ઈન્ડિયન આર્મીની જમીન વેચી શકાશે:મોદી સરકાર અંગ્રેજોના સમયથી લાગૂ 250 વર્ષ જૂનો કાયદો બદલશે; સિવિલ પ્રોજેક્ટ માટે પણ આર્મીની જમીન ફાળવાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંરક્ષણ મંત્રાલય પાસે 17.95 લાખ એકર જમીન છે
  • કેન્ટોનમેન્ટ ઝોનમાં જમીનના ભાવ મિલિટ્રી ઓથૉરિટી નક્કી કરશે

250 વર્ષમાં પહેલીવાર કેન્દ્ર સરકાર ડિફેન્સ લેન્ડ પોલિસીમાં ફેરફાર કરવા જઈ રહી છે. મીડિયાના અહેવાલો પ્રમાણે નરેન્દ્ર મોદી સરકારે આ નીતિથી સંબંધિત નવા નિયમોને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત પબ્લિક પ્રોજેક્ટ માટે સેના પાસેથી જે જમીન ખરીદાશે એના બદલામાં એટલા જ વેલ્યૂનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર(EVI) ડેવલોપ કરવાની અનુમતિ અપાશે. એટલે કે જો ડિફેન્સની જમીન ખરીદવી હશે તો તેને એટલીજ કિંમતની જમીન ફાળવાશે અથવા માર્કેટ પ્રાઈઝ આપીને લઈ શકાશે.

ઇસ્ટ ઈન્ડિયા કંપનીના ગવર્નરે નિયમ લાગૂ કર્યો હતો
ડિફેન્સ લેન્ડ પોલિસીમાં 1765 પછી પહેલીવાર ફેરફાર કરાશે. તે સમયે બ્રિટિશ કાળમાં બંગાળના બેરકપુરમાં પહેલી કેન્ટોનમેન્ટ (છાવણી) બનાવાઈ હતી. ત્યારે આર્મીના કામો માટે વપરાશ થતી જમીનને અન્ય કોઇ ઉદ્દેશથી ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારપછી 1801માં ઇસ્ટ ઈન્ડિયા કંપનીના ગવર્નર જનરલ-ઇન-કાઉન્સિલે આદેશ આપ્યો હતો કે કોઇપણ કેન્ટોનમેન્ટનો એક બંગલો અથવા ક્વાર્ટર પણ એવી વ્યક્તિને નહીં વેચવાનો જે આર્મી સાથે સેવમાં જોડાયેલો ના હોય.

પરંતુ હવે સરકાર ડિફેન્સ લેન્ડ રિફોર્મ્સ પર વિચાર કરતા કેન્ટોનમેન્ટ બિલ-2020ને ફાઇનલ કરવામાં કાર્યરત છે. આના કારણે કેન્ટોનમેન્ટ ઝોનમાં પણ વિકાસ થઈ શકશે. મીડિયાના અહેવાલો પ્રમાણે ડિફેન્સ મિનિસ્ટ્રીના ઓફિસરોએ કહ્યું હતું કે મેટ્રોનું નિર્માણ, માર્ગો, રેલવે અને ફ્લાયઓવર જેવા મોટા પબ્લિક પ્રોજેક્ટ માટે આર્મીની જમીનની જરૂર છે.

કેન્ટોનમેન્ટ ઝોનમાં જમીનના ભાવ મિલિટ્રી ઓથૉરિટી નક્કી કરશે
EVI પ્રોજેક્ટ્સમાં બિલ્ડિંગ યૂનિટ્સ અને રોડ પણ સામેલ છે. જે જમીનના ભાવ લોકલ ઓથૉરિટીની આગેવાનીવાળી કમિટિ નક્કી કરશે. વળી જે જમીન કન્ટોનમેન્ટની બહાર છે તેના ભાવ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ નક્કી કરશે.

એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ફાઇનાન્સ મિનિસ્ટરે પણ એક નોન-લેપ્સેબલ મોર્ડનાઇઝેશન ફંડ માટે રેવન્યૂ એકઠું કરવા ડિફેન્સની જમીનને મોનેટાઇઝ કરવાની સલાહ આપી હતી. આ અંગે કેબિનેટમાં પણ ચર્ચા ચાલૂ છે, જેમાં કેબિનેટ ટૂંક સમયમાં નિર્ણય લેશે.

DMAમે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની ફોર્મ્યૂલા સામે વાંધો ઉઠાવ્યો
બીજી બાજુ ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સ ગત વર્ષે સરકારને કહી ચૂકી છે કે આર્મીની જમીનને મોનેટાઇઝ કરવાથી જે રકમ મળશે તે ડિફેન્સ ફોર્સની આવશ્યકતાને પૂરી કરવામાં ભાગ્યે જ સહાયક રહેશે. DMAએ ડિફેન્સ ફોર્સનું બજેટ ઓછું હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એમને જમીન વેચ્યા પછી જે ફંડ મળે છે એ અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો. કારણ કે તેનો 50 ટકા ભાગ તો કંસોલિડેટેડ ફંડ ઓફ ઈન્ડિયાને આપવામાં આવશે.

ડિફેન્સ મિનિસ્ટ્રી પાસે 17.95 લાખ એકર જમીન
ડાયરેક્ટોરેટ જનરલ ડિફેન્સ એસેટ્સ અનુસાર ડિફેન્સ મિનિસ્ટ્રી પાસે લગભગ 17.95 લાખ એકર જમીન છે. જેમાથી 16.35 લાખ એકર 62 કેન્ટોનમેન્ટ્સની બહાર છે. આમા ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત આવતા પબ્લિક સેક્ટર યૂનિટ્સ (PSUs) જેવાકે- હિંદુસ્તાન એરોનોટિક્સ, ભારત ઇલોક્ટ્રોનિક્સ, ભારત ડાયનામિક, ભારત અર્થ મૂવર્સ, ગાર્ડન રીચ વર્કશૉપ્સ, મઝગાંવ ડૉક્સ સામેલ નથી. આની સાથે 50 હજાર કિમી માર્ગનું નિર્માણ કરતા ઓર્ગેનાઈઝેશન પણ સામેલ નથી.

દેશમાં કેન્ટોનમેન્ટ્સની બહાર પણ આર્મીની ઘણી જમીનો છે. જેમાં કેમ્પિંગ ગ્રાઉન્ડ્સ, ખાલી છાવણીઓ, રેન્જ અને એરફિલ્ડ્સ સામેલ છે. આના કુલ વિસ્તારની વાત કરીએ તો આમાં લગભગ 5 દિલ્હી સમાઈ જાય એટલો હશે.

1991માં તત્કાલીન સંરક્ષણ પ્રધાન શરદ પવારે પહેલીવાર છાવણીઓ નાબૂદ કરવાના વિચારને વેગ આપ્યો હતો. જેથી વધારાની જમીન પણ ઉપયોગમાં આવી શકે. જોકે આ અંગેના વિવાદ પછી તેમણે સ્પષ્ટતા કરી હતી કે છાવણીઓ નાબૂદ કરાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...