આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. એ નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયામાં જોવા મળશે. ભારતમાં ગ્રહણ સૂર્યાસ્ત પહેલા લદાખ અને અરુણાચલ પ્રદેશમાં દેખાશે. આ દિવસે 148 વર્ષ પછી શનિજયંતીનો પણ સંયોગ બની રહ્યો છે. આ પહેલાં શનિજયંતી પર સૂર્યગ્રહણ 26 મે 1873ના રોજ થયું હતું.
વેબસાઈટ ટાઈમ એન્ડ ડેટના જણાવ્યા મુજબ, ભારતીય સમય મુજબ બપોરે 1 વાગ્યાને 42 મિનિટથી લઈને સાંજે 6 વાગ્યાને 41 મિનિટ સુધી સૂર્યગ્રહણ રહેશે, એટલે કે ભારતમાં સૂર્યગ્રહણનો કુલ સમય લગભગ 5 કલાક જ હશે.
ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે ત્યાં જ સૂતક લાગશે
સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ, જ્યાં ગ્રહણ દેખાય છે ત્યાં સૂતક માનવામાં આવે છે. સૂતક દરમિયાન કોઈપણ શુભ કામ કરવામાં આવતું નથી. આ દરમિયાન ખાવાનું બનાવવું અને ખાવાને પણ સારું માનવામાં આવતું નથી, એટલે સુધી કે સૂતકના સમય દરમિયાન મંદિરોનાં દ્વાર પણ બંધ કરવામાં આવે છે. જોકે આજનું સૂર્યગ્રહણનુ સૂતક લદાખ અને અરુણાચલને છોડીને દેશના બાકીના હિસ્સાઓમાં માન્ય નહિ ગણાય, કારણ કે બાકીની જગ્યાઓએ ગ્રહણ દેખાશે જ નહિ.
સૂર્યગ્રહણ શું હોય છે?
જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે તો એને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ દરમિયાન સૂર્યમાંથી આવતો પ્રકાશ ચંદ્ર વચ્ચે આવવાને કારણે ધરતી સુધી પહોંચી શકતો નથી અને ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. સૂર્યની આસપાસ પૃથ્વી ફરતી રહે છે અને પૃથ્વીની આસપાસ ચંદ્રમા. આ કારણે ત્રણેત્રણ ક્યારેક ને ક્યારેક એકબીજાના સીધામાં આવી જાય છે. આ કારણોથી સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થાય છે.
એક વર્ષમાં કેટલી વખત સૂર્યગ્રહણ થઈ શકે છે?
વધુમાં વધુ એક વર્ષમાં બે વખત સૂર્યગ્રહણ થાય છે. આ સંખ્યા વધીને 5 સુધી જઈ શકે છે. જોકે આવું ખૂબ જ ઓછું થાય છે. નાસાના જણાવ્યા મુજબ, છેલ્લાં 5 હજાર વર્ષમાં માત્ર 25 વર્ષ એવાં રહ્યાં છે, જ્યારે એક વર્ષમાં 5 વખત સૂર્યગ્રહણ થયું. છેલ્લે 1935માં 5 વખત સૂર્યગ્રહણ થયું હતું. આગામી વખતે 2206માં આવું થશે. આમ તો કોઈપણ સૂર્યગ્રહણ પૃથ્વીના કેટલાક વિસ્તારોમાં જ દેખાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.