• Gujarati News
  • National
  • First Surrounded And Beaten, Then Repeatedly Stabbed; People Standing Around Were Watching

દિલ્હીમાં જાહેરમાં છરી મારી યુવકની હત્યા, VIDEO:પહેલા ઘેરીને માર માર્યો, પછી ઉપરાછાપરી છરીના ઘા માર્યા; આસપાસ ઊભેલા લોકો જોઈ રહ્યા હતા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • મોબાઈલ છીનવી લેવા બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો
  • આરોપીઓે કેસ પાછો ખેંચવા માટે સતત દબાણ કરી રહ્યા હતા

દિલ્હીના સુંદર નગરી વિસ્તારમાં શનિવારે રાત્રે એક યુવકની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ સુંદર નગરી વિસ્તારના રહેવાસી મનીષ તરીકે થઈ છે. પોલીસે શંકાના આધારે આલમ, બિલાલ અને ફૈઝાનની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતુ કે અંગત અદાવતના કારણે યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો શેરીમાં આવે છે, બીજી બાજુથી મનીષ આવી રહ્યો છે. આ લોકો અચાનક મનીષને પકડી લે છે અને તેને થપ્પડ મારવા લાગે છે. આ પછી, તેના પર સતત છરીના ઘા મારીને હુમલો કરે છે. આ દરમિયાન બાઇક અને ખુરશી પર બેઠેલા બે લોકોએ સમગ્ર ઘટના જોઈ રહ્યા હતા. પરંતુ મનીષને બચાવવા કોઈ આગળ આવતું નથી. કેટલાક લોકો પણ ત્યાંથી પસાર થયા, પરંતુ માત્ર જોઈ જ રહ્યા હતા, કોઈ બોલ્યું નહોતું.

આરોપીઓેએ પહેલા મનિષ સાથે મારપીટ કરી હતી અને પછી છરીના ઘા માર્યા હતા.
આરોપીઓેએ પહેલા મનિષ સાથે મારપીટ કરી હતી અને પછી છરીના ઘા માર્યા હતા.

મામલો શું છે
મનીષનો ગુનો માત્ર એટલો જ હતો કે તે તેની સામે થયેલા ગુના અંગે કોર્ટમાં જુબાની આપી રહ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ 1 વર્ષ પહેલાં મનીષ પાસેથી તેનો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હતો. તે દરમિયાન પણ તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, મનીષના ગળાના ભાગે અને પેટમાં છરીના ઘા ઝીંકી દેવાયા હતા. ત્યારબાદ પોલીસે મનીષની ફરિયાદ પર બે આરોપી કાસિમ અને મોહસીનની ધરપકડ કરી હતી. આરોપ છે કે હવે કાસિમ અને મોહસીના નજીકના મિત્રો મનીષ પર કેસ પાછો ખેંચવા માટે સતત દબાણ કરી રહ્યા હતા.

મનીષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મનીષ શનિવારે આ કેસમાં હાજર થવાનો હતો. કાસિમ-મોહસીનના પરિવારે કહ્યું હતું કે જો કેસ પાછો નહીં ખેંચાય તો તેઓ મનીષની હત્યા કરી નાખશે પરંતુ, મનીષ કોર્ટમાં હાજર થયો અને તેનું નિવેદન નોંધાવ્યું હતું. 3 દિવસ પછી ઘરની સામે જ તેની હત્યા કરવામાં આવી હતી. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

દિલ્હીના આદર્શ નગરમાં 10મા ધોરણના વિદ્યાર્થીની હત્યા

દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં ધોરણ 10મા ભણતા વિદ્યાર્થીના ક્લાસમેટ્સે છરી મારીને હત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, મૃતકની ઓળખ બુરાડીનો રહેવાસી દિપાંશુ (17) તરીકે થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે દીપાંશુને તેના પાંચ ક્લાસમેટ્સ સાથે ઝઘડો થયો હતો. આનો બદલો લેવા માટે આરોપીઓએ તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. ઘટનાના બે કલાક બાદ જ પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...