મધ્યપ્રદેશના રેવામાં એક ટ્રેઇની વિમાન ક્રેશ થઈ ગયું છે. ઘટનામાં એક પાઇલટનું મોત થયું છે, જ્યારે અન્ય ટ્રેઇની પાઇલટની હાલત ગંભીર છે. દુર્ઘટના ગુરુવારે સવારે લગભગ 11.30થી 12 વાગ્યાની વચ્ચે ઘટી હતી. પ્લેન મંદિરના શિખરને જઈને અથડાયું હતું. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ધુમ્મસ જણાવવામાં આવી રહ્યું છે. ઘટના રેવા જિલ્લાના ચોરહટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરી ગામની છે. ઉમરી એરપોર્ટ પર પલ્ટન કંપની ટ્રેનિંગ આપે છે.
લોકો ગભરાઈને બહાર આવ્યા
રાત્રે 11.30 વાગ્યે પાઇલટ કેપ્ટન વિમલ કુમાર પિતા પટનામાં રહેતા વિદ્યાર્થી સોનુ યાદવને ટ્રેનિંગ આપી રહ્યા હતા. એ જ સમયે તેમનું પ્લેન મંદિર સાથે અથડાય છે. આ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. પ્લેનનો કાટમાળ ચારેબાજુ વિખરાયેલો હતો. આ વિસ્તારના ઘરોમાં સૂઈ રહેલા લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા.
મંદિરના શિખર સાથે પ્લેન અથડાયું
મળતી માહિતી અનુસાર, રાત્રે લગભગ 11.30 વાગ્યે ટ્રેઇની પ્લેન મંદિરના ગુંબજ સાથે અથડાય છે, જેને કારણે દુર્ઘટના બની છે. પ્લેન અથડાતાં જ આગ લાગી જાય છે. ઘટનામાં સિનિયર પાઇલટનું મોત થયું છે. બીજી તરફ ઘાયલ ઈન્ટર્નનો ઈલાજ ચાલુ છે.
પ્લેન પ્રાઇવેટ કંપનીનું હતું
ચોરહટા પોલીસ સ્ટેશન નિરીક્ષક અવનીશ પાંડેએ જણાવ્યું કે રેવા હવાઈ પટ્ટીને એરપોર્ટમાં બદલવામાં આવી રહ્યું છે. પોલીસને ઉમરી ગામમાં પ્લેન ક્રેશ થવાની માહિતી મળી છે. રેવાના sp નવનીત ભસીને કહ્યું હતું કે ટ્રેનિંગ દરમિયાન પ્લન મંદિર સાથે અથડાયું હતું. ઘટનામાં પાઇલટનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો.
પ્લેન ક્રેશની તસવીર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.