દિલ્હીમાં ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. આ ઘટના ઉત્તર પૂર્વમાં આવેલા ખજૂરી વિસ્તારની છે. બુધવારની રાત્રે અહીં એક ચોર ચોરી કરવા માટે ઘરમાં ઘુસ્યો. પણ ઘરમાં ઘુસવા માટે તેમણે જે સ્ટાઈલ અપનાવી તે ગજબ હતી. આ ચોર પહેલાં કાર પર ચઢે છે, ત્યારબાદ વીજળીનો વાયર પકડી લે છે. જોતજોતામાં તે વાયર પર વાંદરાની જેમ લટકી જાય છે, અને આ જ રીતે તે બાલ્કની સુધી પહોંચી જાય છે. ઘરમાં ઘુસીને તે હાથ સાફ કરી જતો રહે છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજ વાઇરલ થતાં લોકો તેની સ્પાઈડરમેન સાથે તો કોઈ વાંદરા સાથે સરખામણી કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.