તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રિપોર્ટ:એર ઈન્ડિયાના 5 પાયલટ પોઝિટિવ નથી; બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો; આ તમામ કાર્ગો ફ્લાઈટને લઈને ચીન ગયા હતા

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • એર ઈન્ડિયાના 5 પાયલટનો ટેસ્ટ શનિવારે કરાયો હતો, રિ-ટેસ્ટમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • એક ટેક્નીશિયન અને એક ડ્રાઈવર પણ પોઝિટિવ મળી આવ્યો હતો, તેમના વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી

એર ઈન્ડિયાના પાંચ પાયલટ કોરોના નેગેટિવ છે. આ પુષ્ટી ફરી કરાયેલા ટેસ્ટ બાદ કરાઈ છે. એક ટેક્નીશિયન અને એક ડ્રાઈવર સાથે આ પાંચ પાયલટનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમની ટેસ્ટ કીટ ખરાબ હતી. આ જ કારણે તેમનો રિપોર્ટ ખોટો આવ્યો હતો. જો કે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તો બીજી બાજુ ટેક્નીશિયન અને એક ડ્રાઈવર અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. તાજેતરમાં જ આ પાયલટ કાર્ગો ફ્લાઈટ્સ લઈને ચીન ગયા હતા. 

એર ઈન્ડિયા લોકડાઉન બાદથી ઘણા દેશ માટે કોર્ગો ઉડાનનું સંચાલન કરી રહી છે. સાથે જ મેડિકલ વસ્તુઓની આપૂર્તિ માટે 18 એપ્રિલે દિલ્હીથી ગ્વાંગ્ઝો માટે બોંઈગ 787એ ઉડાન ભરી હતી. એરલાઈને શંઘાઈ અને હોંગકોંગ માટે પણ મેડિકલ કાર્ગો ઉડાન સંચાલિત કરી હતી. એરલાઈન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પાંચ પાયલટે 20 એપ્રિલ બાદ કોઈ ઉડાન ભરી ન હતી. 

77 પાયલટનો ટેસ્ટ કરાયો હતો 
ગત શનિવારે એરલાઈનના 77 પાયલટનો કોરોના ટેસ્ટ થયો હતો. ત્યારે તેમાંથી પાંચ પાયલટનું રિલ્ઝટ પોઝિટિવ આવ્યું હતું. એ વખતે એ પાયલટના અંગત વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી અને મુંબઈમાં હોમ ક્વૉરન્ટીન છે. 

આ તમામ પાયલટ બોંઈગ 787 ડ્રીમલાઈર્સ એરક્રાફ્ટ ઉડાવે છે. તેમને વંદે ભારત મિશન હેઠળ અલગ અલગ દેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે તહેનાત કરવાના હતા. તેમના પહેલા પણ ટેસ્ટ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો