીરો ગંગા કિનારે આવેલા મણિકર્ણિકાના ઘાટની જ છે. અહીં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર માટે આ દેશનો સૌથી મોટો ઘાટ છે. પહેલી તસવીર 10 મે 2015ની છે અને બીજી તસવીર આ વર્ષે 10 એપ્રિલની છે. સામાન્ય દિવસોમાં અહીં મોટી સંખ્યામાં ભીડ હોય છે. પહેલાં તો 200થી 300 મૃતદેહો તો બનારસ બહારથી આવતા હતા અને અત્યારે રોજના 2-4 મૃતદેહો જ આવે છે.

ગંગા આરતી ભક્તો વગર

બંને તસવીરો બનારસના દશ્વાશમેઘ ઘાટની છે. પહેલી તસવીર 3 મે 2019ની છે. જ્યારે બીજી તસવીર 9 એપ્રિલ 2020ની છે. અહીં રોજ ભવ્ય ગંગા આરતી થાય છે. પહેલી તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે, ગંગા આરતી દરમિયાન ઘાટ પર કેટલી ભીડ દેખાય છે. પરંતુ હવે લોકડાઉનના કારણે અહીં ગંગા આરતીમાં માત્ર 10-15 લોકો જ આવે છે. આરતી કરનાર પુજારી પણ એક-બે જ હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો