તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • First The Wedding Was Stopped Because Of The Corona, Then The Road Sank, The Bridegroom's Father Built A Bamboo Bridge.

મજબૂરી:પહેલાં કોરોનાને કારણે લગ્ન રોકાયા, પછી રસ્તો ડૂબી ગયો, વરરાજાના પિતાએ વાંસનો પુલ બનાવ્યો ત્યારે જાન નીકળી

બેતિયા (બિહાર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાથમાં જૂતાં લઇને વાંસના પુલ પરથી જતા વરરાજા. - Divya Bhaskar
હાથમાં જૂતાં લઇને વાંસના પુલ પરથી જતા વરરાજા.
  • માથે સાફો અને હાથમાં જૂતાં લઇને બિહારના ચૂડીહરવા ગામેથી વરરાજા નીકળ્યા

માથે સાફો અને હાથમાં જૂતાં લઇને વાંસનો પુલ પાર કરવાની એક વરરાજાની વિવશતા બિહારમાં રામનગરના ચૂડીહરવા ગામેથી નીકળેલી જાનમાં જોવા મળી. રામનગર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. સાથે જ ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે.

ગુદગુદી પંચાયતનું ચુડીહરવા ગામ પણ પૂરના પાણીથી ઘેરાઇ ગયું છે. તેના કારણે દીકરાની જાન કાઢવા પારસલાલ શ્રીવાસ્તવે પાણી ભરાયા હતા તે સ્થળે સ્વખર્ચે વાંસનો પુલ બનાવડાવ્યો. ત્યાર બાદ દીકરા બબલુ કુમાર શ્રીવાસ્તવની શુક્રવારે જાન કાઢી. વાંસનો પુલ ઓળંગીને જાન ભંગહા પહોંચી. રસ્તામાં ઘૂંટણ સુધીના પાણી હોવાથી બેન્ડ-વાજાની ગાડી જાન સાથે ન જોડાઇ શકી. વર-કન્યા સહિત જાન આ વાંસના પુલ પરથી જ પાછી ફરી. પંચાયતના સરપંચ નસીમ અખ્તરે જણાવ્યું કે અહીં પીએમ સડક યોજના હેઠળ પુલ બનાવવા મંજૂરી મળી ચૂકી છે.

ઘૂંટણ સુધીના પાણીમાંથી જ જાન નીકળી
ગ્રામજનોએ જણાવ્યા મુજબ બબલુના લગ્ન નક્કી તો પહેલેથી હતા પણ કોરોના લૉકડાઉનને કારણે તારીખ પાછી ઠેલાતી રહી. સંક્રમણ ઘટ્યા બાદ વરપક્ષ અને કન્યાપક્ષે લગ્ન માટે પહેલ કરી ત્યાં સુધીમાં વરસાદે પડકાર ઊભો કર્યો. પારસલાલે કહ્યું કે હરહા નદીનું પાણી ગામના વહેરાના પાણી સાથે ભળીને ગામની બહાર સ્થિત લચકામાંથી બહાર નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...