તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બાદ લોકડાઉન ખુલ્યું તો અકસ્માતનો ભોગ બન્યા:રાજસ્થાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોના અંતિમ સંસ્કાર થયા, હોસ્પિટલમાં દાખલ વ્યક્તિની ખબર-અંતર પૂછવા જતી વખતે કાળનો કોળિયો બન્યા

બિકાનેર (રાજસ્થાન)5 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રીડૂંગરગઢના આડસર બાસના ગામમાં મોતનું એવું તે તાંડવ સર્જાયું કે જેને લીધે ગામનો દરેક વ્યક્તિ હચમચી ગયો. એક જ પરિવારના પાંચ સભ્યોની નનામી એક સાથે ઉઠી ત્યારે સમગ્ર ગામના દરેક નાગરિકના આંખમાં આંસુ હતા. મંગળવારે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું ત્યારે પાંચમી વ્યક્તિએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

આરોગ્ય સારું ન હોવાથી લાલચંદ નામના પરિવારના એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, જેમની ખબર-અંતર જાણવા માટે પૂરો પરિવાર PBM હોસ્પિટલ જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં સામેથી આવી રહેલા વાહન સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પરિવારના મોભી લાલચંદના પત્ની મૈના, ભાઈ હરિપ્રસાદની પત્ની ગાયત્રી, હરિપ્રસાદનો દિકરો અતુલ તથા અન્ય ભાઈ કિશોરની પત્ની સવિતા અકસ્માતનો ભોગ બન્યા હતા.

ગાયત્રી દેવી, અતુલ અને સરિતા સૈનીનું આ ઘટનામાં મોત નિપજ્યું
ગાયત્રી દેવી, અતુલ અને સરિતા સૈનીનું આ ઘટનામાં મોત નિપજ્યું

આ દુર્ઘટનામાં મૈના દેવીનું હોસ્પિટલ લઈ જતી વખતે માર્ગમાં મોત નિપજ્યું હતું, જ્યારે સવિતા દેવીએ ટ્રોમા સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા. એક જ દિવસમાં પરિવારના ચાર સભ્યોનું કમકમાટીભર્યું મોત થયું. હોસ્પિટલમાં દાખલ લાલચંદને આ ઘટનાની જાણ થતા જ તેઓ આ આઘાત સહન કરી શક્યા નહીં અને તેમનું પણ મોત નિપજ્યું.

પરિવારમાં માતમનો માહોલ છવાયો
પરિવારમાં માતમનો માહોલ છવાયો

પરિવારના સભ્યોના મૃતદેહો જ્યારે ઘરે પહોંચ્યા તો સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. પાંચેય સભ્યોના રાત્રીના સમયે જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

ગામનો દરેક સભ્ય ભારે શોકમગ્ન જોવા મળત હતો
ગામનો દરેક સભ્ય ભારે શોકમગ્ન જોવા મળત હતો

આ માર્ગ ખુબ જ જોખમી છે
શ્રીડૂંગરગઢથી બિકાનેર તરફ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-11 ખૂબ જ જોખમી માનવામાં આવે છે. આ માર્ગ પર જ અવરા-નવાર થતા અકસ્માતનો અનેક લોકો ભોગ બની ચુક્યા છે. કેટલાક મહિના અગાઉ આ માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં દિલ્હીના ત્રણ મિત્રોની કાર એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેમાં ત્રણ મિત્રોના મોત નિપજ્યા હતા. આ સિંગલ રોડ હોવા છતાં વાહનોની ગતિ ખૂબ જ હોય છે. મંગળવારે જ્યારે લોકડાઉન હટ્યું તો ખાનગી વાહનોની ખૂબ જ પ્રમાણમાં ભીડ રહી હતી.