તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીમાં આતંકી કાવતરું નિષ્ફળ:હિજબુલ સાથે જોડાયેલા 3 કાશ્મીરી અને પંજાબના શૌર્ય ચક્ર વિજેતા બલવિંદરની હત્યાના 2 આરોપી ઝડપાયા

નવી દિલ્હી4 મહિનો પહેલા
પોલીસે જણાવ્યું કે, ઝડપાયેલા પાંચ લોકો ISIના નાર્કો ટેરરિઝ્મ નેટવર્ક સાથે પણ જોડાયેલા છે.આતંકી સંગઠન ટાર્ગેટ કિલિંગ માટે ગેંગસ્ટરનો પણ ઉપયોગ કરી રહ્યાં છે - Divya Bhaskar
પોલીસે જણાવ્યું કે, ઝડપાયેલા પાંચ લોકો ISIના નાર્કો ટેરરિઝ્મ નેટવર્ક સાથે પણ જોડાયેલા છે.આતંકી સંગઠન ટાર્ગેટ કિલિંગ માટે ગેંગસ્ટરનો પણ ઉપયોગ કરી રહ્યાં છે

દિલ્હી પોલીસે 5 શંકાસ્પદ આતંકવાદીને ઝડપી લીધા છે, જેમાંથી 2 પંજાબના અને 3 કાશ્મીરના છે. શકરપુર વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલાં એન્કાઉન્ટર પણ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કોઈ આંતકી સંગઠન સાથે જોડાયેલા છે, પણ હાલ એની જાણ થઈ શકી નથી, પરંતુ આ ISIના નાર્કો ટેરરિઝમ નેટવર્ક સાથે જોડાયેલા છે. તેમનાં નામ શબ્બીર અહમ, અયુબ પઠાન, રિયાઝ રાઠર, ગુરજિત સિંહ અને સુખદીપ સિંહ છે, જેમાંથી એક પંજાબના શૌર્ય ચક્ર વિજેતા એક્ટિવિસ્ટ હલવિંદરની હત્યામાં પણ સામેલ હતો.

મળતી માહિતી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના નંબરવાળી સફેદ રંગની ગાડીમાં સવાર શંકાસ્પદોને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. જે ગાડીમાં આ શંકાસ્પદ સવાર હતા એનો નંબર JK 04B 8173 છે. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલા એક શંકાસ્પદનો હાથ પંજાબમાં શૌર્ય ચક્ર વિજેતા એક્ટિવિસ્ટ બલવિંદર સિંહની હત્યામાં હોવાની શંકા છે.

આતંકીઓએ 17 ઓક્ટોબરે એક્ટિવિસ્ટ બલવિંદરની હત્યા કરી નાખી હતી. બલવિંદર સિંહે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદના સમયમાં બહાદુરીથી આતંકીઓનો મુકાબલો કર્યો હતો. તેમની પર 42 વખત હુમલા થયા હતા. એને કારણે તેમના પરિવાર સહિતને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શૌર્યચક્ર સન્માનિત એક્ટિવિસ્ટની હત્યાનો કેસ:પરીવારને સુરક્ષા મળતા અને એક સભ્યને સરકારી નોકરીની જાહેરાત બાદ અંતિમ સંસ્કાર માટે પરીવારજનો માન્યા

ગત મહિને જૈશના શંકાસ્પદ આતંકી ઝડપાયા હતા
શકરપુર પૂર્વ દિલ્હીનો વિસ્તાર છે. આ લક્ષ્મીનગર અને મયૂર વિહાર વચ્ચે આવે છે. શકરપુરમાં કરવામાં આવેલી કાર્યવાહી સાથે જ પોલીસે આખાય શહેરમાં સુરક્ષા વધારી દીધી છે. આ પહેલાં નવેમ્બરમાં પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના 2 શંકાસ્પદ આતંકીને સરાય કાલે ખાંની પાસેથી ઝડપ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો